આ માણસ પણ મોસમ જેવો
આ માણસ પણ મોસમ જેવો


આ માણસ જો ને કેવો ?
જાણે બદલાતી મોસમ જેવો,
ક્યારેક ઘમંડી સાગર જેવો તો,
ક્યારેક નમ્ર નદી જેવો,
આ માણસ જાણે બદલાતી મોસમ જેવો,
ક્યારેક અડીખમ હિમાલય જેવો તો,
ક્યારેક પવનમાં ઝૂકતી ડાળીઓ જેવો,
આ માણસ પણ બદલાતી મોસમ જેવો,
ક્યારેક રસ્તે રઝળતા પથ્થર જેવો સોંઘો તો,
ક્યારેક માણેક જેવો મોંઘો
આ માણસ પણ બદલાતી મોસમ જેવો,
ક્યારેક ચળકતા કાચ જેવો દંભી તો,
ક્યારેક અસલી હીરા જેવો ઓરીજીનલ,
આ માણસ પણ બદલાતી મોસમ જેવો,
ક્યારેક ફૂલ જેવો કોમળ લાગે તો,
ક્યારેક પથ્થર જેવો અહંકારી લાગે,
આ માણસ પણ બદલાતી મોસમ જેવો,
ક્યારેક તોફાની વાવાઝોડા જેવો અહી તંહી સર્વત્ર વિનાશ કરે,
ક્યારેક સુરીલા સંગીત જેવો મહેફિલની રોનક બને
આ માણસ પણ બદલાતી મોસમ જેવો.