Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Classics Tragedy

3  

Pramod Mevada

Classics Tragedy

એક સબંધ આવો પણ... (ભાગ - 5)

એક સબંધ આવો પણ... (ભાગ - 5)

3 mins
7.4K


ઇશાના મોબાઈલ પર કોઈ અજાણ્યો નમ્બર હતો. કોડ પરથી એટલું ખ્યાલ આવી ગયો કે ઇન્ડિયાથી કોલ હતો. એણે ફોન રિસીવ કર્યો ને સામેના વ્યક્તિનો અવાજ સાંભળતાજ એના ચહેરા પર સ્મિત સાથે આંખમાં આંસુ છલકાઈ આવ્યું. ફોન એના પાપાનો હતો. ઇશાના પાપા પણ સામે રડી પડ્યા. "ઈશા કેમ છે મારા દીકરા ?" 

ઈશા: "પાપા બસ ઠીક છું."

પાપા: "કેમ દિકા આમ ! તારા અવાજ માં આટલી ઉદાસી આટલી બેચેની કેમ?" 

જવાબ ન આપી ઈશા થોડીક વાર તો પછી એણે કહેવું શરૂ કર્યું અને જે પણ બન્યું એ બધું એના બેસ્ટ ફ્રેન્ડ એના પાપા ને કહ્યું કેવી રીતે રિયા સાથે શું બન્યું બધું જ. ઘણી વાર એવું બનતું હોય કે આપણે આપણા ખાસ અંગત વ્યક્તિ સમક્ષ સઘળી વ્યથા સઘળું મનનું વમળ ઠાલવીએ પછી હળવાશ અનુભવીએ. ઈશા પણ એવું જ અનુભવી રહી ફોન પર વાત પત્યા પછી. હવે ખરેખર એને સારું લાગ્યું. રાત્રે ઊંઘ પણ સારી આવી ઇશા ને. કદાચ ઘણા સમયથી એ આવી હળવાશભરી ઊંઘ પામી ન હતી. 

બીજે દિવસ ઈશા જ્યારે જાગી ત્યારે એને રોજિંદી ટેવવશ લેપટોપ ઓન કરી મેસેન્જર ઓપન કર્યું ત્યાં તે વધુ ખુશ થઈ કેમકે ગગનનો મેસેજ આવેલો હતો. ગુડ મોર્નિંગ લખેલો

ઇશાએ પણ સામે રીપ્લાય આપ્યો "વેરી ગુડ મોર્નિંગ"

તરત જ ગગનનો રીપ્લાય આવ્યો "સોરી કાલે તમે રિંગ કરી ત્યારે હું હોસ્પિટલમાં હતો એટલે ફોન રિસીવ ન થઈ શક્યો." 

ઈશા એ રીપ્લાય કર્યો " શુ થયું ? આમતો અંગત કહેવાય એટલે કહેવું ન કહેવું તમારી મરજી." 

ગગન એ રીપ્લાય આપ્યો "એમાં શું ! હવે તો આપણે પણ અંગત થયા જ છીએ. ને એમાં એવું હતું કે મારા મધરને હોસ્પિટલાઈઝડ કર્યા છે એટલે ઘણા દિવસથી ત્યાં જ હતો નેટ પણ ઓપન કરવાનો સમય નતો મળતો"

ઈશા: "ઓહઃ ચિંતા ન કરો સારું થઈ જશે એમને. સારું ચલો હવે હું જાઉં જોબ પર. સાંજે ફ્રી થઇ મેસેજ કરું"

ગગન: "ટેક કેર ડિયર" 

ઈશા એ મેસેજ વાંચ્યા વગર લેપટોપ બંધ કર્યું અને ફ્રેશ થઈ જોબ પર આવી ગઈ. અખો દિવસ એ વિચારી રહી આજે ગગને એને ડિયર કહ્યું ત્યારે કેમ એણે કાઈ કહ્યું નહિ ગગનને ! ક્યાંક એવું તો નથી ને કે એ પોતે પણ કંઈક અલગ લાગણીમાં વહી રહી છે ! ઈશા કૈક મનોમંથન બાદ એક નિર્ણય પર પહોંચી અને સાંજે જ્યારે તેણે મેસેજર ઓપન કર્યું ત્યારે મેસેજ વાંચી રીપ્લાય આપ્યો ગગનને "હાઈ" 

ગગન જાણે કે એના મેસેજની જ રાહ જોતો હોય એમ તેણે "હાઈ" લખ્યું અને બીજી જ સેકન્ડે કોલ કર્યો ઈશાને. બે રિંગ વાગ્યા બાદ તેણે કટ કરી દીધો કોલ 

તરત જ ઇશાનો મેસેજ આવ્યો "કેમ ફોન કર્યો ને કટ કરી દીધો ?" 

ગગન: "મને એમ થયું કે આમ પૂછ્યા વગર ફોન ન કરાય"

ઈશા: "ઓહઃ એવું! મને તો એમ કે ફ્રેન્ડસ વચ્ચે આવી ફોર્માલિટી ન હોય"

ગગને કોઈ રીપ્લાય આપ્યા વગર ફરી કોલ જોડ્યો ઇશાને. 

ઇશાએ ફોન રિસીવ કર્યો. બે સેકન્ડ તો બન્ને કઈ બોલી જ ન શક્યા. કઈક અલગ જ રોમાંચ અનુભવી રહ્યા હતા. માંડ એકાદ મિનિટ વાત કરી ફોન મુક્યો અને પછી તો આ રોજની આદત બની ગઈ ઈશા ને ગગન વચ્ચે. ઈશા જ્યારે પણ એકલતા અનુભવે કે તરત જ ગગનને ફોન કરે. ગગન પણ કૈક હોય એટલે તરત જ ઇશાને ફોન કરે. જોકે હજુ સુધી ઇશાએ પોતાનું આ આઈડી ફેક છે એ ગગનને કહ્યું ન હતું. ઇશાએ તેની એક ફ્રેન્ડને આ વાત કરી અને એની ફ્રેન્ડે એક દિવસ ફેક આઈડી પરથી ગગનને રિકવેસ્ટ મોકલી. ગગને તરત એક્સેપ્ટ પણ કરી લીધી. ગગનને ખ્યાલ ન હતો કે બન્ને ફ્રેન્ડ એકમેક સાથે સતત ટચમાં છે. ગગનને ઇશાને વેલાન્ટાઇન ડે પર પ્રપોઝ પણ કર્યું અને ઇશાએ સૂરીલી રૂપે એક્સેપ્ટ પણ કર્યું. હવે તો બને વચ્ચે ખાસ્સી વાતો થતી. એક દિવસ ઇશાએ ગગનને સરપ્રાઈઝ આપતા કહ્યું કે એ ઇન્ડિયા આવી રહી છે શોર્ટ ટાઈમમાં. ગગનનો પ્રતિભાવ ઇશાને હચમચાવી ગયો. ગગને કહ્યું કે એ ઇશાને નહિ મળે. આ સોશિઅલ સબંધ ફક્ત ટાઈમપાસ માટે જ હોય. આ સબન્ધો કઈ રિયલ લાઈફ સાથે જોડાયેલા ન હોય. 

ઈશા સ્તબ્ધ થઈ ગઈ. એણે ફોન કટ કરી દીધો અને બેડ પર ફસડાઈ પડી. આંખો તો બારેય મેઘ ખાંગા થયા હોય એમ અવિરત વ્હેતી રહી. ચોવીસ કલાક ઈશા એમ જ સતત રડતી રહી. કશુંય ખાધું પણ નહીં. એમ જ રડતા રડતા આખરે ઈશા બેહોશ થઈ ગઈ. એની આંખ ખુલી અને તેણે જોયું તો તે...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Classics