Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama

4  

Kaushik Dave

Drama

પ્રકૃતિનાં ખોળે - એક પ્રાયશ્ચિત

પ્રકૃતિનાં ખોળે - એક પ્રાયશ્ચિત

4 mins
64


બહુ વર્ષો પહેલાંની વાત છે. વિંધ્યાચલ પર્વત માળાના જંગલો પાસે એક રાજ્ય આવેલું હતું. એ રાજ્યના રાજા ભિમા સિંહ હતાં. એ એક સારા રાજા ગણાતા હતાં.       

એક વખતે રાજા ને આખેટ પર જવાનું મન થયું. સાથે એમની રાણી ચારૂલતા એ પણ આવવાની જીદ કરી. બહુ વર્ષ થયા સાથે આખેટ પર ગયા નથી. સેનાપતિ એ સુરક્ષા માટે સાથે સૈનિકો લઈ જવા કહ્યું. તેમજ રથ લેવા જણાવ્યું. પણ રાજાએ ના પાડી. શિકારનો પીછો તો ઘોડેસવારીથી જ કરવાની મજા આવે.         

બીજા દિવસે બપોરે રાજા ભિમા સિંહ, રાણીને સાથે લઈને જંગલમાં આખેટ પર ગયા. જંગલમાં નાના સસલાં, પક્ષીઓનો શિકાર કરવા લાગ્યા.પણ રાણીને તો મોટા પ્રાણીઓના શિકાર કરવા જણાવ્યું. જંગલ હર્યું ભર્યું લીલુંછમ હતું. રાજાના ઘોડાના પગરવ સાંભળીને પ્રાણીઓ ભાગી જતા હતાંં.  આમ કરતાં આંતરિયાળ જંગલમાં પહોંચ્યા. હવે રાણી થાકી ગઈ હતી અને સૂરજ અસ્ત થતો હતો. રાજા અને રાણીને તરસ અને ભૂખ લાગવા માંડી. રસ્તામાં નાના ફળો મલ્યા એ ખાધા.પણ ભૂખ હવે વધુ લાગી હતી. નજીકમાં કોઈ ગામ કે વસ્તી દેખાઈ નહીં. રાણીનો જીવ ઊંચો નીચો થતો હતો.ભૂખના માર્યા જીવ જતો હતો. એટલામાં રાજા એ એક કુટીર જોઈ.. હાશ.હવે આરામ પણ કરવા મલશે.અને ભોજન પણ. રાજા રાણી એ કુટીર પાસે આવ્યા. ઘોડાને એક વૃક્ષ પાસે રાખ્યો. રાજા એ કુટીરની બહારથી સાદ કર્યો.પણ કોઈ જવાબ આવ્યો નહીં. રાજા અને રાણી ગભરાતા કુટીરમાં પ્રવેશ્યા. કુટીરમાં કોઈ નહોતું. કોઈ સંન્યાસી કે ઋષિની કુટીર હોય એવું લાગ્યું. કુટીરમાં ઋષિના ભગવા વસ્ત્ર અને ભગવા કલરની સાડી જોઈ. ચોક્કસ આ કોઈ ઋષિ અને એની પત્નીની કુટીર છે. એક તો ભૂખથી આકુળવ્યાકુળ થયેલા બંને એ કુટીરમાં જમવાનું શોધવા લાગ્યા. એક હાંડીમાં ચાવલ અને બીજામાં દૂધ જોયું. થોડીવારમાં તો રાજા અને રાણી એ ઠંડા ચાવલ દૂધ સાથે ખાધા અને તૃપ્ત થયાં. હાશ ! ઘણા વખત પછી આવું સરસ ભોજન મળ્યું. હવે રાત થઈ હતી. પાછા રાજ્યમાં જવાય એવું નહોતું. રાજા રાણી એ રાતવાસો એ કુટીરમાં કર્યો. કેટલાંય વર્ષ પછી બંને ને આવો એકાંત મલ્યો હતો. કુટીરમાં રાખેલા કુશની પથારી કરી બંને એ સુવાનો પ્રયત્ન કર્યો. પણ મહેલમાં રહેનાર ને તો ઊંઘ આવે નહીં. એ વખતે આકાશમાં વાદળો ઘેરાયા હતાં. વીજળી ના ચમકારા અને વાદળોના ગડગડાટ થવા લાગ્યા. રાણી આવી રીતે રહેવા ટેવાયેલી નહોતી. ધીરે ધીરે વરસાદ શરૂ થયો. વાતાવરણથી રાજા રોમેન્ટિક થયો. હવે મારે વરસાદ પડવા શરૂ થયો. રાણી ગભરાઈ ગઈ. રાજા પાસે લપાઈ ગઈ. વાતાવરણ ઉત્તેજના ભર્યું થયું. આ વાદળોના ગડગડાટ અને ભારે વરસાદમાં ઋષિની કુટીરમાં ઉત્તેજિત થયેલા બંને એક થયા. આમ ને આમ અડધી રાત વિતાવી. થાકેલા બંને ઘસઘસાટ ઊંઘી જાય છે. 

સૂરજ માથે આવી જતાં બંને જાગે છે, પણ રાણી પાછા શિકાર કરવાની જીદ કરે છે. રાણી ની જીદના કારણે રાજા ઘોડેસવારી કરતાં જંગલમાં શિકારની શોધ કરવા લાગ્યા. એટલામાં રાણી એ દૂર એક હરણ કપલ જોયું. મારે તો આ બંને મૃગ જોઈએ. રાજા એ હરણ નો શિકાર કરવા ઘોડો લઈને પાછળ પડ્યા, પણ બંને હરણ બચવા દોડતા ગયા. એ હરણ કપલ ઋષિની કુટીર પાસે આવતા જ હતાં ને અંતે રાજા એ ઉપરા છાપરી બે તીર મારી ને હરણ કપલનો શિકાર કર્યો. તીર વાગતા એ હરણ કપલ માનવ સ્વરૂપમાં આવી ગયા. મરતા મરતા ઋષિ બોલ્યા આ મારી કુટીર છે. અમે આ જંગલના ઉછેર અને વૃદ્ધિ માટે સતત કાર્યરત રહ્યા છીએ. હે રાજન તેં તારી પત્નીની જીદ અને શિકાર કરવાની મહત્વકાંક્ષા એ અમારો જીવ લીધો. અમે તને શ્રાપ આપીએ છીએ.કે.. ઋષિ વધુ બોલે એ પહેલાં રાજન માફી માંગે છે, ને જે કહેશે એ કરવા તૈયાર થાય છે. અંતે ઋષિ ને રાજાના સારા લક્ષણો જોઈને બોલ્યા..હે ! રાજન..એક ભૂલ આ જંગલ જીવોની હત્યાની કરી, ને બીજી ભૂલ મારી કુટીર ને અપવિત્ર કરી. માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. કુટીર ને ગોબર અને ગૌમૂત્રથી નવું બનાવવું પડશે. આખી જિંદગી આ કુટીર માં રહી ને જંગલ અને વન્યજીવનનું રક્ષણ કરવું પડશે. તેમજ વૃક્ષો વનસ્પતિ ને પણ જાળવવા પડશે. સારું, તમારી આજ્ઞા મુજબ હું કરવા તૈયાર છું. ઋષિ બોલ્યા.પણ તારે અને તારી પત્ની એ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. રાજા અને રાણી તૈયાર થયા. ત્યારબાદ પોતાના રાજ્યમાં આવી ને પોતાનું રાજ્ય રાજકુમારને સોંપીને જંગલમાં તપસ્વી બનીને જીવન જીવવા લાગ્યા. જંગલમાં વન્ય જીવનનું રક્ષણ કરતા. હવે એમને આ જીવન સારું લાગવા માંડ્યું. એક દિવસ રાણીને સાપ કરડતા મૃત્યુ પામે છે. હવે રાજા જંગલમાં તપસ્વી બની ને જીવન જીવવા લાગ્યા. પ્રકૃતિના ખોળામાં જીવતા રાજાએ અંતે પ્રાણનો ત્યાગ કર્યો..આમ રાજા તપસ્વી તરીકે સો વર્ષ જીવ્યા અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું.

 સાર : થયેલી ભૂલો નો સ્વિકાર કરવો અને પ્રાયશ્ચિત કરવું. પણ જાણીજોઈને ને કરેલું પાપ માફીને પાત્ર નથી. વન્યજીવનનું રક્ષણ કરો. વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. પ્રકૃતિના ખોળામાં જ માનવજીવન વિકસિત થાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama