Pramod Mevada

Horror Others

2.3  

Pramod Mevada

Horror Others

જીવતું સ્વપ્ન........ Part- 4

જીવતું સ્વપ્ન........ Part- 4

3 mins
14.5K


અસિતે જેવો ફોન રિસીવ કરવા તરફ ધ્યાન આપ્યું અને ગાડી પર કાબુ ગુમાવી બેઠો. ગાડી રોડના છેડે આવેલ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ. સદનસીબે અસિતને સીટબેલ્ટ બાંધવાની ટેવ હતી એટલે એને કઈ ન થયું પણ ગાડીને ખાસ્સું નુકશાન થયું. અજુબાજુમાંથી ઘણા લોકો દોડી આવ્યા. એ લોકોએ જોયું તો અસિત બહાર હેમખેમ નીકળ્યો એટલે થોડીક વાર ઉભા રહી વિખેરાઈ ગયા. અસિત પણ ગાડી રિવર્સ કરી ઘર તરફ જવા નીકળી ગયો. ઘરે આવી અસિતે રીટાને એના ફોનના લીધે બનેલ ઘટના કહી એટલે એ પણ ચિંતા કરવા લાગી. 

      લગભગ દસેક મિનિટ પછી અસિત ફ્રેશ થવા બાથરૂમમાં ગયો અને તેના મોબાઈલમાં રિંગ વાગી. એણે બાથરૂમમાંથી જ રીટાને ફોન રિસીવ કરવા કહ્યું. રિટાએ ફોન રિસીવ કરી વાત કરી. અસિત બહાર આવતા જ એને રીટાએ આવેલ ફોન વિશે વાત કરી અને રસોડામાં ચાલી ગઈ. અસિત હવે શાંતિથી બેસી આજે બનેલ ઘટના યાદ કરી મહારાજે કહેલ વાર્તાનો મર્મ સમજવા પ્રયત્ન કરી રહ્યો. એણે તર્ક નીકાળ્યા... પહેલો તર્ક એ કે એ બ્રાહ્મણનો દીકરો ભલે મહાકાલની કૃપાથી અવતર્યો પણ એની નિયતીમાં જે લખેલું હતું એ મુજબ જ એટલાં વરસ જ એ બ્રાહ્મણ દંપતી સાથે રહ્યો. નિયતી સામે કોઈનું ચાલી શકતું નથી ક્યારેય. 

       ગાડીમાં થયેલ નાનકડો અકસ્માત....છેલ્લા ઘણા વખતથી એની સાથે બની રહેલ ઘટનાઓ..કૈક તો રહસ્ય છે અને એકમેક સાથે સંકળાયેલું છે એ ચોક્કસ. અસિતે ફરી એક વખત શરૂ કરેલ નવલકથા જીવતી લાશ વાંચવી શરૂ કરી. મહારાજે એને જે વાર્તા કહી હતી એની સાથે ઘણું સામ્ય ધરાવતી જ નવલકથા એ લખી રહ્યો હતો. અસિત વિચારી રહ્યો. 'આ કેવી રીતે બની શકે! મારા મનમાં એ વ્યક્તિ જોઈ શકે છે કે એમને ક્યાંકથી ખબર પડી હશે મારા ભૂતકાળ વિશે!?' અસિતને પાયાવિહોણો તર્ક લાગ્યો પણ એક વખત વિચારવા જેવું તો હતું જ કે કોઈ ઓળખાણ વગર ...જેમને એ પહેલી વખત મળ્યો અને એમને આટલી બધી માહિતી હોય એના વિશે! રીટાને કહેવું કે નહીં એ અસમંજસ અનુભવતો હતો ત્યાંજ રીટા આવી અને અસિતની પાસે બેઠી. અસિતનો હાથ હાથમાં લઈ એક હળવું ચુંબન કરતા રીટા બોલી. 'શું થયું જાન? કેમ આટલા બધા વિચારોમાં ખોવાઈ ગયા? મનમાં શું ચાલી રહ્યું છે?' અસિતે રીટાને વધુ નજીક ખેંચી અને પોતાના બાહુપાશમાં સમાવી લીધી. રીટા પ્રેમમય ક્ષણોને આંખો બંધ કરી હળવે હળવે માણી રહી. એ હળવી સિસક સાથે અસિતને ઇજન આપી ઓગળતા મીણની જેમ એના પર ઓળઘોળ થતી રહી. અસિતે ધીમે રહી રીટાને પોતાની બાહોમાં ઉચકી અને બેડરૂમમાં લઈ ગયો. મધુર ક્ષણો માણતા બંને એકમેકમાં સમેટાઈ રહ્યા. 

         રિસામણા કરતાંય પિયુનો મનાવવાનો અંદાજ મોહક લાગે એટલે વધુ ને વધુ રીસ ચડે એમ રીટા અસિતને ઘડીક ઉત્તેજિત તો ઘડીક હતોત્સહ કરી એને વ્યાકુળ બનાવી રહી. અસિત પણ બધું ભૂલી એનામાં ઓગળી રહ્યો. આખીય રાત એક સુંદર મજાનું સ્વપ્ન વાગોળતા બન્ને આહલાદક ક્ષણો માણી રહ્યા. ક્યારે સવાર પડ્યું કઇ જ ખ્યાલ ન રહ્યો. વહેલી સવારે અસિતની આંખ ઘેરાઈ અને તે ઊંઘમાં સર્યો. રીટા પણ તેને વળગીને જ સૂતી હતી. અસિતને સહસા એ જ સ્વપ્ન પાછું દેખાયું. આ વખતે તેણે રીટાને ઊંઘમાં જ કસકસાવી પકડી લીધી જેથી રિટાની આંખ ખુલી ગૌ અને તેણે જોયું તો અસિતનો હાથ તેના ગળા ફરતે કસાઈ રહ્યો હતો. રિટાએ જોરથી બુમ પાડી અને અસિતને ધક્કો લગાવી અળગો કર્યો. અસિત પણ ધક્કો વાગતા નિદ્રાવસ્થામાંથી બહાર આવ્યો અને તેણે જોયું તો રીટા બેડ પરથી હટીને સામે ઉભી ઉભી ધ્રૂજતી હતી. અસિત ઉભી થઇ રીટા પાસે ગયો ત્યાં તો રીટા ફરી જોરથી ચીસ પાડી અને.....................(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Horror