આ ભારત દેશ મારો છે
આ ભારત દેશ મારો છે
જય હો ભારત માત.
મોરી જય હો ભારત માત
જય.. હો.. જય હો.. જય હો.
આ ભારત દેશ મારો છે.
આ મહાન દેશ મારો છે.
મારો છે પ્રાણ પ્યારો છે.....
આ ભારત દેશ મારો છે.
જય હો.. જય હો... જય હો...
મારા દેશનો હિમાલય,
ઊભો રક્ષણ કાજે.
સુભાષ ને સરદાર પટેલને,
યાદ કરો સૌ આજે.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો...
મારા દેશનો ત્રિરંગો,
લહર લહર લહેરાતો
સૌ ભારતના સંતાનોથી,
દેશ અખંડ મહેંકાતો.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો..
મારા દેશની કીર્તિ આજે,
દેશ -વિદેશે ગાજે.
જનની જન્મભૂમિના ગીતો,
હેતે ગાઈએ આજે.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો.
