STORYMIRROR

Sharmistha Contractor

Romance

5.0  

Sharmistha Contractor

Romance

આ હ્રદયમાં

આ હ્રદયમાં

1 min
662


આ હ્રદયમાં વાસ તારો જોઈએ.

શું કહું ? હક માત્ર મારો જોઈએ.


પ્યાસ અનહદ એમ તારી છે મને,

આ અઢી અક્ષર જ મારો જોઈએ.

જીદ ક્યાં બીજી હવે મારી રહી,

હમનવા દિલ હમસહારો જોઈએ.


ક્યાં કહું કે, સુખ સઘળા દે મને,

દુઃખમાં પણ તું સહારો જોઈએ.


હો ઉમ્રભર, ગાઢબંધન પ્યારનું,

ને પછી ક્યાં? છુટકારો જોઇએ.


આ બદલતી જીંદગીના મોડ પર,

સાથ તારો એકધારો જોઈએ.


સાત છે અકબંધ જન્મો દિલમહીં,

તું ભવોભવ તારનારો જોઈએ.


ઝળહળીને ઓલવાશું એક દિન,

સંગ પળપળ રાચનારો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance