Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Drama Action Fantasy

4  

Mrugtrushna Tarang

Drama Action Fantasy

ગોરીલ્લા યુદ્ધનીતિ

ગોરીલ્લા યુદ્ધનીતિ

5 mins
229


"અભિજીત, દયા ક્યાં ગયો ?"

પ્રદ્યુમ્ન સરે હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડતાં પૂછ્યું.

"કેમ સર, કોનો ફોન હતો ? અને તમે આટલા ગુસ્સામાં કેમ છો ?"

અભિજીતનો સૂર પણ કંપનભર્યો જ હતો. પણ, પૂછવું ય એટલું જ જરૂરી હતું. એસીપી પ્રદ્યુમ્ન સરે આ પહેલાં ક્યારેય આવા સૂરમાં વાત નહોતી કરી. નક્કી કોઈ ગંભીર સમસ્યા હોવી જોઈએ એ તો ત્યાં ઊભેલાં સર્વ જાણી ચૂક્યાં હતાં.

સીઆઇડીની કેબિનેટમાં આમથીતેમ આંટા મારવાનું એસીપી પ્રદ્યુમ્ન સરનું વર્તન કંઈ નવું કે અજુગતું નહોતું. તેમ છતાં સહુ કોઈ પોતપોતાની રીતે ઈ. દયાને કોન્ટેકટ કરવાની તનતોડ મહેનત કરવા લાગ્યાં.

પણ, ઈ. દયા, કે જે ક્યારેય ઓફિસમાં લેટ ન આવે એ આજે બાર વાગ્યા તોય ઓફિસ નહોતો પહોંચ્યો.

ફિકર થવા માંડી સહુને. અને એમાંય ખાસ તો એસીપી પ્રદ્યુમ્ન સરને ! એમનો જમણો હાથ મનાતો દયા.

દયા વગર એસીપીનું ખરેખર પાંદડું ય ન હાલતું.

"સર, સર, આપને સુના રામગઢ કે ઠાકુર સા'બ કે સાથ ક્યા ક્યા હુઆ વો ?"

ઈ. દયા સામે સહુ કોઈ પ્રશ્નાર્થક નજરે ઘૂરવા લાગ્યાં.

અને, દયાને સહેજેય ખ્યાલ ન આવ્યો કે આજે રોજરની જગ્યાએ પોતે ટાર્ગેટ પર હતો.

"દયા.... તુમ્હારા ફોન કયું બંધ આ રહા હૈ ભૈ ? કહાં થે અબ તક ? કયું દેર હો ગઈ હુજુર આતે આતે !!"

એસીપી પ્રદ્યુમ્નનો અંદાઝ કત્લેઆમનો હતો એ સમજવામાં દયાને સહેજેય વાર ન લાગી.

પોતાનાં માથા પર બે હાથને ઊંધા મૂકી વાંકો વળેલો દયા રોજરને ય મ્હાત દઈ દે એવી એક્ટિંગ કરતો જોઈ એસીપી પ્રદ્યુમ્નથી હસ્યાં વગર ન રહેવાયું અને એસીપી ને હસતાં જોઈ સહુ હસી પડ્યા.

"સાલુંકે, તારી ડિસેક્શનની પેટી અને તારી ટિમ તૈયાર રાખજે, આપણે રામગઢ જવાનું થશે.

અને,

ઈ. દયા, અભિજીત, સચિન, કેવિન અને ખ્યાતિ તમે બધાં પણ તૈયાર થઈ જાવ, આપણે આજે સનસેટ પહેલા રામગઢ જવાનું થશે.

બી રેડી વિથ યોર વેપન્સ, રાઈટ."

ઈન્સ્ટ્રક્શન્સ આપી એસીપી પ્રદ્યુમ્ન સીઆઈડી ની ઓફિસમાંથી ઝડપથી બહાર નીકળી ગયાં.

સાંજે પાંચ વાગ્યે સહુ ટોયોટો કારમાં રામગઢ જવા માટે નીકળ્યાં. 

રાત પડી ગઈ તોય રામગઢની નજીકના સ્ટેશને થોડો વખત આરામ કરી બીજે દિવસે સવારે વહેલા જવાનો વિચાર કરી સહુએ આખા દિવસનો થાક ત્યાં જ ઉતાર્યો.

મુંબઈ શહેરમાં એસીમાં જીવવાની આદત ને કારણે સ્ટેશનનાં વેઇટિંગ રૂમમાં મચ્છર સાથેની કુસ્તી સહુને ભારે પડી.

સવારે ઠાકુર પાસે પહોંચ્યા બાદ પહેલી ફરમાઈશ એસી રૂમની કરવાનો વિચાર ત્યાંની હવા અને આસપાસનું વાતાવરણ જોઈ હવા થઈ ગયો.

ઠાકુર પાસેથી ગબ્બર સિંહની વિગતવાર માહિતી મેળવ્યા બાદ ગબ્બર સિંહને કેવીરીતે ઝબ્બે ધરવો એનાં મનસૂબાઓ હર કોઈ પોતાની રીતે ઘડવા લાગ્યાં.

એસીપી પ્રદ્યુમન સરે રામગઢનો આખા એરિયા(ઈલાકો) નો મુઆઈના કર્યા બાદ સાંજે ઠાકુર સાથે ગબ્બર સિંહનાં ઠામ ઠેકાણાં બાબતે ચર્ચા કરવાનું વિચારી ઈ. દયા અને અભિજીત સાલુંકે સર સાથે શેર સપાટે નીકળ્યાં.

ગામ લોકો પાસેથી ઠાકુર પ્રત્યેની એમની ભક્તિ સાથે ઠાકુરની શક્તિ હવે પહેલા જેવી નથી રહી... એ પોતે જ બીજાને આશ્રિત છે, તો ગ્રામવાસીઓને મિરીતે તેમ કેટલી મદદ કરી શકવા સમર્થ રહેશે... એ બાબતે પણ ડિટેઇલમાં ચર્ચાઓ થઈ.

અને, સીઆઈડી ટિમ પાસેથી પણ જાણવાની કોશિશો થઈ કે, તેઓ કોણ, ક્યાંથી આવ્યાં અને શું કરવા ચાહી રહ્યાં હતાં... વગેરે વગેરે...

એકાદ મહિનાનો ગાળો આમજ ફેર તપાસણીમાં વીત્યો..

ગબ્બર સિંહની સતામણી પણ દિવસે દિવસે વધવા લાગી... 

એટલે, હવે સીઆઈડી પોતાની આગવી છટાથી કાર્ય કરવા માટે ફ્રી થઈ.

કેવિને અને સચીને ગબ્બર સિંહનાં અડ્ડા પર પહોચવા માટેનો આંબા વાડીમાંનો ગુપ્ત રસ્તો શોધીને તૈયાર રાખ્યો.

રોજર દયા સાથે શિવાજી મહારાજની જેમ ગોરીલાયુદ્ધનીતિ અપનાવવામાં લાગી ગયો. સહ્યાદ્રિની પર્વતમાળાઓમાં ઈ. દયાએ પોતાનાં સાથી ઇન્સ્પેક્ટર્સની ટિમ લઈને ઉંદરની જેમ છૂપાઈ જઈ ડાકુ ગબ્બર સિંહનાં આવનારા શાગિર્દોને હાથેથી મસળવા માટે તત્પર બનવા લાગ્યાં.

અને મોકો મળ્યે એસીપી પ્રદ્યુમન, ઈ. ખ્યાતિ અને ઈ. અભિજીત સામેથી હુમલો કરવા સજ્જ બન્યાં.

હોળી જેવાં બાકીનાં તહેવારોની ઉજવણીમાં મદમસ્ત રહી મહાલતાં ડાકુ ગબ્બર સિંહનાં સાથી ડાકુઓને રાયફલ પર સાયલેન્સર લગાવી એક એક કરીને ઠાર મારવાનું કામ રોજરે હાથમાં લીધું.

અને ઈ. દયાનો તો અઢી કિલોનો હાથ જ કાફી હતો એક એકને ધરાશાહી કરવા માટે.

અભિજીત અને ઇ.ખ્યાતિ પણ એકે 47નો ઉપયોગ કરી સહુને ધડાધડ ગોળીએ ઊડાડવા લાગ્યાં.

ડાકુ ગબ્બર સિંહ એસીપી ની ચપેટમાં આવી ગયો. ઘણી મારામારી થઈ. અને બે ત્રણ વાર એસીપી મુશ્કેલીમાં પણ મૂકાયા. પણ, દરેક વખતે કોઈને કોઈ આવી એમને બચાવી લેતું.

આખીરકાર, એસીપીની મદદે દયા આવ્યો ત્યારે ડાકુ ગબ્બર સિંહ પરનો એનો રોષ આસમાને પહોંચી ગયો. એની લાતો ને મુક્કાથી ગભરાઈ ડાકુ ગબ્બર સિંહ પોતે જ કરગરવા લાગ્યો. પણ, ઈ. દયાને એનાં પર સહેજેય દયા ન આવી.

ત્યાં, એન્ડ ટાઈમ પર ઠાકુરે જીવતો ગબ્બર પકડીને લાવવાની પોતાની શરત યાદ દેવડાવી દયાનાં હાથે ખતરનાક મોત ને બદલે આસાન મોતનો હકદાર પોતાને જાણી ગબ્બર અટ્ટહાસ્ય કરવામાંથી ઊંચો ન આવ્યો.

એનાં ડાબા જમણા હાથ ગણાતા કાલિયા અને મૅક પણ સીઆઈડીની ટિમ સામે વધુ સમય સુધી ખુદને ટકાવી ન શક્યાં.

ગબ્બરને એ વાતની નવાઈ લાગી રહી હતી કે સીઆઈડીની ટીમને એનું ઘડીએ ઘડીએ બદલાતું ઠામ ઠેકાણું મળી કેવી રીતે જતું હતું !!

એવી તે કેવી રીતે અપનાવતાં હતાં કે તેઓ ગબ્બરનાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે શિફ્ટ થવાનાં અડધા પોણા કલાકમાં ત્યાં પહોંચી જતાં.

અને, ગબ્બરને ક્યાંય શાંતિથી સેટલ નહોતા થવા દઈ રહ્યાં.

ઠાકુરનાં પગની મજબૂત લાતો ખાતાં ખાતાં ગબ્બર વડે પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આદત મુજબ રોજર એની કોમેડી સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપતો હોય એમ કહેતો રહ્યો -

"ગબ્બર સિંહ, વો તો હૈ ના, હમારે પાસ યે (નેવિગેશન મશીન બતાવતાં) ડિબિયા હૈં ના... ઇસસે તુમ્હારા અતા પતા સબ - સબકુછ ચૂટકી મેં મિલ જાતા...

વો તો ખૈર મનાઓ કિ, હમારે એસીપી પ્રદ્યુમન સરને તુમકો ઈતને ઠીકાને બદલને કા મૌકા દિયા...

મૈં અગર ઉનકે જગહ પે હોતા ના તો યે ચૂહે બિલ્લી કા ખેલ કબકા ખત્મ કર તુમ્હેં સૂલી પે ચઢા દેતા થા...હાં...

સમજે, ચપડગંજુ...

અબ, વાદે કે મુતાબિક, તુઝે હમને ઠાકુર કો સોંપ દિયા...

અબ તૂ જાને ઔર તેરા નસીબ..."

હા... હા... હા...

ઠાકુરે હાથ વગર પણ લાતોથી ગબ્બરની ઘણી ઘણી ધુલાઈ કરી.

અને, જ્યારે ગબ્બર ભાગવાની કોશિશ કરવા લાગ્યો તો ઈ. દયા અને ઈ. અભિજીતની મદદથી ગબ્બરને પણ ઠાકુરની જેમ નિહથ્થા બનાવી, મારી મારીને બેહાલ કરી પુલીસને હવાલે કરાયો.

ગબ્બર સિંહ તરફડાટ સહન ન થતાં મોતની ભીખ માંગવા લાગ્યો. પણ, મૃત્યુનો દંડ તો એને સરકારે જ આપ્યો અને એ પણ સરેઆમ રામગઢ, સોનગઢ, કુબેરગઢ અને રામપુર એમ ચારેય નગરનાં ગ્રામ વાસીઓની સામે એને ઠાકુરનાં સમગ્ર પરિવારની હત્યા જે દિવસે કરી હતી એની જ વરસી વાળવાનાં દિવસે એનાં સાથીઓ સમેત ફાંસીએ ચઢાવાયો.

ડાકુ ગબ્બર સિંહનાં ઘાતકી તથા ક્રૂર કાળનો અંત સીઆઈડી ટીમની મદદથી લવાયો. રામગઢનાં વાસીઓ ખુશખુશાલ જિંદગી જીવવા માટે સીઆઈડી ટીમનો આભાર માની રહી. 

રહીમ ચાચાનો દીકરો પણ શહીદ થતાં બચી ગયો. અને, ધન્નો ને બસંતીની ઈજ્જત પણ બચી ગઈ.

સરકાર તથા ઠાકુર તરફથી સીઆઈડી ની આખીયે ટીમને મેડલ્સ અને બ્રેવરી એવોર્ડ આપવામાં આવ્યો.    


Rate this content
Log in

Similar gujarati story from Drama