Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama

4.8  

Kalpesh Patel

Drama

શકુનીનું કથાનક

શકુનીનું કથાનક

4 mins
655


નિર્લજ્જતાનો અને પ્રતિશોધનો પણ એક નશો હોય છે, મહાભારતના શકુનીની અહંકાર યુક્ત નફ્ફટાઈની તોલે કોણ આવે ? તેની ચોપાટના ખાના ખાલી હતાં, “ભીષ્મ” હસ્તિનાપુરના સિંહાસનને વરેલા હતાં, અને ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતાંં ઉપરાંત તેઓ પુત્ર દુર્યોધન પ્રત્યેના મોહને કારણે ધર્મ તેમજ કર્મ ક્ષેત્રે અંધ હતાં. કર્ણ હતો પણ તે મિત્ર દુર્યોધનના ઉપકારવશ,દ્રોણાચાર્ય ગુરુજન હતાં. પરંતુ તેઓ રાજ્ય શાસનના ઉપકારવશ હતાં. કુલગુરુ કૃપાચાર્ય અશ્વસ્થામાંના મામા હતાં અને દ્રોણથી ઉપરવટ જવાની હિંમત,દ્રષ્ટિ અને દાનત તેમની પાસે નહતી. અને નાદાન વિકર્ણ નો નિર્મળ ચિત્કાર સંભાળવા માટે કોઈ કાન ન હતાં.

ગાંધાર રાજ્ય હાલનાં ઉત્તર પૂર્વ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાસે આવેલુ હતું. ત્યાંના રાજા મહારાજ સુબને એકસો પુત્ર અને એક પુત્રી હતી. તેમાં સો માં પુત્રનું નામ શકુની હતું અને એકસો એકમાં સંતાનમાં પુત્રી હતી તેનું નામ ગાંધારી હતું.

ગાંધારી વયસ્ક થતાં રાજા સુબલે રાજ્ય જ્યોતિષી પાસે ગાંધારીના જોષ જોવડાવવા માટે કુંડળી બનાવડાવી, અને તેમાં જણાયું કે પુત્રી ગાંધારીને મંગળ દોષ છે એટલે તે દોષના નિવારણના ઉપાય માટે તેનું લગ્ન એક બકરા સાથે કરવવામાં આવે છે અને લગ્ન જીવનના પ્રથમ પખવાડીએ તે બકરાની આહુતિના ભાગ રૂપે કતલ કરવામાં આવે છે.

જ્યારે કુરુ શિરોમણી પિતામહ, હસ્તિનાપુરના વંશજ દ્રુતરાષ્ટ્ર માટે ગાંધારીનું માંગુ લઈ ગંધાર ગયા ત્યારે રાજા સુબલે ગાંધારીના મંગળ દોષ અને તેની કરેલી વિધિની વાત છૂપાવી હતી. અને ગંધારીના લગ્ન પછી દ્રુતરાષ્ટ્રને તે વાતની ખબર પડતાં તેઓ નારાજ હતાં, અને તેઓએ હસ્તનપુરની સેનાને ગાંધાર ઉપર આક્રમણ કરાવી રાજા સુબલ અને તેના એકસો પુત્ર ને બંદી બનાવી હસ્તિનાપુર ના કરાવાસમાં રાખ્યા હતાં.

દ્રુતરાષ્ટ્ર આ લોકોને રિબાવીને મારવા માગતા હતાં,એટલે એવું નક્કી થયું કે દરરોજ તેઓને પાણી અને ખાવાનું બંને મળી માથા દીઠ એક તોલથી વધારે નહીં આપવાનું, આમ આવું નક્કી થતાં રાજા સુબલે તેના પુત્રોને કહ્યું કે આમ ચાલે તો આપણે બધા અંહી જેલમાં ખપી જઈશું, અને આપણા થયેલા અપમાનનો બદલો લેવા કોઈ જીવિત નહિ રહે, માટે દરેક ભાઈએ તેમના ભાગનું ખાવાનું તેના છેલ્લા પુત્ર શકુનીને આપવું, તે હોશિયાર છે અને આપણાં સૌના અપમાનનો બદલો લેશે. અધજ ભાઈઓ શકુની ને સમર્પિત રહેવા રાજી થાય છે.સમય જતાં બધા પુત્રો મરણ પામે છે અને રાજ સુબલ તેઓના અંતિમ સમયે, દ્રુતરાષ્ટ્રને વિનંતી કરે છે કે તેઓ શકુનીને દયા બક્ષે ગાંધારીની બાબતમાં તે નિર્દોષ છે, તેની ઉપર રહેમ કરે, તે કુરુવંશની રક્ષા કરશે. અને રાજા સુબલની અંતિમ ઘડીની કરેલી માંગ ને સ્વીકારી દ્રુતરાષ્ટે શકુની ને કારાવાસમાથી મુક્ત કરી તેને તેઓના મહેલમાં આદરથી અપનાવે છે. ત્યારે જ શકુનીએ કૌરવો વિરુદ્ધ બદલો લેવા નો નિર્ણય કર્યો હતો.

શકુનીને પોતાની બેહન ગાંધારી ખુબજ પ્રિય હતી. ગાંધારીને નાનપણથી અંધારામાં ડર લાગતો, એટલે એ પોતાના ઓરડામાં હમેશા દીવા ચાલુ રખાવતી રોશન રાખતી હતી. પણ જયારે તેના લગ્ન એક અંધ સાથે થયા ત્યારે તેણે સ્વેચ્છાએ પોતાની આંખો પર પાટા બંધાવી લીધા. જેનાથી તે આખી જિંદગી ડરતી હતી એજ હવે એની આખી જિંદગી બની ગયું. આમ પોતાની લડકી બેનને હેરાન થતી જોઈ તેનામાં કુરુ વંશ પ્રત્યે વેરભાવ હમેશા સળગતો રહ્યો હતો.

 શકુની એક એવો સામાન્ય માણસ હતો કે જે કોઈ યોદ્ધા નથી અને શરીર પણ ખોડખાંપણ વાળું છે છતાં એ એકલે હાથે આખા ભારતનો ઈતિહાસ બદલવમાં સફળ થાય છે. એ શ્રી કૃષ્ણથી એકદમ વિપરીત પાત્ર હતું. બન્ને ખુબ હોશિયાર હતાં, બન્ને પોતની રીતે કાવતરાઓ કરતા, પણ કૃષ્ણ જે કરતા એ સારા માટે કરતા અને આ દુર્યોધનના મામા શકુની તો માથાભારે હતાં. અને પૂરી જિંદગી વેરની આગમાં તડપી તે વેર વસૂલવા કાવા-દાવામાં રચ્યા પડેલ હતો.

શકુની યોદ્ધા નહતો કે ન હતી તેની પાસે કોઈ સેના કે એ બદલો લઇ શકે અને વળી એને ખાલી ધુતરાષ્ટ્ર સાથે જ બદલો નહતો લેવાનો પણ ભીષ્મને પણ મારવાનું તેને મનમાં ધારેલું, કેમકે આ બધા ની શરૂઆતના મૂળમાં ભીષ્મ જ હતાં તેવું તે દ્રઢપણે માણતો હતો.

ધીરે ધીરે એણે પોતાની જાળ ફેલાવવા નું શરુ કર્યું. એને ખબર હતી કે કૌરવોનો નાશ કરવો આસાન નહિ હોય. બને તેટલા યોધ્ધઓને એક કરવા મંડ્યા અને ધીમી પણ મક્કમ રીતે તેણે કૌરવો અને પાંડવો વચ્ચે ફૂટ પાડવાની શરૂઆત કરી. એનો પ્લાન દૂરનો હતો પણ એનામાં ખુબજ ધીરજ હતી. તેણે કુરુક્ષેત્રના યુદ્ધને ઘણા સમય પહેલા ભાખી લીધું હતું.

કૌરવ વંશ અને આખે આખા હિન્દુસ્તાન ને ખત્મ કરવા માટે એક મોટા યુદ્ધની જરૂર હતી અને એના બીજ નું રોપણ એણે પોતાના ભાણ્યા દુર્યોધનમાં કર્યું. તેણે એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરયા. અરે લાક્ષાગૃહમાંથી પાંડવો અને માતા કુંતીનું બચવું પણ તેની યોજનાનો એક ભાગ જ હતો. અને દ્રૌપદી સ્યયંવર, ઇન્દ્રપસ્થ, યુધિસ્થિરથી આદરેલ રાજસુય ના ઘટના ક્રમ તે કુરુ વંશને નિકંદન માટેની કેડી હતી. 

હવે યુદ્ધ માટે કારણ જરૂરી હતું. એટલે જયારે એ લોકો સોગઠાબાજી રમવા બેઠા ત્યારે જ શકુનીનો પ્લાન પણ આગળ વધ્યો. આ એજ ક્ષણ હતી કે જેને માટે તેને વર્ષોના વર્ષો સુધી રાહ જોયેલી. તેના પાસે ચોપટ બાજીના પાસા તેના ભાઈ અને પિતાના હાડકામાંથી બનેલા હતાં. ભાઈઓ તો તેણે સર્પિત હતાં એટલે તેઓના અસ્થિ પણ શકુનીના તાબામાં હતાં, આ ભાઈઓના અસ્થિથી બનેલા પાસા શકુનીની આણમાં હતાં. એટલે જયારે શકુની તેના પાસા ફેકે ત્યારે એ એવીજ રીતે પડતા જેવી રીતે શકુનીને પાડવા હોય.

આખરે એ રમતમાં પાંડવો હાર્યા અને દ્રૌપદીનું પણ અપમાન થયું. શકુનીનો પ્લાન પાંડવોને ભગાડી મૂકવાનો નહતો, પણ બસ એમને વનવાસમાં મોકલવાનો. એટલે પાંડવો ૧૨ વર્ષ સુધી ક્રોધની અગ્નિમાં બળતા રહે અને આખરે જયારે એ સમય પૂરો થાય એટલે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા.

શાંતિ દુત બની શ્રી કૃષ્ણએ આદરેલા પ્રયાસની નિષ્ફળતા માટે દુર્યોધનની તેઓએ કાનભંભેરણી કરી શ્રી કૃષ્ણણે પાછા તગેડી મૂક્યા માટે, વિદુર અને પિતામહની સામે બંડ પોકારવા પ્રેયો હતો. આમ મહાભારત કથા ના ફલક પર શકુની નું ઘૃણાદાયક પાત્ર હતું , છતાં મહાભારતના સર્વે મહારથીઓ માં કુરુક્ષેત્ર ના યુધ્ધ પછી સર્વે હારેલામાં એક માત્ર શકુની તેના મકસદમાં જીતેલો જણાય છે.

“પાંડુઓ,તમે તકલીફ ના લેશો કોઈ, હું જ કુરુઓની બરબાદી માટે પૂરતો છું."

-

પાસા સાથે જીવ્યો

ઈર્ષ્યામાં તડપ્યો

હારીને જીત્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama