Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Romance Crime Thriller

4  

Pramod Mevada

Romance Crime Thriller

એક સબંધ આવો પણ... (ભાગ - 9)

એક સબંધ આવો પણ... (ભાગ - 9)

4 mins
14.3K


ઈશાની આંખ ખુલી અને તેણે જોયું તો મયુર તેની પાસે બેસી તેના વાળમાં હાથ પસવારી રહ્યો હતો. મયુરની સામે જોઈ ઇશાએ હળવું સ્મિત કર્યું અને તેના આહલાદક આશ્લેષમાં પોતાને સલામત અનુભવતી ફરી સુઈ ગઈ. મયુર ક્યાંય સુધી તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો તેને પણ સમયનો અંદાજો ન રહ્યો. સવારે મયુરની આંખ ખુલી અને તેણે ઇશાને હળવેકથી ચૂમી અને ગુડમોર્નિંગ વિશ કર્યું અને તે ફ્રેશ થવા ગયો. 

ઈશાને અચાનક જ કંઈક યાદ આવતા એણે મોબાઈલ હાથમાં લીધો અને નેટ ઓન કરી મેસેન્જર ઓપન કર્યું. તેણે લગભગ મહિના પછી આજે ફરી તેનું ફેક આઈડી વાળું એકાઉન્ટ ખોલ્યું અને તેની ધારણા મુજબ ગગનનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો. બીજા બધાના મેસેજ ચેક કરતા કરતા અચાનક જ તેનું ધ્યાન એક નવા મેસેજ પર ગયું. ઘણી રિકવેસ્ટસ ઍક્સેપ્ટ કરતા કરતા એડ કરેલું એક નામ હતું પ્રતીક મારવાડી. એડ કર્યા પછી કોઈ જ મેસેજ કે બીજી કોઈ ફોર્મલિટી ન હતી પ્રતિકની.  

અરે હા... યાદ આવ્યું. ઇશાએ ઇન્ડિયા આવતી વખતે ગુડ બાય પોસ્ટ મૂકી હતી તેના સૂરીલી વાળા આઈડી પર તેના રીપ્લાયમાં આ મેસેજ હતો પ્રતિકનો. ઇશાએ મેસેજ વાંચ્યો 'ઇન્ડિયા આવો અને સમય મળે ત્યારે રિવરફ્રન્ટ જજો તમને મજા આવશે.' બસ આટલું જ! બીજી કશુંય નહિ! કય નહિ આજે રિવરફ્રન્ટ જોઈ આવીએ. ખબર તો પડે કે શું છે ત્યાં?  એટલામાં જ મયુર ફ્રેશ થઈ બહાર આવ્યો હોય એવું લાગ્યું એટલે ઇશાએ ઝડપથી તેનું આ ફેક આઈડી લોગ આઉટ કરી અને મોબાઈલ મૂકી દીધો. મયુર તેની પાસે આવ્યો અને વ્હાલથી તેના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું, "આજે સારું છે મેડમને તો ક્યાંક બહાર જઈશુ ફરવા માટે? આવી ત્યારથી આ ઘટના બની એટલે ક્યાંય જઇ શકાયું નથી. તું પણ કંટાળી હોઈશ એવું લાગી રહ્યું છે." 

ઈશા ચોંકી અને બોલી, "તમને કેવી રીતે ખબર પડી કે હું કંટાળી છું!" 

મયુર રોમેન્ટિક અંદાજમાં હાથની એક્શન કરતા બોલ્યો, "હમને આપસે બેઇન્તેહા પ્યાર કિયા હે મેડમ. અગર હમ નહિ જાણ પાયે તો ઓર કોન જાન પાયેગા!" 

ઈશા એ તેને પોતાના આશ્લેષમાં ખેંચી લીધો અને એક તસતસતું ચુંબન આપી દીધું. બન્ને કેટલીક વાર સુધી એમજ પ્રણયની પળો માણતા રહ્યા. મોબાઇલની રિંગ વાગતા પ્રણયમાં ભંગ પડ્યો ને કઈક કંટાળાજનક રીતે મયુરે મોબાઇલ હાથમાં લઈ જોયું તો એની ઓફિસેથી ફોન હતો. તે તરત બહાર નીકળી વાત કરવા લાગ્યો. આ તરફ ઈશા પણ ઉભી થઇ અને બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ.  

ઈશા આવી અને મયુર અને તે બન્ને સાથે બહાર જવા નીકળ્યા. હજુતો ગાડી કોલોની બહાર પણ નહીં નીકળી હોય ત્યાં ઇશાએ એના પાપાને આવતા જોયા એટલે મયુરને બ્રેક મારવા કહ્યું. ઇશાએ પાપાને મળી કહ્યું કે તે અને મયુર બન્ને બહાર જઈ રહ્યા છે. ઇશાના પાપાએ કહ્યું સારું જઈ આવો તને પણ સારું લાગશે. અને પછી બન્ને જણા નીકળી પડ્યા. ઇશાને લોન્ગ ડ્રાઈવ ગમતી આ મયુરને ખબર હતી એટલે જ તેણે આજે બાઇક પર બહાર લોન્ગ ડ્રાઈવ માણવાની તૈયારી સાથે જ બહાર નીકળ્યો હતો.

બન્ને ખૂબ જ રખડયા બાઇક પર. બપોરે બહાર જ જમી લીધું અને ફરી નીકળી પડ્યા. આસપાસનો નજારો માણતા માણતા બન્ને ફરી લગ્ન પછીનો એ સુવર્ણકાળ યાદ કરી રહ્યા હતા.  

અચાનક બાઇકની બ્રેક વાગતા ઇશાની મનમાં ચાલતી યાદોની વણઝાર થંભી અને તેણે આસપાસ જોયું. મયુરે એક ચાની લારી પર બાઇક ઉભી રાખી હતી. તેણે એક ચાનો ઓર્ડર આપ્યો અને ઈશા સામે જોયું. ચોંકવાનો વારો હવે ઇશાનો હતો. અરે...આતો એ જ લારી જ્યાં બન્ને પહેલા ચા પીવા આવતા હતા. બન્ને એ ફરી એ પળો તાજી કરી. ચાની લહેજત કરતા જૂની યાદગીરીની મીઠાશ કેટલીય વાર સુધી જીભ પર ને મનમાં પ્રસરી રહી. સાંજ ઢળવાની તૈયારી કરી રહી હતી. હવે મયુરે બાઇક ઘર તરફ વળાવી અને થોડી ઝડપ વધારી. ઇશાએ મયુરને ટોક્યો પણ ખરા કે શું ઉતાવળ છે ધીમે જ ચલાવને. મયુર ન માન્યો અને તે ઝડપથી બાઇક ચલાવતો રહ્યો. આખરે ઘર નજીક આવતા જ ઇશાએ રાહતનો શ્વાશ લીધો. ઘરે પહોંચતા જ તેણે મયુરને હળવી ટપલી મારતા કહ્યું, "તેતો મારો જીવ અધ્ધર કરી દીધો હતો. આટલું ફાસ્ટ બાઇક ચલાવાય! કઈ થઈ જાત તો!" 

મયુર જવાબમાં ફક્ત સ્મિત આપતો હતો જાણે કે એ કહી રહ્યો હોય "હું તારી સાથે છું પછી શું ડર?!" 

એ રાત ઈશા જાણે કે લગ્ન પછીની પહેલી રાત ફરી માણી રહી. એમપણ હવે થોડાક દિવસમાં તો એને પાછા જવાનું છે કેમકે તેની રજાઓ પુરી થતી હતી અને જોબ પર હાજર થવાનું હતું. એ હવે પછીના બચેલ દિવસો મનભરી માણી લેવા માંગતી હતી. આપણે ધારીએ એમ જિંદગી ચાલે તો ઈશ્વરનું વજૂદ શું! અને આખરે એવું જ બન્યું. ઈશા માંડ હજુતો બે ત્રણ દિવસ સરસ પળો પોતાની યાદગીરીમાં સમાવી જ રહી ત્યાં તો......(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance