STORYMIRROR

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

આ બોલ તું ?

આ બોલ તું ?

1 min
14.6K


શું કરૂં વરસાદને આ બોલ તું ?

શું કરૂં તલસાટને આ બોલ તું ?

એકલી મૂકી ગયો છે તું મને ,

શું કરૂં વનવાસને આ બોલ તું ?

ક્યારનું અકળાય મન સાજન વિના ,

શું કરૂં રઘવાટને આ બોલ તું ?

એક કારણ આપ આજે તું મને ,

શું કરૂં બકવાસને આ બોલ તું ?

બાગમાં લાખો ફુલો 'જશ' છે ખિલ્યા ,

શું કરૂં પમરાટને આ બોલ તું ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance