Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Drama Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Drama Inspirational

એકતા નગર... આપણે સહુ એક છીએ

એકતા નગર... આપણે સહુ એક છીએ

4 mins
592


આજે એકતા નગરના એકમાત્ર નળ પાસે પાણી ભરવા બાબતે ઉહાપોહ મચી ગયો હતો. રોજની આદત પ્રમાણે બિહારીબાબુ આજે મોડા આવ્યા હતા અને ચાલાકીથી નળ નીચે પોતાની ડોલ સેરવી દીધી હતી. આ જોઈ દગડુભાઉથી રહેવાયું નહીં અને તેઓએ બિહારીબાબુની વાતનો વિરોધ કરતા વાત વણસી હતી. પાસે ઉભેલા પટેલભાઈ બોલ્યા, “દગડુભાઉ, રહેવા દો... બિચારા બિહારીબાબુને પાણીપુરી બનાવવા માટે પાણી વધારે લાગતું હોય છે.”

દગડુભાઉ ગુસ્સેથી બોલ્યા, “તો બિહારીબાબુએ વહેલા આવીને પાણી ભરી લેવું જોઇને?”

બલ્લુભાઈ બોલ્યા, “દગડુભાઉ, તમે વહેલા આવ્યા હતા?”

દગડુભાઉ બોલ્યા, “હા...”

બલ્લુભાઈ બોલ્યા, “તો તમે કેમ હજુ સુધી તમારું પાણી ભરી લીધું નથી!”

દગડુભાઉએ કહ્યું, “અરે! તમે બિહારીબાબુને સમજાવવાનું છોડી મને કેમ સમજાવી રહ્યા છો?”

ઘોષબાબુ બોલ્યા, “કારણ બિહારીબાબુ સમજે એવા નથી... દગડુભાઉ, તમે આ નગરમાં નવા જ રહેવા આવ્યા છો તેથી જાણતા નથી કે...”

દગડુભાઉ ગુસ્સામાં બોલ્યા, “અરે દેવા! આતા સમજલ... એટલે બિહારીબાબુ આ વસ્તીમાં જુના છે એટલે તમે બધા તેમની તરફદારી કરી રહ્યા છો? હું નવો એટલે શું કામનો! એમ જ ને???”

દગડુભાઉએ ગુસ્સાથી ડોલ એકબાજુ ફેંકી તેમના ઘર ભણી ચાલતા થયા.

નાયરભાઈ બોલ્યા, “દગડુભાઉ... ઉભા રહો...”

પટેલભાઈએ કહ્યું, “જવા દો એમને... બલ્લુભાઈ તમે એમની ડોલ ભરી દેજો... આપણો ચતુરંગ એમના ઘરે પાણી ભરેલી ડોલ આપી આવશે.”

આ ઘટનાને બે દિવસ વિતી ગયા પરંતુ દગડુભાઉ કે તેમના પત્ની કૌશલ્યા બંનેમાંથી કોઇપણ નળ પર પાણી ભરવા આવ્યું નહીં! આખરે સહુ એકતા નગરના પુરૂષ મંડળે દગડુભાઉના ઘરે જઈ તેમની સમજાવટ કરવાનું વિચાર્યું. જયારે તેઓ દગડુભાઉના ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરનું વાતાવરણ તંગ હતું. કૌશલ્યાભાભી એક ખૂણામાં બેઠા બેઠા રડી રહ્યા હતા. આ જોઈ બલ્લુભાઈ બોલ્યા, “એક ડોલ પાણી ભરવા ન દીધું એટલા માટે આટલું દુઃખ.”

પેસ્તનબાબા બોલ્યા, “ચુપ બેસની બાબા...”

હેમનાનીભાઈ ઘરના એક ખૂણા તરફ આંગળી ચીંધતા બોલ્યા, “વડી સાંઈ, આ દગડુભાઉને શું થયું!!!”

દગડુભાઉ પલંગ પર સુતા હતા અને તેમના ડાબા હાથ અને જમણા પગ પર પ્લાસ્ટર હતું! પટેલભાઈ આ જોઈ અચરજથી બોલ્યા, “અરે! કૌશલ્યાભાભી, દગડુભાઉની આવી હાલત કેવી રીતે થઇ?”

દગડુભાઉએ સહુને આવેલા જોઈ એક તરફ મોઢું ફેરવી લીધું.

બલ્લુભાઈ ધીમેકથી બોલ્યા, “હજુ અબોલા તોડ્યા નથી.”

કૌશલ્યાભાભી બોલ્યા, “બે દિવસ પહેલા પાંચ મવાલીઓ અમારા ઘરે આવ્યા હતા. તમારા ભાઉ જે ફેક્ટરીમાં કામ કરે છે તેમાં ચોરીમાં સાથ આપવા તે મવાલીઓ દબાણ કરી રહ્યા હતા. પરંતુ આમણે તેમની વાત નહીં માનતા તેઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા. જવાબમાં આમણે પણ બે જણને ધૂળ ચાટતા કરી દીધા હતા પરંતુ તેઓ પાંચ હતા અને આ એકલા.” કૌશલ્યાભાભીના મુખમાંથી ધ્રુસકું સરી પડ્યું.

ઘોષબાબુ બોલ્યા, “આટલું બધું એકતા નગરમાં થયું અને કોઈને કશી જાણ ન થઇ? કમાલ છે.”

બલ્લુભાઈ બોલ્યા, “બાબુમોશાય, આ ઠંડીમાં આપણે સહુ બારી બારણાં બંધ કરીને ઘરમાં બેસીએ છીએ ત્યારે બહાર શું થાય છે તે કોને શું ખબર પડે, પરંતુ કૌશલ્યાભાભી, બે દિવસ થવા છતાંયે તમે અમારામાંથી કોઈને કશી જાણ કરી નહીં?”

કૌશલ્યાભાભી બોલ્યા, “એમણે કોઈને કશું કહેવાની મનાઈ ફરમાવી હતી.”

પટેલભાઈ, “કેમ?”

કૌશલ્યાભાભી બોલ્યા, “તેઓ કહે છે કે આ એકતા નગરમાં કોઈ આપણું નથી. એ દિવસે જયારે પેલા પાંચ ગુંડાઓ આમને ઢોર માર મારી રહ્યા હતા ત્યારે તમે કોઈ સાંભળો નહીં એટલે તેમણે બુમો સુદ્ધાં પાડી નહોતી. વળી મને પણ કહ્યું કે ખબરદાર બુમો પાડીને કોઈને ભેગા કર્યા છે તો... અહીં સહુને મને માર ખાતા જોવાની મજા જ આવશે.”

નાયરભાઈ બોલ્યા, “એ... દગડુભાઉ... આ શું બોલ્યા??? અહીંયા આપણે સહુ એક છીએ. અહીં કોઈ પરાયું નથી.”

દગડુભાઉ બોલ્યા, “જો એમ જ હોત તો એ દિવસે તમે બિહારીબાબુનો નહીં પરંતુ મારો સાથ આપ્યો હોત.”

પટેલભાઈએ દગડુભાઉના માથે હેતથી હાથ ફેરવતા કહ્યું, “દોસ્ત, તને શું લાગે છે કે બિહારીબાબુની ચાલાકી અમારા ધ્યાનમાં આવતી નથી? આવે છે પરંતુ અમે જાણીજોઈને અજાણ બનીએ છીએ. જાણે છે કેમ?”

દગડુભાઉ બોલ્યા, “કારણ બિહારીબાબુવર્ષોથી આ એકતા નગરમાં રહે છે.”

પેસ્તનબાબા બોલ્યા, “હવે ધ્યાનથી સાંભળની બાબા... નહીંતર તારા જે હાથ પગ સાજા છે તેને અમે બધા ભેગા મળીને તોડીશું.”

પટેલભાઈ બોલ્યા, “કારણ બિહારીબાબુને હાઈ બ્લડ પ્રેશર છે. તેમનાથી લાંબો સમય ઉભું રહેવાતું નથી. ક્યારે ચક્કર આવી જાય તેનું કોઈ ઠેકાણું નહીં. વળી તેઓ ઘરમાં એકલા જ રહે છે તેથી પાણી ભરવા ઘરમાંથી કોઈ બીજું આવે એ પણ શક્ય નથી. બિહારીબાબુ આપણા બધા કરતા વહેલા ઉઠી જાય છે. પરંતુ ઘરના બીજા કામ પતાવવામાં તેમણે પાણી ભરવા આવવામાં સહેજ મોડું થઇ જાય છે. હવે બિહારીબાબુને કેમ અમે પાણી ભરવા દઈએ છીએ તેનું કારણ સમજ્યો? દગડુભાઉ યાદ રાખ આપણે સહુ એક છીએ...”

નાયરભાઈ બોલ્યા, “પરંતુ દોસ્તો, દગડુભાઉના કિસ્સામાંથી આપણે એક બોધ લેવો પડશે કે જો આપણે આંતરિક એકતા નહીં કેળવીએ તો બહારના લોકો તેનો ફાયદો ઉઠાવી જશે. તેઓ આપણા ઘરની અંદર ઘુસી જઈને આપણને ફટકારશે પરંતુ આપણે કંઈ કરી નહીં શકીએ... હવે સહુ કસમ ખાઓ કે આપણે ક્યારેય આપસમાં લડીશું નહીં.”

દગડુભાઈએ “મને માફ કરી દો દોસ્તો...” કહેતાની સાથે ડોક એક તરફ ઢાળી દીધી.

આ જોઈ બલ્લુભાઈ “ઓયે દગડુ....” કહીને પોક મૂકી રડવા માંડ્યો.

દગડુભાઈએ ધીમેકથી ડોક ઉઠાવી કહ્યું, “હજુ હું જીવતો છું... આ તો દવાની અસરથી જરા ઘેન ચડ્યું છે. દોસ્તો મને માફ કરી દો આજ પછી હું ક્યારેય વાદવિવાદમાં ઉતરીશ નહીં. હું જાણી ગયો છું કે આપણે સહુ એક છીએ.”

*****


Rate this content
Log in

Similar gujarati story from Drama