Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

એક સબંધ આવો પણ -14

એક સબંધ આવો પણ -14

4 mins
7.1K


ઈશાએ ધ્યાનથી જોયું તો ટીવી પર ન્યૂઝ આવતા હતા કે ઇન્ડિયામાં વરસાદના લીધે નુકસાન થયું છે. તેને મયુરની ચિંતા થવા લાગી કેમકે તે આવા બધા કાર્યોમાં સ્વયંસેવક તરીકે દોડી જતો. એણે તરત જ મયુરને ફોન લગાવ્યો. તેના આશ્ચર્ય સાથે મયુરે તરત જ ફોન રિસીવ કર્યો અને તે નથી ગયો એમ કહેતા જ ઈશાને હળવાશ અનુભવાઈ. થોડી આડીઅવળી વાતો કરી તેણે ફોન મુક્યો. 

ઇશાએ થોડીકવાર પછી પ્રતીકને મેસેજ કર્યો 'ગુડ મોર્નિંગ' પ્રતિકનો રીપ્લાય ન આવ્યો. ઇશાએ રાહ જોવાનું ઠીક સમજ્યું અને કામમાં પરોવાઈ ગઈ. આજે કામમાં પણ ઇશાનું મન ન લાગ્યું. એને થતું હતું કે પ્રતીક એને રીપ્લાય કેમ નહિ કરતો ! શું થયું હશે આમતો એનો તરત જ રીપ્લાય આવતો પણ આજે એનો કોઈજ જવાબ નથી. કદાચ કોઈક કામમાં હશે એમ માની એણે મન મનાવ્યું. લગભગ બે ત્રણ દિવસ સુધી એને પ્રતિકનો કોઈ જ મેસેજ ન આવતા ચિંતા થવા લાગી. ખબર નહિ કેમ પણ તેને મનમાં એક ડર પણ લાગ્યો કે તેની નજીકના જે પણ મિત્રો હોય તેમની સાથે કઈક ને કઈક બને છે એટલે તેને વધુ ફિકર થવા લાગી. આખરે તેની ધીરજ ખૂટતાં તેણે ધડકતા હૃદયે પ્રતીકને ફોન લગાવ્યો. ફોનની રિંગ તે સાંભળી રહી. આખી રિંગ પુરી થઈ ગઈ પણ પ્રતિકે ફોન રિસીવ ન કર્યો. ઇશાએ ફરી રિંગ કરવાનું વ્યાજબી ન લાગતા તેણે ફોનનો બેડ પર ઘા કરી દીધો અને તે બેડ પર ફસડાઈ પડી. એમ ને એમ તે કેટલી વાર સુધી સૂતી હશે તેનો અંદાજ ન રહ્યો. ઊંઘમાં જ તે સ્વપ્નમાં સરી ગઈ. તેણે જોયું કે તેનો ફોન વાગી રહ્યો છે. 

પ્રતિકનો ફોન હતો તેણે ફોન રિસીવ કરી સીધી જ પ્રતીકને ગાળ બોલી.

ઈશા: '****ખબર નથી પડતી કેમ આટલા દિવસથી કોઈ મેસેજ નથી તારો ? મને અહીં તારી કેટલી ચિંતા થતી હતી.' 

પ્રતીક: 'ઓહ એવું છે ! મને તો એમ કે ખાલી મારે જ ચિંતા કરવાની તારી.'

ઈશા: 'સા**એવું ન હોય દોસ્ત છે તો ચિંતા થાય જ ને તારી.' 

પ્રતીક: 'હમ્મ વાત તો સાચી.'

ઈશા: 'બોલ ક્યાં હતો આટલાં દિવસ ?'

પ્રતીક: 'અરે અહીં જ હતો પણ તબિયત જરાક બગડી હતી એટલે ઓનલાઇન ન હતો.' 

ઈશા: 'ડોબા...એક વાર કહેવાય ને મેસેજ કરીને કે તબિયત ખરાબ છે. અહીં મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી કે શું થયું કેમ આ ગધેડો ગાયબ થઈ ગયો.' 

પ્રતિક: 'સોરી ઈશા હવે તને કહીને જ બીમાર પડીશ બસ.' 

ઈશા: 'એટલે તારે ફરી બીમાર પડવું છે હહ ! એક ઝાપટ વળગાડીશ તો બધી ચરબી ઉતરી જશે'

પ્રતીક: 'એમર્પણ ક્યાં ચરબી છે જ કે તું ઝાપટ મારે ને ચરબી ઉતરે'

ઈશા: 'ઓહહો એવું છે'

પ્રતીક: 'હા હો એવું જ છે'

અચાનક જ સ્વપ્નમાંથી ઝબકી જાગી ઉઠી ઈશા. તેણે સામે જોયું તો મીના ઉભી હતી. ઈશા વિચારવા લાગી શું આ સ્વપ્ન હતું ! બીજી જ પળે તે સ્વસ્થ થઈ મીના સામે જોવા લાગી. મીનાએ કહ્યું "મેડમ હવે ઊંઘમાંથી જાગી ગયા હોવ તો આવો જમી લઈએ." ઇશાએ કહ્યું "હા મેડમ બસ પાંચ મિનિટમાં આવું." ઈશા ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. 

ઈશા અને મીના જમ્યા પછી બહાર આંટો મારવા નીકળ્યા. રસ્તામાં મીનાએ પૂછ્યું "ઈશા મેં તને જગાડી ત્યારે તું કોઈ સ્વપ્ન જોઈ રહી હતી." 

ઈશા ચોંકી ગઈ અને મીનાને પૂછ્યું "તને કેમની ખબર પડી !" 

મીના: "તારા ચહેરાના હાવભાવ જ કહી આપતા હતા કે તું સ્વપ્ન જોઈ રહી છે. હવે કહે તો ખરા કે શું સ્વપ્ન જોઈ રહી હતી." 

ઈશાએ તેને સ્વપ્નની વાત ટૂંકમાં કહી. મીનાએ પુરી વાત સાંભળી અને ઈશાને કહ્યું "તને ખબર છે આ સ્વપ્નનો અર્થ શું થાય?" 

ઈશા: "લગભગ હા અને લગભગ ના પણ તું કહે કે શું અર્થ થાય."

મીના: "જો ઈશા આ સ્વપ્નના ઘણા અર્થ નીકળી શકે પણ અગત્યનું એ છે કે તને કયો અર્થ યોગ્ય લાગે છે. એક અર્થ થાય કે તને પ્રતિકની ચિંતા છે એટલે જ આવું સ્વપ્ન આવ્યું. બીજો અર્થ એપણ થઈ શકે કે પ્રતીક અને તું ઘણા નજીક આવી ગયા છો. એમ કહી શકાય કે દોસ્તી અને પ્રેમની જે પાતળી ભેદરેખા છે તેની નજીક છો બન્ને જણા." 

ઈશા: "મીના વાત કદાચ સાચી તારી પણ સત્ય એ છે કે પ્રતીક ને હું બન્ને ફક્ત સારા મિત્રો જ છીએ ને મિત્રો જ રહીશું એ નક્કી છે કેમકે પ્રતીક સાથે આ વિશે ચર્ચા થઈ ચૂકી જ છે." 

મીના: "તો સારું કહેવાય અને પ્રતીક તારો સાચો મિત્ર બની રહેશે એમ કહી શકાય." 

બન્ને ટહેલતા ટહેલતા ઘરે આવી ગયા. ઇશાએ મોડી રાત્રે લેપટોપ ચાલુ કરી પ્રતિકનો કોઈ મેસેજ છે કે નહીં એ ચેક કર્યું અને નિરાશ થઈ. લેપટોપ બંધ કરી સુઈ ગઈ. ઈશાને ખબર ન હતી કે આવતી કાલની સવાર તેના માટે કેવી ઉગવાની છે. બીજા દિવસની સવાર પડી અને....(ક્રમશઃ)


Rate this content
Log in