Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Romance

4.0  

Shanti bamaniya

Romance

લવ મેરેજ

લવ મેરેજ

5 mins
248


આજે તો મારા મેરેજ છે.

મારુ લવ મેરેજ કરવાનું સપનું તૂટી જવાનું.

આ દુલ્હા પર તો એટલો ગુસ્સો આવી રહ્યો છે કે શું કરું, તેને મને જોયા વગર જ હા પાડી દીધી.

ફટાકડા ફૂટવાનો અવાજ ડીજે ના તાલ પર બધાનો ડાન્સ..

આજ મેરે યાર કી શાદી હૈ ગીત વાગી રહ્યું છે મતલબ જાન પણ આવી ગઈ લાગે છે.

હવે તો બધા જ મારા અરમાન મનમાં જ રહી જવાના.

એટલામાં જ....

દરવાજા પર ટકોરા પડ્યા....

તે સાંભળીને આયુષી ને તો ખૂબ જ ગુસ્સો આવ્યો.

કોણ છે.?

દરવાજો ખુલ્લો છે.‌..

જેને આવું હોય અંદર આવી જાઓ..

કહું તો છું,કોણ છે?

આ બેવકૂફ ને સમજ નથી પડતી કહું છું કે દરવાજો ખુલ્લો છે..

સંભળાતું નથી કોણ છે.?!

"તું"

અહીં શું કરે છે.?

"તમારી જોડે વાત કરવી હતી."

"શું"

"બે મિનિટ માટે અંદર આવી શકું."

"ના"

'મારે મળવું છે તમને."

"તું પાગલ થઈ ગયો છે કોઈ જોઈ લેશે તો ?

જે પણ કહેવું હોય એ દરવાજેથી જ કહીને પાછો વળી જા."

"મને એમ કે લગ્ન કરતા પહેલા એકવાર મળી લવ."

"હવે શું જરૂર છે ?

લગ્ન તો થવાના છે મળીને શું કરવું છે.?"

"તમને જોવા હતા."

"ફોટો જોયો હતો ને ફોટો જોઈને તો પસંદ કરી લીધી હતી... તો પછી હવે અહીં કેમ આવ્યો છું.?"

"હા પણ મેં વિચાર્યું કે એક વખત મળી લઉં."

"શું વિચાર્યું તે ?

તું એ જોવા માટે આવ્યો છે કે હું ફોટામાં છું એવી દેખાવ છું કે નહીં.?"

"ના ના એવું બિલકુલ નથી."

"ના તું ખોટું બોલે છે.

એવી જ વાત છે.

લગ્ન માટે તો ફટાફટ હા કહી દીધી હતી.

ખાલી ફોટો જોઈને હા પાડી દીધી હતી આવું કેવું.!!"

"અરે!! તું તો મને લડીએ જ જાય છે.

હા કહી દીધી... તો એમાં શું થયું.?

તું મને પસંદ હતી.

અને તને નહોતું પસંદ તો તારે ના પાડી દેવી હતી ને. ?"

"હા.. હું તો ના જ પાડી દેત.

મને તારી જેમ પૂછવામાં આવ્યું હોય તો ને?

બસ મને તો મારા પિતાજીએ કહી દીધું લગ્ન અહીં કરવાના છે..‌ તો કરવાના છે.. મને એમ લાગ્યું કે.... છોકરામાં થોડી અક્કલ હશે..‌ પણ છોકરો તો પૂરો ડફોળ નીકળ્યો..... બસ ફોટો જોઈને હા પાડી દીધી....‌ મળવાનું પણ ન વિચાર્યું.

હું કઈ ડફોળ નથી અને શું આખો દિવસ મંડી રહી છે કે ફોટો જોઈને હા પાડી દીધી..... ફોટો જોઈને હા પાડી દીધી...!

"આ લોકો એ આપણને મેળવ્યા નહોતા એટલે તો હું લગ્ન પહેલા ઉપર તને મળવા આવ્યો છું."

"હવે તો હું જવું છું પાછો અહીંથી."

"પાછો કેમ જાય છે .?."

"હા તો શું કરું .?"

"જતા પહેલા મને પૂછો તો ખરા કે હું આ લગ્ન માટે ખુશ છું કે નહીં.?"

"એતો મને દેખાય છે કે... લગ્ન માટે તું ખુશ નથી."

"તો પછી તું શું કામ કરે છે.? મારી જોડે લગ્ન .?"

"હાસ્તો ...લગ્ન તો કરવાના ને .‌.‌ આટલે દૂરથી જાન લઈને આવ્યો છું તો..! હું લગ્ન તો કરી ને જ જવાનો ..‌. એમને એમ થોડી જઈશ.‌.એટલે લગ્ન કરવા પડશે..! 

એનો શું મતલબ ?

બસ તને તો તારી જ પડી છે .

મારી ખુશી ની પડી જ નથી."

"મને સ્વપ્ન થોડી આવ્યું હતું કે તું ખુશ છે કે નહીં...

તે પણ લગ્ન માટે" હા "પાડી હતી.

 મને પણ એવું લાગ્યું હતું કે તું પણ મને પસંદ કરતી હોઈશ. એટલે તે હા પાડી હશે.

મને પણ કોઈ પાગલ કુતરા ઓ કરડી ખાધું હતું કે હું હા પાડું.."

"પણ હવે તો લગ્ન કરવા જ પડશે એન્ડિંગ ટાઈમ માં કશું ન કરી શકાય."

મને ખબર જ હતી તું એવું જ કરીશ.

તને મારી ખુશી ની કોઈ જ પડી નથી."

"જાન લઈને અહીં આવ્યો છું હવે બધું પાછું લઈને થોડી જવાય, બદનામ થઈ જવાય."

"એક કામ કર આપણે બંને ભાગી જઈએ એટલે લગ્ન તૂટી જશે એની જાતે."

"લગ્ન તારે નથી કરવા હું શું કરવા ભાગુ.

અને તને આ બધી મજાક લાગે છે."

"હું તો આ બારીમાંથી નીચે ઊતરું છું."

"તું તો પાગલ થઈ ગઈ છે."

દોરડું ટૂંકું પડતા આયુષી નીચે પડી.

અવાજ સાંભળીને મનીષ પણ બારીમાંથી નીચે ઊતર્યો આયુષીને ઊભાં કરતા તે બોલ્યો.

"દોરડુ પણ ચેક કરી લેવું જોઈએ કે નીચે સુધી પહોંચશે કે નહીં.

સારું તારે ક્યાં જવું છે તને મૂકી જાઉં.

"હા ચલ જલ્દી રિક્ષામાં ફટાફટ બેસ."

"તું તો મને ઉપર આવ્યો ત્યાંરથી જ ઓર્ડર આપવા લાગી છે."

તમે બંને મને જણાવો કે જવાનું ક્યાં છે રિક્ષાવાળો બોલ્યો.

"હું તો ભૂલી જ ગઈ કે મારી ફ્રેન્ડ ના ઘરે જવાનું છે અને તે તો લગ્નમાં અહીં આવી હશે."

"હા ભાગતા પહેલા તે તો કશું વિચાર્યું જ નહીં હોય,

કેવી વાત કરે છે,તારો બોયફ્રેન્ડ હશે તો જ તું લગ્ન કરવા ના પાડતી હોય ને એટલે તો તું ભાગવા માંગતી હોઈશ ને ."

મારે કોઈ જ બોયફ્રેન્ડ નથી

ના તો કોઈ લવ અફેર.

"પણ મારે કોઈ પણ છોકરાને જાણ્યા વગર લગ્ન નહોતા કરવા.

તે તો ખાલી મને જોયા વગર જ હા પાડી દીધી મારુ સ્વપ્ન તો લવ મેરેજ કરવાનું હતું.

"હા તો પછી હવે તું જઇશ ક્યાં તારી ફ્રેન્ડ તો ઘરે છે નહીં એક કામ કરીએ રિક્ષામાંથી ઉતરી ને આઈસ્ક્રીમ ખાઈએ અને ઠંડા દિમાગથી વિચાર."

ફોનની રીંગ વાગી.

હા પપ્પા હું આવું છું 15 મિનિટમાં..‌

થોડું કામ છે્.

"હું મારી ફ્રેન્ડ ને ફોન કરીને બોલાવી લઉં છું તું જા મને મૂકીને."

"રાતના નવ વાગ્યા છે તને એમ એકલી મૂકીને ના જવાય."

એટલામાં જ આયુષી ને પકડીને ચપ્પુ બતાવી ને ધમકી આપી કે બધા જ દાગીના મને ઉતારી આપ નહી તો આ ચપ્પુ જોયું છે.

મનીષ તો ચોરો ને જોઈને ડઘાઈ જ ગયો...પણ અચાનક જ લાઈટ થઇ કે દુલ્હાના પહેરવેશ માં તલવાર પણ લટકાવેલી છે ..‌તેને તલવાર કાઢીને ચોરો સામે ઉગામતા કહ્યું કે આ ચપ્પુ સામે તલવાર જોઈ છે ...ચોરોએ તલવાર જોઈને ભાગી જવાનું જ મુનાસીબ માન્યું..

"મને લાગે છે દુલ્હનનાં વેશમાં અહીં ખુલ્લામાં રોકાવું યોગ્ય નથી ચલ ઘરે પાછા જઈએ.

હું જવાબ આપી દઈશ કે મારે લગ્ન કરવા નથી પછી જે થવું હોય એ જોયું જશે..

હું રીક્ષા બોલાવું છું ચલ બેસી જા."

રિક્ષામાંથી ઉતરતા આયુષી બોલી ઘર તો આવી ગયું છે... તું આગળથી પહોંચ હું બારીમાંથી મારા રૂમમાં જતી રહું છું.

"પણ જતા પહેલા મને તું કશું પૂછીશ નહીં."

"એમાં શું પૂછવાનું હોય તારી તો ના જ છે ને.

તું ચિંતા ના કર હું કશું નહીં કહું કોઈને... મારા તરફથી ના પાડી દઈશ..‌"

હું મંડપમાં નીચે આવું છું તું મારી રાહ ના જોઈ શકે.?!"

"સાચું કહે છે.?"

"હા"

"તો હું રાહ જોવું છું. મારી તો હંમેશાથી હા જ હતી."


Rate this content
Log in

Similar gujarati story from Romance