Pramod Mevada

Horror Tragedy


1.0  

Pramod Mevada

Horror Tragedy


જીવતું સ્વપ્ન-૧

જીવતું સ્વપ્ન-૧

3 mins 14.4K 3 mins 14.4K

પંદર ડીગ્રીના ઠંડા વાતાવરણમાં પણ અસિત પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. ધમણ પેઠે ચાલતા એના શ્વાસોશ્વાસ... ચહેરા પર અકથ્ય ભાવ જાણે તે ફરી એ જ સ્વપ્ન જોયુ હશે એવું લાગતું હતું. અચાનક જ તે ઝબકીને બેઠો થઈ ગયો. તેણે બેડની બાજુમાં જ રહેલ ટેબલ પરની લાઇટની સ્વીચ ઓન કરી. આખાય રૂમમાં તેને ગમતો હળવો વાદળી રંગ ઝળહળ થઈ રહ્યો. તેણે બાજુમાં જ સુતેલી રીટા પર નજર કરી. સુંદર ચહેરો... નમણું નાક... ગાલ પર ફેલાયેલી લટ.... અને હમેશનું મનમોહક સ્મિત. રીટા જાણે કે તેના આલિંગનમાં બેફિકર થઈ સૂતી હતી. અસિતના જાગી જવાથી તેણે ધીમે રહી પડખું ફેરવી લીધું અને ઘસઘસાટ સૂતી રહી. અસિત વિચારી રહ્યો... એ આમ ઝબકી જાગી ગયો તોય રીટાને ખ્યાલ ન આવ્યો ! કદાચ આખા દિવસના થાકના લીધે તેને ખ્યાલ નહિ આવ્યો હોય. એમાં તેનો ક્યા કોઈ વાંક છે જ.  

ટેબલ પર પડેલ જગમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરી એક જ શ્વાસે પીધા પછી કઈક રાહત અનુભવાઈ અને તે ઉભો થઇ તેના રાઇટિંગ ટેબલ પર જઈ લેમ્પ ઓન કરી બેઠો. જ્યારથી તેણે એક નવી નવલકથા 'જીવતી લાશ' લખવી શરૂ કરી ત્યારથી લગભગ રોજ એક અજીબ સ્વપ્ન આવતું. સ્વપ્નમાં તે જોતો કે એક ચિતા સળગતી હોય. અંધારું ઘેરાઈ રહેલું હોય ને ચિતા ફરતે લગભગ દસેક જેટલા અઘોરી બાવા નાચતા હોય. એમાંથી એકનું ધ્યાન અસિત પર જતાં જ તે અસિત તરફ ધીમા પગલે આવવાનું શરૂ કરે અને અસિતની આંખ ખુલી જતી.  

માથું પકડી ક્યાંય સુધી એ બેસી રહ્યો. હજુતો એણે આ નવલ લખવી શરૂ જ કરી હતી ને ત્યાં સ્વપ્નની ડરામણી શરૂઆત થઈ હતી. અસિત સતત અનુભવી રહ્યો હતો કે ક્યાંક ને ક્યાંક આ સ્વપ્ન અને આ નવલને કઈક તો સબંધ છે જ ! કઈ ન સુજતા તે ફરી બેડ પર આંખ બંધ કરી સુવાની કોશિશ કરી રહ્યો. શાંત વાતાવરણ, એરકન્ડિશનરની મદ્યમ ઘરઘરાટી વચ્ચે ટેબલ પર મુકેલી ઘડિયાળની ટીક... ટીક... અસિતના મનમાં એક વર્ષો પહેલાં ઉજ્જૈનનાં એક સાધુ બાવાએ કહેલ વાત યાદ આવી ગઈ. તે જાણે કે તે સમયમાં ફરી પહોંચી ગયો.

કોલેજકાળમાં મિત્રો સાથે ઉજ્જૈનની ટ્રીપ વખતે ક્ષિપ્રા નદીનાં કિનારે એક સાધુને એણે દક્ષિણામાં દસ રૂપિયા આપ્યા ને એ સાધુએ એને પાછા આપતા કહ્યું હતું "હમણાં નહિ યોગ્ય સમય આવતાં હું સામેથી માંગી લઈશ. હમણાં તો તારે જરૂર છે એટલે તું રાખ અને હા લે આ પાંચ રૂપિયાનો સિક્કો એ તારા પાકિટમાં રાખજે. ક્યારેય તારું ખિસ્સું ખાલી નહિ રહે." ખરેખર એમના આશીર્વાદ કહો કે અસિતનો સમય. સાચે જ એ પ્રગતિના એકધારા સોપાન સર કર્યે જતો હતો. એણે કોલેજ દરમીયાન જ લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ને તે ટૂંકા ગાળામાં જ સફળ લેખક તરીકે નામના પામ્યો હતો. 

આજે આટલાં વરસો પછી એ વાત આમ યાદ આવવી. નવલકથા લખવાની શરૂ કરી અને આમ રહસ્યમય સ્વપ્ન એપણ એક જ વારે વારે દેખાતું. જરૂર આનું કોઈક તો કનેક્શન છે પણ ક્યાં ને કેમ એ સમજાતું ન હતું. અસિતની આંખ મળી ગઈ ને સવાર પડી ગઈ એ ખ્યાલ ન રહ્યો. અચાનક જ રસોડામાંથી રિટાની ચીસ સાંભળતા જ તેની ઊંઘ ઊડી ગઈ અને તે સફાળો જાગ્યો ને રસોડામાં દોડ્યો. રસોડામાં જઈ તેણે જોયું કે રીટા...(ક્રમશઃ) 


Rate this content
Log in

More gujarati story from Pramod Mevada

Similar gujarati story from Horror