પથરો
પથરો
ચેતવણી...
"આમતો સમજાય એવા સરળ શબ્દ જ છે પણ ન સમજાય તો પથરો વાગશે... પછી કહેતા નહિ કે પથરો વાગ્યો અને હા... બંધ બેસતી પાઘડી મફત મળે તો પણ..."
એક મિત્રનો મેસેજ આવ્યો મને કહે 'જો વહાલા મારુ ડીપી.' ડીપી જોયું સરસ હતું. એક સુંદર કુદરતી દ્રશ્ય હતું. પહાડની ઓથે ઉગતો સૂર્ય... ચાર પાંચ પક્ષીઓ... એકાદ નાનકડું વહેતુ ઝરણું... એમાં ત્રણ ચાર માછલીઓ... એક સુંદર યૌવના ગાગર લઈ પથ્થરની ઓટ પર બેસેલી. મનમાંથી વાહ નીકળી ગઈ. એમને અભિનંદન આપતો મેસેજ કર્યો "પ્રભુ બહુ સુંદર ડીપી છે. ક્યારે બનાવ્યું ?" કદાચ થોડીક વધુ હવા ચાલતી હશે એટલે પ્રભુ ફોર્મમાં આવી ગયા ને મેસેજ કર્યો 'જસ્ટ મનમાં વિચાર આવ્યો ને દ્રશ્ય રચાઈ ગયું.' હવે કદાચ વધુ પડતું થત
ું લાગતા એક સરસ મજાની કાંકરી ઉઠાવી. રંગે થોડીક શ્યામ... આકારે સુડોળ ... તપતિ ગરમીમાં પણ આહલાદક લાગે એવી ઠંડક ધરાવતી આકર્ષક કાંકરી મસ્ત મજાના ઠંડા પાણીમાં સ્નાન કરાવી પવિત્ર કરી ડાબા હાથે વહેતી કરી. "પ્રભુ આ દ્રશ્યમાં આપ ક્યાં છો ? ઝરણામાં તો દ્રષ્ટિગોચર થતા નથી. કે પછી આપ ગાગરમાં સમાઈ નથી ગયા ને ભૂલથી ? જોજો હો ગાગરમાંથી બહાર ન આવતા ક્યાંક ઉપર ઉડતા કાગડાઓ આપને... " પહેલા તો મિત્રને સમજાયું નહીં પણ જ્યારે સમજ પડી ત્યારે એમનો અગનગોળા સમ મેસેજ આવ્યો. 'તને **** બસ ખાલી પથરા જ મારતા આવડે છે. ***** કોઈના સરસ કાર્યને બિરદાવતા શીખ.' સાલું આજે તો પંખા નીચે નથી બેઠો તોય પરસેવો વહી રહ્યો છે. વિચારું છું....એવો તો શું 'પથરો' માર્યો મેં એમને !