Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Classics Tragedy

3.7  

Mariyam Dhupli

Inspirational Classics Tragedy

લિવ ઈન લિવ આઉટ

લિવ ઈન લિવ આઉટ

3 mins
21.3K


આઠમા ધોરણમાં ભણતી સંધ્યા શાળાએથી ઘરે પરત થઇ રહી હતી. શેરીમાં દરરોજ પ્રસરતી શાંતિની જગ્યાએ કંઈક ખળભળાટ મચી રહ્યો હતો. પોતાના ઘરની સામેના મકાનમાંથી આવી રહેલા ઊંચા અવાજો એના તરુણ કાનોમાં સ્પષ્ટ ઝીલાઈ રહ્યા હતા. એ અવાજો વચ્ચે અનન્યા દીદીના ડૂસકાંઓ ને રડવાનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. એમના માતાપિતાના અગનજ્વાળા જેવા શબ્દો પરિસ્થિતિની હકીકતથી અવગત કરાવી રહ્યા હતા :

"છોડી ગયો ને તને તરછોડીને..."

"લગ્ન વિનાના આવા સંબંધો પાસે બીજી કઈ અપેક્ષા રખાય ?"

"આખા સમાજની વચ્ચે મારું માથું શરમથી ઝૂકી ગયું આજે..."

"આ દિવસ જોવા માટેજ તને જન્મ આપ્યો હતો ?"

"જા, કશેથી ઝહેર લાવી આપ... આ બધું જોવા પહેલા અમે મરી શા માટે ન ગયા ?"

"સાત ફેરાઓ અને મંગળસૂત્ર જ સ્ત્રીનું સાચું સુખ અને સન્માન હોય છે..."

"લગ્નના સંબંધમાંજ એક સ્ત્રીને સાચી ખુશી અને આદર મળે..."

સંધ્યાનું તરુણ હૃદય અંદરોઅંદર પરિસ્થતિનું પૃથક્કરણ કરી રહ્યું. થોડા મહિનાઓ પહેલાંજ અનન્યા દીદી કોઈ યુવક જોડે ભાગી ગયાં હતાં. પણ લગ્ન કરવા માટે નહીં... પેલું શું કહેવાય ? હા... લિવ ઈન રિલેશનશિપ ! એકબીજાની જોડે લગ્ન કર્યા વિનાજ રહેવાનો સંબંધ ! પોતાના માતાપિતાની વાતો ચોરીછૂપે સાંભળી હતી. સમાજમાં એવા સંબંધો ખૂબજ ગંદા કહેવાય. એમાં સમાજની માન્યતા કે વડીલોના આશીર્વાદ ન હોય. સુરક્ષા પણ ક્યાંથી હોય ? એક સ્ત્રી તો લગ્નના પવિત્ર બંધનમાંજ સંપૂર્ણ સુરક્ષિત અને આદરપાત્ર !

પોતે તો પોતાની મોટી બહેનની જેમજ માતા પિતાની પસંદગીના યુવક જોડેજ લગ્ન કરશે. એ પવિત્ર બંધનથીજ એને સુરક્ષિત અને આદર સન્માન ભર્યું જીવન મળશે. પોતાની જાતને વચન આપતી સંધ્યા ઘર ભણી ઉપડી.

ઘરનું બારણું આમ ખુલ્લું જ કેમ છોડાયું હતું ? બાપુજી આજે કેમ જલ્દી ઘરે આવી ગયા ? બા મંદિરે ન ગઈ ? અંદર તરફથી કેટલાક ડૂસકાંઓનો અવાજ સાંભળતાજ એ ચોંકી... આ તો એની મોટી બહેન... આ સમયે... આ રીતે...?

અંદરના ઓરડાનું દ્રશ્ય નિહાળતાંજ એનું તરુણ હૃદય હચમચી ગયું. બા બાપુજી આગળ ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી બહેનના ચ્હેરા ઉપરના મારના નિશાનો અને સૂજેલી આંખો બધીજ હકીકત બયાન કરી રહી હતી.

"તું ચિંતા ન કર એ લોકોની જે કઈ પણ માંગણી હોય આપણે પૂરી કરી દઈશું..." બા દયનીય સ્વરમાં બોલી રહી.

"નહીં... જરાયે નહીં... મારી દીકરી અહીંજ રહેશે... એના પોતાના ઘરમાં... પુલીસને જાણ કરી બન્ને મા -દીકરાને અંદર કરાવીશ..." ગુસ્સામાં લાલ પીળા બાપુજી ઘરની બહાર નીકળી ગયા...

સંધ્યા ફાટી આંખે બાને વળગીને રડી રહેલી પોતાની બહેનને જોઈ રહી. એની નજર બહેનની માંગમાં પુરાયેલા સિંદૂર અને ગળામાં લટકી રહેલા મંગળસૂત્ર પર હેરતથી જડાઈ રહી...

એ તરુણ હૃદય હેબતભર્યું ગૂંચવાઈ રહ્યું :

"સાત ફેરા ફરવા છતાં એની બહેનની સુરક્ષાને આદર શા માટે ન જળવાયા ?"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational