Pramod Mevada

Horror Others


4  

Pramod Mevada

Horror Others


જીવતું સ્વપ્ન-૬

જીવતું સ્વપ્ન-૬

4 mins 14.1K 4 mins 14.1K

અસિત હજુતો પૂરું અવલોકન કરે એ પહેલ જ એ સાધુએ એને કહ્યું 'જય ગિરનારી' અસિતે સામે હાથ જોડી કહ્યું "જય ગિરનારી" અસિત કઈ પૂછે એ પહેલાં સાધુએ એને કહ્યું 'બેટા અહીં આવ્યો છે તો શિખર પર દત્તાત્રેય ભગવાનના દર્શન કરજે તારી મનમાં રમતી ઈચ્છા પૂરી થશે.' અસિતે એમને હાથ જોડ્યા અને કંઈક કહેવા જાય એ પહેલા તો સાધુ આગળ જવા નીકળી ગયા. ફરી એક વખત અસિતના મનમાં પેલું વાક્ય વીજળીની જેમ ઝબકયું 'તારા સવાલોના જવાબ ત્યાં આપોઆપ મળી જશે.' વિક્રમ અને અસિત બન્ને જણા અંદર જઈ દર્શન કરી આવ્યા. વળતા દામોદર કુંડનો મહિમા કહેતા વિક્રમે કહ્યું કે અહીં પરિક્રમાનું મહત્વ છે એ પરિક્રમા આ દામોદર કુંડમાં સ્નાન કર્યા પછી જ પૂર્ણ થઈ ગણાય. રસ્તામાં વિક્રમે અસિતને પરિક્રમા વિશે ઘણી જાણકારી આપી. અસિત માની જ ન શક્યો કે પરિક્રમાનાં પાંચ દિવસ દરમિયાન એક નાનકડું જીવજંતુ પણ જોવા ન મળે ! સામાન્ય કીડી કે મંકોડા તો જોવા મળે જ ને ! એણે વિક્રમને આ સવાલ પૂછ્યો એટલે વિક્રમે એક વાક્ય કહી ટૂંકમાં પતાવ્યું. 'સર તમે એક વખત પરિક્રમા કરો તમને સમજાઈ જશે કે મેં કહ્યું એ જરાય અતિશયોક્તિ નથી.' અસિતે કહ્યું "હા જ્યારે એનો હુકમ થશે ત્યારે આ મેળાની જેમ આપોઆપ અકી જ જવાશે." 

પાછા વળતા અંધારું થઈ ગયું હતું. વિક્રમ અને અસિતે ચાલતા જ પાછા ફરવાનું નક્કી કર્યું હતું એટલે દામોદર કુંડની જગ્યાએથી બહાર નીકળી આગળ રસ્તામાં એક જગ્યાએ વિક્રમ અટક્યો અને અસિતને પાછળ ગિરનાર ડુંગર સામે જોવા કહ્યું. અસિતે પાછળ વળી જોયું અને તે જોતો જ રહી ગયો. અહાહા આવુ અદભુત દ્રશ્ય....ડુંગર ચાંદનીના અજવાશમાં મોહક દેખાઈ રહ્યો હતો. ધ્યાનથી જોઈ રહેતા વળી બીજી એક બાબત અસિતના ધ્યાનમાં આવી. એને આખાય ડુંગર પર ૐ લખ્યું હોય એવો ભાસ થયો. એણે વિક્રમને પૂછ્યું. "ભાઈ મને આ ૐ દેખાય છે એ શું છે ? ખરેખર ૐ લખેલો છે આખાય ડુંગર પર કે બીજી કોઈ કરામત છે ?" જવાબમાં વિક્રમે કહ્યું 'સર તમે જે ૐ જોઈ રહ્યા છો એ વાસ્તવમાં ગિરનાર પર જવાની પગદંડી છે જ્યાં સ્ટ્રીટલાઈટના થાંભલા છે. કુદરતી રીતે એ પગદંડી એવી રીતે જ બનેલી છે કે દૂરથી ડુંગર સામે જોતા ૐ દેખાય. દિવસે અજવાળામાં આપણા ધ્યાન બહાર જાય પણ રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળા આપણને ૐ દેખાડે.' ફરી એક વખત અસિતના હાથ આપોઆપ ગર્વ ગિરનારને જોડાઈ ગયા.

વિક્રમના ઘરે પહોંચતા અસિતે જોયું તો એના મમ્મીએ જમવાનું બનાવી રાખ્યું હતું. અસિતની ધારણા હતું કે એ બહાર હોટેલમાં જમી લેશે પણ એને કાઠિયાવાડની ધરતીની મહેમાનગતિનો અંદાજો નહતો. એણે સવિનય વિક્રમને જમવાની ના કહી પણ વિક્રમ એને પરાણે જમવા લઈ ગયો. અસિતને વળી પાછું એક વાક્ય યાદ આવી ગયુ. એણે ક્યાંક વાંચ્યું હતું. 'કાઠિયાવાડની મહેમાનગતિ જોઈ ભગવાન પણ રોકાઈ જાય' આજે સાક્ષાત અનુભવ થતા એ શહેરની અને અહીં ગામડાની તુલના મનોમન કરવા લાગ્યો. એટલામાં જ વિક્રમના મમ્મીએ થાળી પીરસી. બાજરીનો સરસ મજાનો રોટલો... ડુંગળી બટાકાનું તીખું શાક... કેરીનું અથાણું અને તળેલા મરચાની ચીર...જોડે છાશનો મોટો કળશિયો. અસિત ફોરમાલિટી કરતા બોલ્યો. "માડી આટલું બધું નહીં ખવાય મારાથી. તમે નાહક તકલીફ લીધી." વિક્રમના મમ્મી રુપાઆઈ એમની તળપદી પણ મીઠી ભાષામાં બોલ્યા 'બટા ખવાય એટલું ખાજે. ઓછું ન લાવતો મનમાં આ તારું જ ઘર સે. જો તો ખરા આમ આવો સુકાયેલો છે. વિક્રમ જો કેવો અલમસ્ત છે. સાવજને ભારે પડે એકલેહાથે.' અસિત બોલ્યો "હા માડી મને પણ મારું એક નવું ઘર મળ્યું છે જ્યાં મને પણ જરાય અજાણ્યું નથી લાગતું. મને એવું જ લાગે છે જાણે કે હું અહી જ મોટો થયો છુ." માડી બોલ્યા. 'બટા... તું ભલે અહીંનો નથી પણ મારો કાળિયો ઠાકર તો મને એવું જ કે સે કે તું ય મારો દીકરો જસો.'

વિક્રમ વચમાં એમને ટોકવા ગયો કે 'માડી આ મોટા માણસ છે. લેખક છે.' માડી બોલ્યા 'સે તો આપણા જેવો માણહ જ ને ! પસી હું સે' અસિતે પણ હામી ભરતા કહ્યું "હા માડી તમારી સાથે વાત કરતા ને તમારું હેત જોઈ મને લાગતું જ નથી કે હું અજાણ્યો છું. હું તમને માડી કહું તો ગમશે ને ?" માડી બોલ્યા 'બટા ગમવા ન ગમવાનું હું એમાં? તારું મન કયે એ કર તને રસ્તો દેખાડશે કાળિયો ઠાકર.' અસિત પળભર ચોકયો વિચારે ચડી ગયો. 'આ શબ્દો....આ વાક્યો એમજ વારે વારે નથી આવતા ! કૈક તો છે જે મને રાહ દેખાડી રહ્યું છે ને નિયતી તરફ દોરી રહ્યું છે.' જમી પરવારી અસિત અને વિક્રમ સુવા ચાલ્યા. પરસાળ વટાવી પાછળ એક ઓરડાની બાજુમાં થઈ નિસરણી ચડી ઉપરના માળે બનાવેલ રૂમમાં સુવાનું હતું. વિક્રમ આગળ ચાલતો હતો. અચાનક ચાલતા ચાલતા વિક્રમ અટક્યો અને ઇશારાથી અસિતને ત્યાંજ થોભવા અને ચૂપ રહેવા કહ્યું. અસિત ત્યાં જ ઉભો રહી ગયો. વિક્રમે ધીમેથી નિસરણીની બાજુમાં આવેલ સ્વીચ ચાલુ કરી અને ઉપર તરફ ચાર પગથિયાં ચડ્યો ત્યાં અચાનક જ...(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Pramod Mevada

Similar gujarati story from Horror