Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Drama Inspirational

4.3  

Nayana Charaniya

Drama Inspirational

અંધકારનો ઉજાસ

અંધકારનો ઉજાસ

4 mins
100


     મમ્મી, જોને નિકિતાએ મને પોતાના કેવા નવા નવા કપડા અને કટલેરી આપી દીધી નહિ ! કેટલા સારા લોકો છે એ નઈ મમ્મી....

સ્મિતા કોઈ ઊંડા વિચારોમાં હતી બે વાર મોનાના પૂછવાથી એને હા પાડી.

મમ્મી, શું થયું ? કેમ આજ ઉદાસ છો ?

બસ અમસ્તા જ,

બોલો ને શું થયું ? એને મને આ બધું આપ્યું એ ન ગમ્યું ? પાછું આપી દઈએ મમ્મી પણ તમે આમ ઉદાસ ન રહો.

અરે મોના બેટા તું ખોટું વિચાર સ એ તો આજ જરા થાક વધુ લાગ્યો દિવાળીના દિવસોમાં કામ ઘણું હોય ને હમણાં એક સાથે ચાર ઘર મેં બાંધ્યા છે એટલે થાકી જવાય છે બીજું કશું જ નહિ.

અને એમાય પપ્પા પૈસા લાવ લાવ કર્યાં કરે એ મને નથી ગમતું.

અરે બેટા એ પણ હમણાં પોતાનો નવો ધંધો શરુ કર્યો છે ને એટલે જ થોડી એમનેય ચિંતા હોય તુય સાવ ખોટું વિચારી લેશ.

જે હોય એ મમ્મી હવે કાલથી હુય તમારી સાથે ચાલીશ ઘરકામ પર એમ પણ મને હવે દિવાળી વેકેશન પડી ગયું છે.

ના, મોના જરાય પણ નહિ.

કેમ નહી મમ્મી તમે થાકી જાઓ છો થોડી હેલ્પ હું કરાવીશ એમાં ખોટું શું છે ? અને તમે જ તો શીખવાડયું છે કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી.

હા, નથી જ પણ જ્યારે જરૂર પડે ત્યારે જ,

પણ અત્યારે તમને જરૂર જન છે ને મમ્મી

મોના સમજ હું કરું છું એ ઘણું બેટા, મને તને મારી જેમ નથી બનાવવી.

મમ્મી હું તો તમારા જેવી જ બનવા માંગું છું એક આદર્શ છો તમે મારા માટે, તમે ફક્ત મને જ નહી પપ્પા ઘરના સૌની સાથે સાથે અડોશ પાડોશને પણ મદદ કરવા ખડે પગે હોવ છો.

અમારા શિક્ષક પણ કહેતા હતા ઘણા ઓછા લોકો ખરી મદદ કરનાર હોય છે. પણ એ નથી સમજાતું કે નાના શા માટે તમને નફરત કરે છે ?

મોના, તું હજી નાની છો બેટા એ માટે હજી તને સમય છે એ બધું જાણવા માટે.

સારું મમ્મી મને છે ને આ દિવાળીએ હું માંગું એ આપશો ?

બેટા તારા જ માટે હું અવળી મથું છું જેથી તને કોઈ ઓછપ ન પડે.

અરે મમ્મી તમે મને બધું જ આપ્યું છે અને આપો જ છો. બસ એ હું દિવાળીએ કહીશ.

સારું ચલ જમી લે અને પછી સુઈ જા. કાલથી મોટા દિવસો ચાલુ થાય છે આ દિવસોએ વહેલું નાહી ધોઈ પરવારીને લક્ષ્મીજીની અને માતા સરસ્વતીની પૂજા પણ કરવાની છે.

હા મમ્મી અને રંગોળી પણ !

હા બેટા, જો તારા પપ્પા આવી ગયા ચલ હાથ ધોઈ બેસો બંને હું ગરમા ગરમ રોટલી ઉતારું.

અરે મોનાની મા, કેટલી વાર ના પાડી છે આ ગરમ રોટલીની એક તો તું થાકીને આવે અને ગરમ અમને જમાડવામાં તુય જમવામાં મોડી પડે.

અરે એમાં શું થયું ? એમ પણ બપોરે તમે ટીફીન લઈ જાઓ છો તે ઠંડુ જ જમવું પડે છે.

મોના, તારી માં ધાર્યું જ કરશે ! ચલ બેટા જમી લઈએ.

મોના ગરમા ગરમ પીરસે છે રોટલી પૂરા પ્રેમ અને ભાવ સાથે આખા દિવસનો થાક તો ક્યાંય પણ દેખાતો નથી મોનાને પણ કામ ન કરવું પડે એટલે એ વહેલી ઉઠી મોટા ભાગનું કામ કરી પછી જાય છે. મોનાને વેકેશનમાં કોમ્પ્યુટર ક્લાસ પણ શરુ કરાવ્યા હતા અને સારી નામના ધરાવતી સ્કૂલમાં ભણાવતી હતી. પોતે પણ સારું એવું ભણી શકી હોત જો સાવકી માં ન આવી હોત અને સતર વર્ષની ઉમરે ભાગીને કિશન સાથે લગ્ન ન કર્યાં હોત ! પણ સ્મિતા દરેક આવનાર પરિસ્થિતિમાં ઢળી જતી હતી એ એનો સૌથી વિશેષ ગુણ હતો. પિતા ખુબ પૈસાદાર હતા એમને ત્યાં જ ત્રણ નોકર હતા અને બાગ બગીચોય વિશાળ, એકનું એક સંતાન એટલે સ્મિતા ભારે લાડકોડમાં ઉછરી. કયારેય ઘરનું કામ તો અડ્યું પણ ના હતું. પાણી માંગે ત્યાં દૂધ હાજર હોય પણ કિસ્મત કોને ખબર કયારે બદલી જાય ? એની માતા એને ખુબ પ્રેમ કરતી પણ અચાનક કેન્સરને કરને કઈ કેટલીય દવાઓ કરવા છતાય એ ના બચી શકી ! અને એના પિતાએ બીજા લગ્ન કર્યાં ઉમરમાં નાની છોકરી સાથે જેને સંતાન શું એ તો ખબર જ ન હતી પણ ઈર્ષાળુ ભારે પોતાના ભાઈના છોકરા સાથે એને સ્મિતાના લગ્ન જાહેર કર્યા એ પણ પંદર દિવસમાં ! સ્મિતાએ ઘણું સમજાવ્યું એના પિતાને પણ એ સમયે એના પિતા પણ અંધ બની બેઠા હતા. સ્મિતાને નાનપણથી જ કિશન સાથે પ્રેમ હતો અને માતાના મૃત્યુ બાદ વધતો ગયો અને એ કિશન એટલે એમના બગીચાના માળીનો પુત્ર ! પિતાને વાત કરી પણ સાવકી માતાના કાન ભંભેરણી સામે બધું જ વ્યર્થ હતું. સ્મિતા પિતાની દરેક વાત માનતી પણ એમને બીજા લગ્ન કરીને આ માન ગુમાવી દીધું હતું કારણ કે એની માં જીવતી જ હતી ત્યારે એને આ લગ્ન જાહેર કર્યાં હતા.

મોના સવારે વહેલી ઊઠી ગઈ અને નાહી ધોઈ સરસ મજાની રંગોળી કરી અને પિતા અને માતા બન્ને માટે પોતે બચાવેલા પૈસામાંથી સરસ મજાના કપડા લઈ આવેલી. બન્ને ખુબ ખુશ થયા અને મોના એ માંગ્યું નાનાજીના ગુસ્સે થવાનું રહસ્ય. સ્મિતા એટલા વર્ષો પછી રોઈ પડી અને બધી જ વાત કહી સંભળાવી. આજે મમ્મી પ્રત્યે એને માન ઓર વધી ગયેલું અને ખરેખર એક આદર્શ જ બની રહ્યા. આજે ખરેખર જ અંધકારનો ઉજાસ સ્મિતાએ શિખવાડ્યું કેમ બનવું.

મમ્મી આ દીવડાની જેમ જ કાળી અમાસની રાતે પણ આ દીવડા જેમ પ્રકાશ આપે ને એમ જ તમારું જીવન છે.

હા સ્મિતા તારા આવ્યા પછી જ મને પણ અંધકારમાં ઉજાસ મળ્યો અને પિતાના ગયા પછી પણ તે સરસ રીતે બધું સંભાળી લીધું ખાસ તો એજ કે રાજકુમારીની જેમ જીવેલ કોઈ યુવતી આમ તારી જેમ ના જ કરી શકે હું તારો આભારી છું સ્મિતા....

હવે ઘણું થયું બેય બાપ દીકરીનું ચાલો હવે ફટાકડાનો ઉજાસ ફેલાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama