Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Crime Thriller

3.5  

Shanti bamaniya

Crime Thriller

અપહરણ

અપહરણ

3 mins
257


અમુક લોકો વાઈરસ જેવા હોય છે જીવનમાં આવે છે અને સુખ-શાંતિ નામનું ફોલ્ડર ઊડાડીને જતાં રહે છે બસ આવું જ થયું નીરવની જિંદગીમાં એનું અપહરણ કરવામાં આવ્યું. નીરવ વિચારતો હતો મારું અપહરણ કેમ કરવામાં આવ્યું છે ? મારા તો કોઈ જ દુશ્મનો નથી ! તેને આંખે પાટા બાંધીને ગાડીમાં લઈ જવામા આવી રહ્યો હતો.

એને એક અન્ડરગ્રાઉન્ડ લેબમાં લઈ જવામાં આવ્યો અને તેમાં તેને પૂરી દેવામાં આવ્યો હતો ..તેની આંખો પરથી કાળી પટ્ટી હટાવી લેવામાં આવી હતી. તેણે જોયું તો આખું એક કોમ્પ્યુટર લેબ હતી. જેમાં અંદરખાને ગેરકાનૂની કામ થઈ રહ્યા હતા.. મોટી મોટી કંપનીઓ, બેંકની જાણકારી અન્ય દેશોના નકશા દિવાલો ઉપર લગાવેલા દેખાતા હતા.

અંડર ગ્રાઉન્ડ લેબમાં કોમ્પ્યુટર દ્વારા મોટી મોટી કંપનીઓ અને બેંકોના ડેટા ચોરી ને તેમને લૂંટવામાં આવી રહ્યા હતા.

આ બધું જોઈને નીરવ ડઘાઈ જ ગયો અહી તો ખૂબ મોટા પાયે દેશ વિરોધી કામ થઈ રહ્યા છે.

દિવાલ ઊપર બીજા દેશના નકશા જોઈને એવું લાગી રહ્યું હતું કે ..આ ગેગ હવે કોઈ બીજા દેશ ને ગુપ્ત જાણકારી આપવા માંગે છે.

નીરવ ને બધું સમજાઈ ગયું હતું કે .અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો કે ..ઊપાય છે ..નહીં હવે શું કરવું.. અપહરણ એમને એમ તો નહીં જ કરવામાં આવ્યુ હોય..દુશ્મન દેશો ને દસ્તાવેજો આપીને ખૂબ મોટી રકમ આ ગેંગને પડાવી હશે એવું લાગે છે.

એટલામા દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.

એક વ્યક્તિ તેની સામે આવીને ખુરશીમાં બેઠી અને બોલી "હલો."

" મિ. નીરવ "

કેટલાય સમયથી તમારી ઉપર નજર રાખી રહ્યો છું.

તમને લાગતું હશે કે.. મને કેમ લાવવામાં આવ્યો છે.. તો તમે સાંભળી લો કે ..મારે તમારું કામ છે .તમે બેસ્ટ કોમ્પ્યુટર એન્જિનિયર છો. તમારે એક ડેટા બનાવવાનો છે..અને એવો વાયરસ બનાવવાનો છે.. જેનાથી મારું કામ આસાન થઈ જાય.

મારું કામ પૂરું થતા તમને છોડી મૂકવામાં આવશે અને "ના" જવાબ હું સાંભળતો નથી તેનુ પરિણામ ખરાબ આવશે. હવે તમે નક્કી કરી લો કે તમારે શું કરવું છે.

નીરવ સમજી ગયો હતો કે ના પાડી ને કોઈ ફાયદો નથી.. આખરે મોત જ મળશે. એના કરતા હા પાડવી સારી કદાચ વિચારવાનો ટાઈમ મળી જાય..

"ઓકે મિ. ડોબરીયાલ"

કામ પૂરું થતા તમે મને આઝાદ કરશો એવી હું આશા રાખું છુંં.

ખુબ સરસ જલ્દી માની ગયા ચલો તો તૈયાર થઈ જાવ કામ પૂરું થતા તમે આઝાદ છો.

"ઓકે"

વાઈરસ નો ડેટા બનાવવામાં એક અઠવાડિયા નો ટાઈમ લાગ્યો.

તમારા કહ્યા પ્રમાણે તૈયાર થઈ ગયો છે વાયરસ નો ડેટા. પેન ડ્રાઈવ આપતા નીરવ એ કહ્યું.

"ખુબ સરસ ખૂબ જલ્દી કામ પૂરું કરી લીધું

મિસ્ટર નીરવ ચલો તો હવે તૈયાર થઈ જાઓ આઝાદ થવા માટે"

ઈશારો કરીને" મિસ્ટર નીરવ નું કામ તમામ કરી દેવામાં આવે હવે તમારે જીવીને શું કરવું છે."

હા..હા..‌હા.. મિસ્ટર ડોબરીયાલ તમે બધાના બોસ ભલે હોય પણ આ કોમ્પ્યુટરનો માસ્ટર હું છું.. તમને જે ડેટા સોંપ્યો છે .. તે મારા પાસવર્ડ વગર ખુલશે જ નહીં ..તમે તમારી જાતને બુદ્ધિમાન માનો છો. ક્યારેય વિચાર્યું છે. કે ..કોઈપણ સર્વર પાસવર્ડ વગર ખુલશે જ નહીં.

મિ. ડોબરીયાલ "શું કહ્યું"

તમારા બધા જ કોમ્પ્યુટર ની સિસ્ટમ ચેક કરીને જુઓ એટલે ખબર પડી જશે.‌ બધા જ કમ્પ્યુટર પાસવર્ડથી હેક થઈ ગયા છે.. બધી જ જાણકારી મારા હાથમાં છે મારા પાસવર્ડ વગર કશું જ નહીં થઈ શકે. મારા હાથે મારા દેશના દુશ્મનોને જે ડેટા આપવા માગતા હતા તે વાયરસે તમારા કોમ્પ્યુટરને હેગ કરી લીધુ છે.

હવે મારું જે થવું હોય એ થશે પણ તમે હવે નહીં બચી શકો.

બધી જ જાણકારી દેશની બેસ્ટ સિક્યુરિટી જોડે પહોંચી ચૂકી છે.

હા..હા..‌હા

ગુસ્સામાં "મારા બધા જ પ્લાન પર પાણી ફરી વળ્યું હવે તો હું તને નહી છોડુ. ઊડાવી દો મિસ્ટર નીરવને.

મારી નાખવાનો હુકમ આપતાં સુધીમાં તો સિક્યુરિટી અહીં પહોંચી ચૂકી હતી અને મિસ્ટર ડોબરીયાલ ને ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા.!

નીરવની જિંદગીમાં આનંદની પેન ડ્રાઈવે એન્ટ્રી લઈ લીધી અને ચિંતા ના વાયરસે બ્રેકઅપ કરી લીધુ ..!


Rate this content
Log in

Similar gujarati story from Crime