આ જીવન
આ જીવન


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ,
ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ,
લાશને કંધો દેવા પડાપડી કરે હર કોઈ,
જીવતાને સપોર્ટ કરવા આવે ના કોઈ,
મજા આવશે સ્વભાવમાં જીવવાની જિંદગી,
શાને કોઈના અભાવ કે પ્રભાવમાં જીવવાની જિંદગી,
નમક મળે આજે ઘેર ઘેર,
મલમ ના મળે એકેય ઘેર,
માટે તૂટશે એ ફેંકાશે અહીં,
પ્રેક્ટીકલ હશે એ જ ચાલશે અહીં,
આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ,
ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ.