STORYMIRROR

Dashrathdan Gadhavi

Romance

3  

Dashrathdan Gadhavi

Romance

આ દિલ

આ દિલ

1 min
233

રોક્યું ક્યાં રોકાય, આ દિલ

એક તારા દ્વારે જાય, આ દિલ.


ધમણની જેમ હાંફે ને..

ગજબનો રઘવાય, આ દિલ.


વારે ઘડીએ એને વાળું,

પણ કોઈ રીતે ના મનાય, આ દિલ.


શું જાદુ કર્યું તેં, કહેને જરા....

કેમ ઝાલ્યું ના ઝલાય, આ દિલ.


વિશ્વ આવડું મોટુ છોડી,

ન જાણે કેમ તારામાં સમાય, આ દિલ.


મુજને કરી દીધો, તેં દોડતો..

હવે કેમ કરી પમાય, આ દિલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance