Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Crime Drama Tragedy

2  

અશ્ક રેશમિયા

Crime Drama Tragedy

અભરખા

અભરખા

11 mins
7.4K



'અરે, અર્શિતભાઈ! તમે ને અહીંથી? અને વળી, આટલાં મોડાં?' અર્શિતની પડખે જ બાઈક ઊભું રાખતાં કહ્યું. કહેવાવાળા ભાઈ ચહેરા પર ન કળી શકાય એવું ગજબનું હાસ્ય રેલાવી રહ્યાં. દાઢમાં ન કળાય એવું મારકણું છતાં મીઠું મલકી રહ્યાં. એનાં મનોભાવો પરથી મનમાં કંઈક અલગ મિજાજ હોય એવું અર્શિતને લાગ્યું. કિન્તું એણે મનમાં ધર્યું નહીં, ને ઉત્તર વાળ્યો: 'હા, સાહેબ! આ કામમાં થોડું વધારે મોડું થઈ ગયું.' કહીને એણે લાઈટબીલનો ચોપડો કહેનારની આંખ સામે ધર્યો.

મતલબ વિનાની ચર્ચા કર્યા બાદ બંને ત્યાંથી વિખૂટા પડ્યા.

ગલીનાં નાકે વળાંક લેતાં જ અર્શિતની વાહે નજર પડી. એણે જોયું તો એને સવાલ કરનાર એ જે ગલી-ઘરેથી નીકળ્યો હતો એ તરફ વળ્યો. કંઈક રંધાઈ જવાનો એને વહેમ પડ્યો, પણ તત્ક્ષણ છોડ્યો. એની જાણ બહાર એનું હૈયું ધમણ થવાં તરફ વળી રહ્યું.

અર્શિતને ઉપરનો સવાલ કરનાર એનાં ઉપરી સાહેબ હતાં. બંને એક જ જગ્યાએ નોકરીએ હતાં.

અર્શિતનાં એ સાહેબનું નામ ચંચુદાસ.

'પેલો અર્શિતીયો કેમ આવ્યો હતો?' ચંચુદાસે કરડા હોઠે ડુંગળી જેવા ડોળા કાઢીને પૂછ્યું.

પાણીનો ગ્લાસ આપતાં દીલાવરીબેને વિનાં કોઈ હાવભાવે ટૂંકમાં ઉત્તર વાળ્યો: ' લાઈટબીલ આપવાં આવ્યા હતાં.' કહીને એમણે પાલવ સરખો કર્યો.

પાણીનો ઘુંટડો ભરતાં - ભરતાં ચંચુદાસની વહેમાયેલી નજરોએ દિલાવરીને નખશિશ કરી. ક્યાંય કપડાલતાનો કે એનાં દીદારમાં વેરવિખેર ન જોતાં ચંચુદાસનાં વહમાયેલાં હૈયાને ટાઢક વળી. દરમિયાન દિલાવરીની દીકરી એનાં રૂમમાંથી બહાર આવી, ઊંઘમાંથી ઊઠીને વિખરાયેલી હાલતે. એ જોઈ ચંચુદાસનાં હાથમાંથી પ્યાલો પડી ગયો. ને એ સાથે જ મનમાં ધ્રાસકો પડ્યો.

રાતનાં દશ સવાદશનાં સમયની આ ઘટના.

‎દિલાવરી એટલે દિલની અને દેહની દિલદાર-દાતાર.

રૂપિયાનાં મોહમાં એ ગમે તેવાં પુરૂષનેય પડખું આપી દેતી. ક્યારેક જો કોઈ દાનેશ્વરી મળી જતો તો એ સગી દીકરીનેય એને તાબે થવાં મજબૂર કરતી! દીકરી કમને શબવત પડી રહેતી.

દિલાવરીની દીકરીને જ્યારથી સાન આવી ત્યારથી માતાની આવી હરકતોથી એ ખૂબ જ ખીજાતી. મનોમન માં પ્રત્યે સૂગ અને તિરસ્કાર ઉપજતો. ઘણીવાર તો એ માં નું અને આવનાર પુરુષનું ઢીમ ઢાળી દેવાનાં વાદે ચડતી. પણ અટકી જતી. ધીરે ધીરે એ ખુદ આવા કપરા કાર્યમાં કેવી રીતે હોમાઈ ગઈ એનું ભાન ખુદ એનેય રહ્યું નહીં.

ચંચુદાસ એટલે રંગીનમિજાજી મોજીલો માણસ.

યુવાની જોરમાં હતી ત્યાં લગી તો અન્ય સ્ત્રીઓ તરફ આંખ ઊંચી કરવાની ત્રેવડ નહોતી. સંસાર માંડ્યા બાદ એકપત્નિત્વ પાળવામાં માહેર. કિન્તું ઉંમરની ઢળતી સંધ્યાએ પોતાનાં વાંઝિયપણાનું કારણ શોધવાની અઘરી મથામણ આદરી.

દરમિયાન એમની અન્ય જગ્યાએ બદલી થઈ ગઈ.

નોકરીનાં શહેરમાં ફરજ પર જતાં જ મકાન ગોતવાની તજવીજ કરતી વેળાએ દિલાવરી સાથે પ્રથમ મુલાકાત થઈ. એ મુલાકાત આગળ ઉપર જતાં મીઠી મહોબ્બતમાં પરિણમી.

દિલાવરી દિલે અને ડિલે બહું જ દેખાવડી. એની ભૂખરી આંખ પળભરમાં પુરૂષને પાણી પાણી કરી દેતી. મકાન શોધવાની બાબતમાં એણે ચંચુદાસને ખાસ્સી મદદ કરેલી. આખરે ક્યાંય મેળ ન પડતાં પોતાની પડોશનાં મકાનનો મેળ પાડી આપેલો.

આસ્તે આસ્તે ઘરોબો કેળવાતો ગયો.

બંને મોડાવહેલાં એકમેકનાં ઘેર આવતાં જતાં થયાં. એકવાર દિલાવરીને જોઈતું હતું ને ચંચુદાસે આંખનાં ઈશારે રાતવાસનું આમંત્રણ આપ્યું. પળમાં જ પાંપણનાં પલકારે સહર્ષ સ્વિકારાઈ ગયું.

પછી તો ધીમે ધીમે ચંચુદાસે પૈસાનાં બળે દિલાવરી પર એકહથ્થું શાસન જમાવી લીધું.

દિલાવરી ત્યારે ત્રીસેક વર્ષની શ્યામ સ્વરુપવાન વિધવા. કેટલાંક નશીલા પુરુષોને એ કુંવારી કન્યા સમ લાગતી. સત્તરેક વર્ષની એક માસૂમ દીકરી હતી. ગલીનાં નાકે જ ઘર. એકલી હતી. કોઈ રોકટોક હતી નહીં. શરૂમાં મજુરી કામ કરીને બંનેનું પટીયું રળતી. પણ પછી એ અનાયાસે જ યુવાનીની રંગીનીયોમાં સરી ગઈ. જોતજોતામાં ગામ આખાનાં રંગીન મિજાજી પુરુષોનાં મોજનું મોઘમ સાધન બની. શ્યામાકર્ષણ રૂપ અને અલ્લડમસ્ત યુવાનીનાં જોરે જલસા થવાં લાગ્યા.

"દિલું! તારે હવેથી અન્યોનાં ઘેર જવું નહીં કે કોઈને આપણાં ઘેર આમંત્રવા નહીં હોં! હું તારી અને છોકરીને અછો-અછો વાના કરી આપીશ. બધી રીતે તને હું ખુશ કરીશ. પૈસે-ટકે, પહેરવે-ઓઢવે અને હરવે-ફરવે મરજી માફક ભોગ ભોગવી શકીશ." ચંચુદાસે એકવાર રાત્રે જમતી વેળાએ કહ્યું.

તે દિ' થી ચંચુદાસ એટલે જાણે દિલાવરીનું સંપૂર્ણ અક્ષયપાત્ર!

પણ એમ કહ્યે એ સખણી તો શાની રહે. ચંચુદાસ જ્યારે ઓફિસનાં કે અન્ય કામ અર્થે અન્યત્ર જતો ત્યારે દિલાવરી ઘેર જ એનાં આશિકોનો અડ્ડો જમાવતી. મોજ કરતી. પૈસે આળોટતી.

ઘણીવાર એ ટિફિન આપવાં ચંચુદાસની ઑફિસે જતી.

એકવાર એણે અર્શિતને જોયો. આંખ ઠરી. પલકારમાં જ સળવળાટ કરતો આંખ વાટે ઉરમાં ઉતાર્યો. એ જવાનીનાં જોબનવંતા જોરમાં આવી ગઈ. પલળી ગઈ. આસ્તે રહી અર્શિતથી પરિચય કેળવતી થઈ. ઘેર ચા-પાણીનું આમંત્રણ આપતી. પરંતુ વિના કામે કોઈનાં ઘેર નહી જવાનો અર્શિતનો નિયમ. એટલે દિલાવરીની મનની મનમાં જ રહી જતી.

'વાહ, અર્શિતભાઈ તમે તો બહું જ શૂરા નીકળ્યા હોં! રાત્રે તમે મીર મારી આવ્યા ને જબરી મોજ કરી આવ્યા હોં!' રિશેષનાં વખતે સૌ સ્ટાફ મિત્રો જ્યારે ચા- નાસ્તાની મસ્ત મહેફિલ માણી રહ્યાં હતાં ત્યારે લાગ જોઈને અચાનક જ ચંચુદાસે મણકો મૂક્યો. ને હલકી વાત ઉપાડી.

અર્શિતને અત્રી નામની એક સહકર્મી યુવતી જોડે સારું બનતું. એ મેળાપ તોડવાં ચંચુદાસે પોબારા પાસા ગોઠવવાં માંડ્યા.

'કેવી મોજ વળી?' ઝીણી નજરે મંદોદરે રસપૂર્વક પૂછ્યું.

'અરે, પૂછો ને અર્શિતને જ!' ઈશારો કરતાં ચંચુદાસ બોલ્યા.

'બોલ અર્શિત, તે શી મજા કરી કે આ ચંચુદાસ દાઢે બળતાં આટલાં હરખપદુડા થઈ રહ્યાં છે?'

'અરે ભાઈ, મને તો કશી ખબર જ નથી! આ ચંચુદાસ ખબર નહીં ક્યાંથી શું અફવા ઉપાડી લાવ્યા છે?'

'અરે હા..હા..! માલ ખાઈને કેવું મન છૂપાવો છો?' નજીક સરકતાં ચંચુદાસે ઉશ્કેરાટ વધારી.

'ચાલ અર્શિત, જે મજા કરી કરી હોય એ સાચેસાચ સરાજાહેર કર. ઝટ દૂધનું દૂધ ને પાણીનું પાણી કર. જેથી ચંચુદાસને રાહત થાય. નહીં તો નાસ્તાની ઉલટી કરી નાખશે બિચારા.' અણગમાંથી મોં મચકોડતી અત્રિએ કહ્યું. એ અર્શિતની પડખે આવી બેઠી. ખભે હાથ મૂક્યો.

એ જોઈ ચંચુદાસને બળતરા ઉપડી.

'અરે ભાઈ, કોઈ મજા નહીં. આ ચંચુદાસ નકામું વાતનું વતેસર કરી રહ્યાં છે.' અત્રિ તરફ નજર ફેરવી અર્શિતે વાત આગળ વધારી: 'એ તો કાલ રાત્રે બીલ આપતાં આપતાં જરાક મોડું થઈ ગયું. છેલ્લે પેલી વિધવાબાઈ એવી દિલાવરીબેનનું ઘર આવ્યું. એ માં- દીકરીનાં હઠાગ્રહથી ત્યાં જમીને મોડે દશેક વાગ્યે ઘેર આવવાં નીકળ્યો ને આ આપણા સાહેબ જોઈ ગયાં. બસ એટલી જ વાત છે. એમાં આ સાહેબ વહેમે ભરાયાં છે. એમને મૉકો મળ્યો એટલે આજે મને સરાજાહેર બેઆબરૂ કરવાં નીકળ્યા છે.'

'વહેમ નહીં, મે બધી જ ખાતરી કરી લીધી છે હોં! તમે મનની ભૂખ મિટાવી કે તનની?' મૂછમાં હસતાં વળી આગળ કહે: 'આપ કહો તો સબૂત દેખાડું?' એ અર્શતની નજીક આવ્યા. આંખમાં આંખ ભેરવી. ને મૂછ પર તાવ દેતાં અર્શિતની બેદાગ આબરૂનાં ધજાગરા ઉડાડવાં માંડ્યાં.

અર્શિત એ સમયે નવો સવો આવ્યો હોવાથી ચંચુદાસની દિલાવરી જોડેનાં ગઠબંધનની કે એમની ચાલચલગતની ઝાઝી ગતાગમ નહોતી જ. એટલે જ એ આ ભૂલ કરી બેઠો.

દરમિયાન બળેવ આવી.

દિલાવરીની એક દૂરની બહેનપણી બળેવનાં ત્રીજા દિવસે એને મળવા આવી. ચંચુદાસ વતનમાં ગયેલ હતાં. અર્શિત પાંચેક દિવસ અગાઉ વતનથી આવેલ હોઈ રક્ષાબંધનનાં તહેવાર પર ઘેર જવાનું માંડી વાળ્યું હતું. વળી, એ ફિક્સ વેતનનો શિકારી હોઈ એનો પગાર પણ સાવ ઓછો હતો એટલે વારેઘડીનાં ધક્કા પોસાય એમ જ ક્યાં હતાં! એની રાખડી પણ ટપાલી મારફતે પહોંચી આવી હતી.

જરૂરી આયોજન કરીને દિલાવરી એની સખીને અર્શિતને ઘેર લઈ ગઈ. લાગ જોઈને વાતમાંને વાતમાં પટાવીને એની બહેનપણી જોડે અર્શિતને રાખડી બંધાવી લીધી.

દિલાવરી હવે દર પંદર દિવસે એની સહેલીને બોલાવી લેતી. એ જ્યારે આવતી ત્યારે અર્શિતનાં ઘેર મોકલતી જ. સાથે એની દીકરીને પણ અવશ્ય મોકલતી.

દિલાવરીની દીકરી દેખાવડી. પ્રથમ દીદારે જ આંખમાં વસી જાય ને ઉકળતું ઉર ઠારે એવી. શરીરે સપ્રમાણ પણ એની છાતીનો ભરાવદાર વિકાસ તરત જ ઊડીને આંખે વળગે એવો. કમરનો કમાન સમો મરોડ ગાત્રો ટટ્ટાર કરી મૂકે. અધરોની મચકોડ સાથેની મુસ્કાન ગમે એવી વયનાં પુરૂષને મોહમાં પાડી દે!

જ્યારે પહેલી વખત અર્શિત એનાં ઘેર જમ્યો હતો ત્યારે એ ગમી હતી. લેકિન આવું સાહસ કરતા એ ડરી ગયો.

પોતાની ધર્મની બહેન જ્યારે આવતી ત્યારે એની સાથે દિલાવરીની દીકરીનાં આગમનથી એની આંખો અનેરા ઉમંગથી ઊભરાઈ જતી. ઉરનાં ઊંડાણમાં અર્શિતને એનું આવવું ગમતું. એને જોઈને મન હળવાશ અનુભવતું. એકલતા ઊભી પૂંછડીએ ઊડી જતી ને વહાલા વતનનો વસમો વિયોગ વાસંતી વૈભવમાં ફેરવાઈ જતો. સૂનું મકાન મઘમઘાટ કરતાં ચમનમાં પરિવર્તતું.

કંઈ કેટલાય અવર્ણનીય અને અકલ્પીય લખલખાઓ હૈયાને આહલાદકતામાં ગરકાવ કરી મૂકતાં.

'દીકરી, મારી બહેનપણીને અર્શિતની બહેન બનાવવી એ એક સ્વાર્થી કાવતરૂ છે. ખરી હકીકત તો તારે એ બહાને અર્શિતનાં હૈયાની સરજમીન પર કબજો જમાવીને એનો પગાર અને એનું શરીર મેળવવાનું છે.'

'પણ મમ્મી..?'

‎'પણ ને બણ જાય તેલ લેવાં કે જાય જનાલીવાડામાં! એને પ્રેમમાં પાડીને મારાં પલંગમાં સાવ ઊઘાડો કર.'

બનાવટી બીનાથી અર્શિત સાવ અજાણ હતો. ધીરે ધીરે દિલાવરીનાં ઘેર આવાગમન વધતું ગયું. એક પ્રકારનો ઘરોબો કેળવાતો ગયો. જ્યારે જ્યારે દિલાવરીની બહેનપણી આવતી ત્યારે હવે એ જીદ કરીને કંઈક બહાનું બનાવીને અર્શિતને એનાં ઘેર બોલાવી લેતી. મન ભરીને લલચાયેલી નજરે, કાગને ડોળે, ભૂખ્યા વરૂની પેઠે એ મોં વકાસીને અર્શિતને તાકી રહેતી.

એમ કરતાં એક વખત અર્શિતને ઓચિંતાની દિલાવરીનાં ચારિત્ર્ય અંગે ભાળ મળી. સાથે એ પણ જાણવા મળ્યું કે ચંચુદાસ સાથે એનાં કેવાં સંબંધ છે અને પોતાની સંગે કેવા કેવા કાતિલ બંધનોની ફિરાકમાં છે? એ જાણ્યા બાદ જબરી સિફ્તથી એણે એ વ્યવહારથી કૉરે થવાની કળા કેળવી.

દરમિયાન અર્શિતનો પગાર સારો એવો વધી ગયો.

‎'અર્શિત, હવે મારાથી ધીરજ ખમાતી નથી. મારી તરફડતી તરસ છિપાવો. તમારી ઈચ્છા હોય તો ભલે પહેલાં એક વખત મારી દીકરી સંગ ગાળી લો. કિન્તું એકવાર, હાં એક જ વાર અંગે અંગમાં ભડભડ થતી આગને શમાવો. મને તમારાં જોશીલા બાહુપાશમાં જકડીને ભીંસી નાખો ભીંસી.' કહેતી દાંત ભીંસતી દિલાવરીએ અર્શિતનો હાથ પકડ્યો, ખેંચ્યો, દાબ્યો. છાતી સરસો ખેંચવાં પ્રયાસ કર્યો, હાથ અને અર્શિત બંનેને.

ઓચિંતા હુમલાથી ‎અર્શિત ડઘાયો. હાથ છોડાવવાની તજવીજ કરતાં હાથમાંથી વીજળીની બીલબૂક જમીનદોસ્ત થઈ. એ ગભરાયો. દિલાવરીની દીકરી સામેનાં જ ખંડમાં બેઠી બેઠી આ તમાશો જોઈ- સાંભળી રહી હતી. અનાયાસે જ એ તરફ અર્શિતની નજરો ખેંચાણી. જાણે કહેતો હતો કે મને આ ડાકણથી બચાવ. પરંતુ એણે ઝીણી નજરે જોયું તો એ પણ જાણે પ્રણયભીનાં આમંત્રણ આપી રહી હતી.

માંડ છૂટીને અર્શિતે ત્યાંથી પોબારા ગણ્યા.

ધીમે ધીમે ચંચુદાસને આ સઘળી ઘટનાની જાણ મળી. બળેવ પછીનાં જે જે બનાવો બન્યા એની એણે રજેરજની માહિતિ મેળવી. હાશકારો થયો. કશું અજુંગતું બન્યું નથી એનો આનંદ ઉજવ્યો. દિલાવરીને ઠપકો આપવાં જેવું લાગ્યું નહીં. એ પણ હવે એને ક્યાં ગણકારતી જ હતી! છતાં પણ ચંચુદાસે ઑફિસમાં અને ગામની ગલીઓમાં અર્શિતની બનાવટી બદનામીનાં પતાસા વહેંચવાં માંડ્યાં. લોકો સઘળું જાણતાં હતાં. કોઈ કાને ધરતાં નહોતાં.

અર્શિતની સામે કોઈ શંકાની નજરે જોતાં જ ક્યાં હતાં.

એક વખતની વાત છે.

સાંજની વેળા હતી.

અંધારૂ વધ્યે જતું હતું.

અર્શિતની શૂનકાર ડેલીએ અચાનક ટકોરાનાં રણકાર થયાં, અને એ એનાં શાંત દિલમાં પડઘાયાં. ઘડીકમાં તો એ પણ ડઘાયો. પછી હૈયે હામ ધરી.

‎"કોણ?" કહેતાં એણે હળવેકથી ઉઘાડા ડિલે ડેલી ઊઘાડી. માત્ર કોણ છે એ જોવાં જ.

કેડમાં માટલી ભરાવીને એક વિરોધી યૌવન ઝળહળતું દીઠું. આછાં અંધકારમાં એણે ચહેરો ઓળખ્યો. દિલમાં દીવા પ્રગટ્યા અને આંખે રોશની થઈ.

હૈયામાં જે ઘુંટાતાં હતાં એ અભરખા પૂરાં થવાની પળ નસીબ થઈ.

'સર, બે દિવસથી પાણી આવ્યું નથી એટલે આજ મને થયું કે આપને કૂવાનું મીઠું પાણી પહોચાડી આવું. તેથી હાલ જ કૂવેથી આ માટલી ભરી આવી છું.' કહેતાં એણે ડેલીમાં ઉમળકાભર્યા એવાં ઉમંગથી પ્રવેશ કર્યો જાણે ચૉરીએ ચડી!

અર્શિત વિના કોઈ ભાવે એની ઊઘાડી બારી સમી પીઠને તાકી રહ્યો. ક્ષણમાં જ ભૂરી ભૂરી માંસલ પીઠ પ્રત્યે એ આકર્ષાયો. ઉરમાં ઉમંગભર્યો ઉનો- ઉનો સળવળાટ થયો. લાગણીની લીલીછમ્મ કૂંપળો ફૂટવાં માંડી. પ્રચુરપણે વહાલ ઊભરાયું. રૂવેરૂવાં જવાન થઈ ટટ્ટાર થવાં લાગ્યા. બાથ ભરવાં આતુર થયો.

પણ પળમાં જ એ રડી પડ્યો.

આંખે શ્રાવણ ભાદરવો બેઠો.

ઉમંગભર્યા ઉરમાં ઉદાસી છવાઈ ગઈ.

માટલું મૂકીને હરણીની માફક દોડતી આવીને યુવતી અર્શિતને બાઝી પડી, વરસોનાં વિયોગથી વિહવળ બનેલી માશૂકાની માફક જ! અર્શિત ઓગળીને ફૂંદેફૂંદા થઈ ગયો. સ્વર્ગસમું પરમ સુખ પામ્યો. હૈયાને ટાઢક થઈ. મનમાં ઘુંટાતી એક અકથ્ય-અસહ્ય વેદનાની પીડાને દાબીને એ પ્રણયશૃંગારની ભરપૂર મોજ માણી રહ્યો.

આ વૈભવશાળી સઘળા સ્વર્ગીય સુખ વચાળે એક અજંપો, એક ખાલીપો, એક દરદ ભીનાં ભીનાં અંતરને સૂકવીને બાળી રહ્યું. કોકડે વાળી રહ્યું. હ્રદયમાં રડી પડ્યો. અંતરનાં અભરખા રોળાયાનો સ્વાનુભવ થયો.

"ઓહ અર્શિત! આહ અર્શિત! વાહ અર્શિત." કહેતી યુવતીએ લાંબો અને મધુર ઊહંકારો ભર્યો. બચીઓ ભરવા માંડી. જાણે અર્શિતને સુહાગનાં ભર્યાભાદર્યા આમંત્રણ ને નિમંત્રણ આપતી હતી.

અર્શિત એકદમ ગોફણની માફક છૂટીને અળગો થઈ ગયો.

'અર્શિત, મુજ વિશે ઝાંઝાં વહેમમાં રહેશો નહીં.'

‎'કેમ, કેવો વહેમ?'

‎'મારાં ખંડ લગી કમને માત્ર ત્રણ જ પુરૂષો પહોંચી શક્યા છે. કિન્તું કૌમાર્યનાં કામણગારા કાંગરા મેં હેમખેમ જાળવી રાખ્યા છે. આજે તમારે એ તોડી પાડવાનાં છે. એ અભડાવાનાં છે.' કહેતી પવનવેગે આવીને ફરી એ અર્શિતની આગોશમાં સમાઈ. ભયંકર વાવાઝોડા સમું સુહાગનું ઝનુન એનાં તનમનને જાણે ભમાવી રહ્યું.

જીસ્મનું યુદ્ધ જીતવાં જાણે એ વારાંગના બની.

'શું કરવું ને શું કહેવું?' અર્શિત વિમાસણને તાબે થયો. હૈયું આ સોનેરી પળને માણવાં આતુર હતું. કિન્તું તાકડે જ શરીર જાણે અવળ ચંડાઈએ ચડ્યું.

હાંફતા સ્વરે ધીમાં છતાં માદક અવાજે કહ્યું: 'ડિયર અર્શિત! આ સુહાની ઘડીથી હું હંમેશા તમારે ચરણે ને શરણે થાઉં છું. તમે ચાહો ત્યારે મને ભોગવી શકશો, બેરોકટોક! હું તમને પાક્કું વચન આપું છું કે હવેથી આ શરીર પર પરાયાં પુરૂષનો છાયો સરખોય નહીં પડવાં દઉં, ગમે તે ભોગે.'

અને એ જ પળે ફરી ધડધડાકાભેર ડેલી ખખડી. ભેગું પેલી યુવતીનું હૈયું પણ! ડેલી ખુલ્લી જ હતી. એક જ ઝાટકે એનું બારણું ખૂલી ગયું.

ઝડપભેર એ યુવતી નિર્ભય થઈને આઘી ખસી. વિરોધી જીસ્મ સંગ લડવાનું શૌર્ય ફેલ થયું. નીતરતા ડિલે અને વીલા દિલે અરમાન અધુરાં મેલી ખાલી મન તથા ખાલી માટલું લઈને ડેલી ઓળંગવાની તૈયારી કરી.

દરવાજે જોયું તો દિલાવરી પોલીસનાં કાફલાં સાથે ઊભી હતી!

અધારામાં એ ડાકણ સરખી લાગી.

'મમ્મી, હું કોઈપણ ભોગે અર્શિતસરને ફસાવીશ નહીં, ને ફસાવાં દઈશ પણ નહીં. હું એને ચાહું છું એટલે મેળવીને જરૂર જંપીશ. કિન્તુ તારી જે મેલી મંછા છે એ હરગીજ સફળ નહીં થવાં દઉં.' એ દિવસે જ્યારે દિલાવરીએ અર્શિતને ફસાવવાની ને પૈસા પડાવી લેવાની વાત કરી'તી ત્યારે એની દીકરીએ ઉપરનાં આ વાક્યો ઉત્તર પેટે ઉચ્ચાર્યા હતાં. અને સોંસરા દિલાવરીનાં કાનમાં ઊતાર્યા હતાં. સાંભળીને દિલાવરી નાગણ પેઠે છંછેડાઈ હતી.

બસ, ત્યારથી બેયને રંગે હાથ પકડવાની પેરવી રચતી હતી. લાગ ભાળીને કાવતરાને અંજામ આપવાં મશગૂલ હતી.

દિલાવરીને જ્યારે અહેસાસ થયો કે એની દીકરી અને અર્શિત વચ્ચે નજરનો લગાવ છે. મનનો મધુર મોહપાશ રચાઈ ગયેલ છે. એ ઘડીથી એણે એ બેયને એક પલંગે થવાનાં ખૂબ જ અવસર આપ્યા. એમાં કિન્તુ એ ફળી નહીં.

આખરે દીકરીને અર્શિતને મળવાં આતુર બનેલ જોઈ એક સાંજે એણે એક ઘાટ ઘડ્યો.

બહેનપણીને મળવાં જવાનાં અને રાત્રિ રોકાણનાં બહાને ઘેરથી નીકળી. શહેરમાં પહોંચી. પોતાનાં ઓળખીતાં ફોજદારને બનાવટી બાતમી આપી. આયોજન મુજબ અર્શિતને બળાત્કારી સાબિત કરીને પૈસા પડાવવાં તરકટ રચ્યું.

દિલાવરીને જેવી ભાળ મળી કે એની દીકરી અર્શિતની ડેલીએ દસ્તક દઈ ચૂકી છે, એવી જ એ પોલીસનાં કાફલાં સાથે ફાળ ભરતી દોડી આવી.

‎'તમારી સઘળી લીલાઓ હવે સંકેલી લો; અને ચાલો જેલ કોટડીએ, અર્શિત સાહેબ!'

‎'કેવી લીલા ને કેવી વાત?'

‎'ઓહ! એક યુવતીને ઘરમાં બંધ કરીને, એની આબરૂને દાગ દઈને વળી પાછા પૂછે છે કે કેવી લીલા? જબરા છે શાહુકાર બનવાનાં ઢોંગ હોં!' કહીને પી.આઈ.એ હથકડી આગળ ધરી.

હ્રદયમાં ગભરાયેલ પણ સ્વસ્થચિત્તે અર્શિત ઘરમાં ગયો એવો જ પાછો આવ્યો.

હાથમાં કેટલીક ફાઈલો રમતી હતી.

એણે ચૂપચાપ એ ફાઈલો પી.આઈ.ને હસ્તક કરી.

ફાઈલનાં પત્તા ફેરવવાં લાગ્યા. બધી જ ફાઈલમાં છેલ્લે એક જ ધ્રુવ વાક્ય સરખી રીતે મળતું આવતું હતું. જે વાંચતાં-વાંચતાં મોટેલી બોલી પડાયું: 'શરીરમાં જરૂરી હોર્મોન્સનાં અભાવે શરીરસુખ ભોગવવાં અસમર્થ!'

વધતાં જતાં અંધારામાં દિલાવરીનાં કારમા કાવતરા અને અર્શિતની આગોશમા ઓગળી જવાનાં અભરખા ઓગળી ગયા. ભેગાં એની દીકરીનાં આરમાનો પણ.



Rate this content
Log in

Similar gujarati story from Crime