Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shobha Mistry

Tragedy Inspirational

4.0  

Shobha Mistry

Tragedy Inspirational

મહિસાષુર મર્દિની

મહિસાષુર મર્દિની

3 mins
271


મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.

સોસાયટીના ચોગાનમાં ઢોલીડાએ ઢોલ પર થાપ મારી અને સાથે જ મધુર અવાજમાં ગરબા ગાવાની શરૂઆત થઈ. ત્રીજા માળની અગાશીમાં વ્હીલચેરમાં બેસી નીચે જોતી સપનાની આંખમાંથી આંસુ સરી પડ્યાં. પોતાના જમણા પગ પર નજર પડતાં જ એને ગયા વર્ષની નવરાત્રી યાદ આવી ગઈ. 

"મમ્મી, હું જાઉં છું." દરવાજા પાસે જઈ એણે બેલાબેનને બૂમ પાડી.

"અરે ! ઘડીક ઊભી રહે." બેલાબેને રસોડામાંથી બહાર આવતાં કહ્યું. એમણે નવરંગ ચૂંદડી પહેરેલી દીકરી પર નજર ઠેરવી. સપનાના કાનની પાછળ એક કાળું ટપકું કરતાં એ બોલ્યાં, "આજે તમારી નવદુર્ગા ટોળી ક્યાં ઉપડવાની છે ?"

"મમ્મી, આજે તો ગોવિંદ પાર્ટી પ્લોટમાં અમે જવાના છે અને મમ્મી આજે અમારી ટીમનો જય આદ્યશક્તિ આરતી ગવડાવવાનો વારો છે. ચાલ, ચાલ, હવે મોડું થાય છે." એમ કહી મમ્મીને એક વહાલભર્યું ચુંબન કરી એ પોતાની ટોળી સાથે રવાના થઈ. 

હજી કાલ સુધી તો બે ચોટલાવાળી, પગમાં રૂમઝૂમ કરતાં ઝાંઝર પહેરી, ઘરના આંગણામાં ચીં ચીં કરતી ચકલી જોતજોતામાં આટલી મોટી ક્યારે થઈ ગઈ એની જાણે સૂઝ જ ન રહી. એમણે સામે દિવાલ પર લટકતા રમેશભાઈના ફોટા સામે જોઈ કહ્યું, "જોયું, તમારી સોનપરી કેટલી મોટી થઈ ગઈ. હમણાં બે ચાર વરસ જશે એટલે આંગણે માંડવો બાંધવાનો સમય થઈ જશે." આંખોમાં આવેલાં આંસુને આંગળીથી ખેરવી દઈ એમણે ફોટા પર સ્નેહથી હાથ ફેરવ્યો. 

રાતના સાડા બાર થયા તો પણ સપના આવી નહીં. રોજ તો બારના ટકોરે એ ઘરમાં હાજર થઈ જતી. એમને ચિંતા થવા લાગી. પછી વિચાર્યું આજે આઠમ છે તે બધી જોગણી ભેગી થઈ બરાબર ગરબા રમવા લાગી હશે એમાં સમયનું ભાન નહીં રહ્યું હોય. એ આંગણામાં આંટા મારવા લાગ્યા. ધીમે ધીમે ઘડિયાળનો કાંટો એકનો સમય બતાવી રહી હતી. હવે તેમના હૃદયના ધબકારા વધી ગયા. એમણે સપનાની બધી બહેનપણીઓને ત્યાં ફોન લગાવવા માંડ્યા પણ બધાએ એમની જેમ જ ચિંતા વ્યક્ત કરી. બધી જ સખીઓ ઘરે પહોંચી નહોતી. 

ત્યાં તો કંપાઉન્ડનો દરવાજો ખખડ્યો. એમણે દોડીને આગળો ખોલ્યો. ત્યાં તો રોમા અને કવિતા ગભરાયેલા સ્વરે બોલ્યા, "માસી, જલદી ચાલો. સપનાને અને ફેનીને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે." બેલાબેને ગભરાયેલા સ્વરે પૂછ્યું, " શું થયું છે સપનાને અને ફેનીને ?" 

"માસી, તમે ગાડીમાં બેસો તમને બધી વાત કરીએ છીએ." બેલાબેને પર્સમાં એટી.એમ. કાર્ડ મૂક્યા અને ઘરને તાળું મારી એ લોકો સાથે ગાડીમાં બેસી ગયા. ગાડીમાં વાત કરતાં ખબર પડી કે ગરબા પત્યા પછી બધી જ સખીઓ બે બેની જોડીમાં કાયનેટીક પર બેસી આવી રહી હતી. એમની આગળ એક સ્કૂટી પર બે પંદર સોળ વર્ષની છોકરીઓ જઈ રહી હતી. ત્યાં તો સામેથી બાઈક પર બે છોકરાઓ આવ્યા અને એ બે છોકરીઓની છેડતી કરવા લાગ્યા. બંને છોકરીઓ બિચારી ખૂબ ગભરાઈ ગઈ હતી. અમે આ જોયું એટલે અમારા કાયનેટીક પરથી ઊતરીને એમની પાસે ગયાં. અમે એ બે છોકરાઓને ધમકાવતા હતાં. ત્યાં તો એ બંનેએ ખબર નહીં ક્યાંથી લોખંડના પાઈપ કાઢ્યા ને અમને મારવા લાગ્યા. એટલામાં શૈલીએ પોલીસને ફોન કરી દીધો. એટલે પોલીસ આવી પહોંચી એમણે એ બંનેને પકડી લીધા. પણ આ બધી ધમાલમાં સપનાને પગમાં અને ફેનીને હાથમાં ખૂબ માર વાગ્યો હતો. એટલે બંનેને એમ્બ્યુલન્સ બોલાવી હૉસ્પિટલમાં દાખલ કર્યા. મારા ઘરે ફોન કરતાં પપ્પા ગાડી લઈને આવ્યા એટલે અમે તમને ગાડી લઈને લેવા આવ્યા. 

"બેન, તમારી દીકરી તો ખૂબ બહાદુર છે. એ લફંગા છોકરાઓનો સામનો કરતી વખતે જાણે સાક્ષાત મા અંબા જ મહિષાસુર મર્દિની બની વધ કરવા આવ્યા હોય તેવું લાગતું હતું." હૉસ્પિટલમાં હાજર પોલીસે સપનાના વખાણ કરતાં કહ્યું. બેલાબેનને પોતાની દીકરી પર ગર્વ થયો પણ એની હાલત જોઈ માનું હૈયું ફફડી ઊઠ્યું. એનો જમણો પગ ખૂબ ખરાબ રીતે ઘાયલ થયો હતો. પગના હાડકાંના ટુકડે ટુકડા થઈ ગયા હતાં. ડૉક્ટરનું કહેવું હતું કે એના પગને સાજો થતાં કેટલો સમય થાય તે નક્કી નહીં. ફેનીને હાથમાં થયેલી ઈજા થોડા સમયમાં સારી થઈ ગઈ.

ચાર મહિનાની સારવાર પછી પણ હાડકાં સંધાયા નહીં. પગમાં ધીમે ધીમે સડો લાગવા લાગ્યો. સપનાના જીવનું જોખમ ઊભું થઈ ગયું. એનો જીવ બચાવવા આખરે એનો જમણો પગ ઘૂંટણ પાસેથી કાપી નાંખવો પડ્યો. વરસ થવા આવ્યું તો પણ હજી એનો પગ સાજો થયો નહોતો. એને થયું મહિષાસુર વધ કરવા માટે આવી સજા ભોગવવી પડશે તે ખબર નહોતી પણ છતાં બે છોકરીઓને બચાવ્યાનો એટલો જ સંતોષ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy