Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Tragedy

5.0  

Kalpesh Patel

Drama Tragedy

મમતા

મમતા

9 mins
2.4K


મમતા

મમતા ક્લિનિક "ઈન વિટ્રો ફર્ટિલાઈજેશન" (IVF)ના સર્વેસર્વા કુમારી ડોક્ટર સોનલ વાનખેડે આજે ટેન્શનમાં હતાકારણ કે, પેશન્ટ સાથે ડોક્ટરનો વિશેષ નાતો હતોતેઓ વારે વારે રૂમ નંબર ૪૩૫ના પેશન્ટના રીપોર્ટ્સ અને ટ્રીટમેંટ મોનીટર કરી રહ્યા હતા. એક એક મિનિટ ડોક્ટર સોનલ માટે અહમ હોય તેમ લાગતું હતું અને તેઓ કોઈ ઓપ્શન છોડવા માંગતા ન હતા.   

            રૂમ નંબર ૪૩૫ના પેશન્ટ રેશ્માનો જીવનદીપ ધીમે ધીમે બુઝાઈ રહ્યો હતો. બ્લડ પ્રેસર અનિયમિત હતું. હાર્ટ રૅઈટ ઘટતા જતા હતા. માત્ર દસ-બાર દિવસમાં જ ક્ષીણ થયેલી કાયા જાણે ચેતન વિહિન લાકડું થઈ ગઈ હતી. હાથ પગમાં ચેતન નહિવત હતુંશરીરની ઉષ્મા ઘટતી જતી હતી. છેલ્લા ત્રણ દિવસથી આવી સ્થિતિ હોવા છતાં કોઈ પરિબળે એને જીવંત રાખી હતી. જીવા દોરી તૂટી ન હતી. સોનલ એનો હાથ પોતાના હાથમાં રાખીને એના બૅડ પર બેઠી ગીતાના પાઠ વાંચીરેશ્માના શાંતિપૂર્વક દેહવિલય માટે પ્રાર્થના કરતી હતી.

        રેશ્માની આખા દિવસની બંધ રહેતી આંખો જરા વાર ખૂલતી સિલિંગને તાકતી. અને જરા હોઠ ફફડતા. બીજા કોઈને સમજાતું નહીં કે રેશ્મા શું બોલે છે કે કહેવા માંગે છેપણ સોનલ અને ડૉક્ટર મુન્શી તો જાણતા હતા કે રેશ્મા શું ચાહે છે.

        'ઈઝ એની બડી કૅઈમ ટુ સી મી ? ' ક્યારેક એ પૂછતી 'સોનુંકોઈ આવ્યું ?' સોનલની આંખમાંથી બે ગરમ ટીપાં રેશ્માના હાથ પર પડતા. રેશ્માને તેથી ઉત્તર મળી જતો અને તે ફરી ઘેનમાં સરી પડતી.

        રેશ્મા અને સોનલ કૉલેજકાળથી ખાસ મિત્ર. સુખ દુઃખના ભાગીદાર. રેશ્માએ "સોનલ"ને 'સોનુંબનાવી. મેડિકલ કોલેજના આ સહપાઠીની જોડી અતૂટ હતી. જાણે બે વ્યક્તિત્વ પણ આત્મા એકરેશ્માને તાવ આવે તો સોનલને પરેશાની અને સોનલને જો કઈ વાગે તે રેશ્મા પરેશાન થાયઆવી બેમિસાલ જોડી હતી. 

        રેશ્માએ તેર બાળકોને જન્મ આપ્યો હતો. છેલ્લે જયારે એણે પંચાવન વર્ષની ઉમ્મરે ટ્વિન્સને જન્મ આપ્યો ત્યારે રેશમાને સિઝેરિયન કરવું પડ્યું હતું. આ તેની જિંદગીનું ચોથીવારનું સિઝેરિયન હતું. અને ઉપરા ઉપરી પ્રેગનન્સીથી તેના ગર્ભાશયની દીવાલ અત્યંત પાતળી થયેલી અને તેથી દીવાલોમાં અનેક જગ્યાએ પ્રેગનન્સી દરમ્યાન છુટા છવાયા રપ્ચર થતાં. આ વખતે ઘણું લોહી વહી ગયું હતું. ઈન હાઉસ ડોક્ટર મુન્શીએ બનતા બધા પ્રયાસો કર્યા હતા. પણ સફળતાની શક્યતા નહોતી જણાતી. આશ્ચર્ય તો એ વાતનું કેરેશ્માનો તરત જ જીવન સમાપ્ત થવાની ધારણા હતી, પણ કોઈ અગમ્ય કારણે તે ટકી રહ્યું હતું. સંપૂર્ણ કૉમા પણ ન કહેવાય અને સભાન પણ નહીં તેવી રેશમાની હાલત હતી. ડોક્ટર મુન્શી લગભગ દર કલાકે આઈ.સી.યુમાં આંટો મારતા. અત્યારે તેઓ હોસ્પિટલમાં આજે સવારે જ અમેરિકાથી રેશ્માની ટ્રીટમેન્ટ બોલાવેલા યુવાન OB-GYN સર્જન ડૉક્ટર રોહનને સાથે લાવ્યા હતા.

        "ડોક્ટર રોહનધીસ ઈઝ રેશ્મા એન્ડ હર ફ્રેન્ડ સોનલ, (CMO) સિનિયર ગાયનેક ઓફ અવર ક્લિનિકશી વોંટ્સ યોર એક્સપરટાઈઝ." 

        ડોક્ટર મુન્શીએ ઓળખાણ કરાવી અને રેશ્માના કેસની વિગતો સમજાવી. વાત ચાલતી હતી ને રેશ્મામાં ક્ષણિક ચેતનાનો સંચાર થયો. મહાપરાણે ગણગણાટ થયો. આગંતુક ડોક્ટર રોહનને કંઈ સમજાયું નહીં. એમણે સોનલના સામે પ્રશ્નાર્થ નજર નાંખી.

         "ડૉક્ટર રોહન, પેશન્ટ એના એકાદ સંતાનને જોવા જંખે છે. તેની હંમેશા એવી ઈચ્છા હતી કે એના અંત સમયે એકાદ સંતાન સાથે હોય અને એનો હાથ પકડે. અચાનક જ આ પરિસ્થિતિ ઊભી થઈ. કોઈની ભાળ મળતી નથી. ગયે અઠવાડિયે તેને જ્ન્મ આપેલ ટ્વિન્સ છોકરીઓને તેના પિતા લઈને નીકળી ગયા હતા. "ડોક્ટર રોહન મૂંઝાતો હતો. ડૉક્ટર સોનલે ખુલાસો કર્યો. 'રેશ્મા ઈઝ સરોગેટ મધર બાય પ્રોફેશન'. એની સરોગેટ મધર તરીકેની આ નવમી પ્રેગનન્સી હતી. મારી મેડિકલ સલાહની અવગણના કરીને એણે  વખતે સરોગેટ થવાનું સ્વીકાર્યું હતું. આત્યાર સુધીમાં એની નવ પ્રેગનન્સી દરમ્યાન એણે ચારવાર ટ્વિન્સને જન્મ આપ્યો છે.

        તાજેતરની 'છેલ્લી પ્રેગનન્સી દરમ્યાન જ્યારે ખબર પડી કે બે બાળકી છે ત્યારે દંપતી સાથે ડૉકટર મુન્શીની હાજરીમાં રેશ્માએ એક બાળકીને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ નિ:સંતાન દંપતીને તો એક સંતાન જીવનના સહારા માટે જોઈતું હતું. તે તેઓને મળતું હતુંતેથી એ દંપતી એ રાજીખુશીથી હા પણ કહી હતી. પણ હાલમાં મરણ પથારીએ પડેલી રેશ્માને બાળકી આપવાનો કોઈ અર્થ ન હતો. એટલે ટ્વિન્સનો બાપ થેન્ક્સ અને ગેટ વેલ સૂનની શુભેછાનું કાર્ડ મૂકીબંને દીકરીઓને લઈને ચાલ્યો ગયો. રેશ્માની હાલત વધારે નાજુક થતી જતી હતી..

        "હાવ યૂ નો હર ?. "

          આપણે જરા દૂર સોફા પર બેસીએ તો કેવું ડોક્ટર રોહનને રસ પડ્યો. એણે સોફા પાસે સ્ટૂલ ખેંચી. ડૉકટર સોનલને સોફા ઉપર બેસવા કહ્યું. પોતે સ્ટૂલ ઉપર બેસી રેશ્માના કેસ પેપર્સ જોતા જોતા ડોક્ટર સોનલને કહ્યું, "કહો ડોક્ટર શું કહેવાના હતા".

          અમારી મૈત્રી ગર્લ્સ સ્કૂલમાં થઈ હતી. એ મારી હોસ્ટેલની રૂમ પાર્ટનર હતી. એ દસેક વરસની હશે ત્યારે તે સિંગાપોરથી અહીં તેના પિતા સાથે આવી હતી. તેના પિતાએ તેની મા અને પિતા બંનેનો પ્યાર આપીતેનો ઉછેર કર્યો હતો. તે ભણવામાં ઘણી જ તેજ હતી. અહીં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અમો બંનેને સાથે એડમિશન મળ્યું હતું. કોલેજમાં પણ મારી રૂમ પાર્ટનર બની. ઓહએક ઘટનાએ આ દિલોજાન મિત્રોને વિખૂટા પડ્યારેશ્મા બીજા સેમેસ્ટર પછી તે તેનો અભ્યાસ ચાલુ રાખી ના શકી. તેના પિતાએ શેર બજારમાં મોટી ખોટ જવાથી આપઘાત કરતાં અધવચ્ચે મેડિકલનો અભ્યાસ છોડીતેણે નર્સીંગ જોઈન કર્યું. અમે ભલે હવે રૂમ પાર્ટનર ન રહયા પણ અમારી મિત્રતા અતૂટ હતી. 

         વાર તહેવારે અને રજાઓમાં અમે અચૂક મળતાહું ગ્રેજ્યુએશન પછી  પીજી માટે ઈગ્લેંડ ગઈ અને તેણે અહીં સિવિલ હોસ્પિટલમાં નોકરી જોઈન કરી. હું પીજી કરી પાછી ઈન્ડિયા આવી અને મારી પોતાની ફર્ટિલિટી હોસ્પિટલ મુંબઈમાં ચાલુ કરી. મને મારી દોડધામવાળી જિંદગીમાં તેનો ખરો સહારો હતોમારી પહોંચથી સિવિલ હોસ્પિટલની નોકરીમાં એને શક્ય એટલા લાભો અપાવતી.

        એક દિવસ મારી હોસ્પિટલમાં અહીં મુંબઈ "યુ એસ કોન્સોલેટમાં" નોકરી કરતું હતું તે એક દંપતીટ્રીટમેંટ માટે આવ્યુંમિસિસ મારિયા હાઉસ વાઈફ હતી અને મિસ્ટર જોહન સ્મિથ કોન્સોલેટમાં અધિકારીની નોકરી કરતાં હતા. બંને ચાળીસીમાં હતા અને ફોર્ટમાં એક ફ્લેટમાં ભાડે રહેતા હતા. મેડિકલ રિપોર્ટ્સ અને અન્ય તપાસના અંતે જણાયું કે મિસિસ મરિયાની ફેલોપીન ટ્યૂબ બ્લોક હતી અને તેથી તેનું મા બનવું શક્ય ન હતું.

        યુગલ બહુ જ નિરાશ થયેલું જોઈમેં ઉપાયના ભાગ રૂપે સરોગસીના ઓપશનની વાત કરી. લગભગ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય. જોકે એટલા નાણાની સગવડ જોહન પાસે ન હતી. ઘણી એજન્સીમાં ઓછા ખર્ચ માટે તપાસ કરી. બધે જ નિષ્ફળતા મળી. મેં અને જોહને આખરી ઉપાય માટે મારિયાને કોઈ બાળક દત્તક લેવાનું દબાણ કર્યુંપણ મારિયા તે માટે તૈયાર ન હતી. તેને તો જોહનનું  બાળક જોઈતું હતું. મેં આ વાત રેશ્માને શેર કરી. રેશ્માએ કહ્યું કે જો કોઈને મદદરૂપ થઈ શકું તોહું જરૂર મદદ કરીશ. આખરે તે જોહનના બાળકની સરોગેટ મા બનવા તૈયાર થઈ …. મારિયા અને જોહન એ માટે રાજી થતાં એણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. મહિના માટે બ્રેસ્ટ ફીડિંગ પણ કરાવ્યુંઅને સ્મિથ ફેમિલીને કોઈપણ આર્થિક વળતર વગર અમૂલ્ય ભેટ આપી. સાડા નવ મહિના પોતાના ગર્ભમાં પોષાયલા બાળકને કઠણ હૈયે મારિયાના ખોળામાં મૂક્યું. તે પછી રેશ્મા બે મહિના માટે રોજ એ બાળકને રમાડવા જતી. મારિયા અને જોહનને બાળક સાથે રેશ્મા વધુ "મમતા" બંધાય તે કદાચ યોગ્ય લાગ્યું ન હોય કે કદાચ બીજું કારણ પણ હોય. કોઈને પણ કહ્યા વગર એક દિવસ એકાએક જોહને એની જોબ છોડી અને ભાડાનો એપાર્ટમેન્ટ છોડી અમેરિકા જતાં રહ્યા.

        રેશ્મા આ બીના પછી માનસિક રીતે ભાંગી પડી હતી. તેને ડિપ્રેશનમાં આવેલી જોઈ મેં તેનું કાઉન્સિલિંગ કર્યુંને માનસિક સમજણ આપી કે ઉદરમાં પોષાતા (IVF) બાળક સાથે અંગત લાગણીને કેવી રીતે અલગ રાખવી તથા આવા સમયે તેની તંદુરસ્તી માટે કઈ કાળજી રાખવી એની ખાસ 'થેરાપી'ની ભલામણ કરી. 

        સમય જતાં રેશ્માને સરોગસીના આર્થિક લાભો પણ જણાયા. વખત જતાં તેને બીજા એક દંપતી માટે સરોગેટ થવા સમજાવી. આ વાર એને ત્રીસ હજાર ડોલર મળ્યા. બસ આ એને ફાવી ગયું. ગમી ગયું. સરોગેટ મધરહુડ એ એનો પ્રોફેશન બની ગયો. એને પુરુષસંગની કોઈ ઈચ્છા ન હતી. એ કહેતી જિંદગીભર પરસેવો પાડી ઉછેર કરેલા સંતાનની ઘડપણે લાત ખાવી તેના કરતાં ગર્ભાવસ્થામાં શરીર સાથે જોડાયલા બાળકની લાત ખાવામાં ખોટ નથી.

        છેલ્લા બે વર્ષથી એવી વાત કરતી હતી કે આખી જિંદગી મારી વીતવા આવીમાની "મમતા" શું છે હવે જેમ સમય વીતે છે તેમ મને જણાય છે. તે હંમેશા કહેતી સોનલ મારા ગર્ભમાં રહેલું એકાદ બાળક મારા મૃત્યુ સમયે હાજર હોય તો કેવું સારું! મને તેની અભિલાષા છે.

        પાંચ વર્ષ પહેલાની વાત છે. એક ફ્રેન્ચ મોડેલ અને એના પતિને બાળક જોઈતું હતું. પણ ગર્ભાવસ્થા સ્વીકાર્ય ન હતી. રેશ્માએ એને સરોગસી દ્વારા સુંદર છોકરાની ભેટ આપી. એને એક લાખ ડોલર મળ્યા. ત્યાર પછી એણે મારી સલાહને અનુસરી સરોગેટ થવાનું બંધ કર્યું. 

        પણ પ્રેઝંટ ડિલિવરીમાં અગાઉ જણાવ્યુ તેમ તે ધનિક દંપતીને બાળકની ઈચ્છા હતી. તેઓએ પહેલા રેશ્માને મોટી રકમની લાલચ આપી. પણ તેને મારી આપેલી ચેતવણીથી ના કહી. આખરે તે દંપતીએ લાગણીનું કાર્ડ ચલાવ્યું અને રેશ્મા પીગળી ગઈ ડિલિવરી પછી રેશ્માની હાલની નાજુક તબિયતને જોઈ, "ગેટ વેલ સુન"નું કાર્ડ મૂકી બંને બાળકીઓને લઈ ચાલી ગયા.

         હું લાચાર હતી. કારણ કે રેશ્મા પાસે કે હોસ્પિટલ પાસે કોઈ લીગલ હક્ક કે એગ્રીમેંટ તો હતો નહીંકે બેમાંથી એક બાળકીને હું રાખી શકું.

        ડોક્ટર સોનલે મોનીટર ઉપર પલ્સ રેટ ધીમા પડતાં જોઈ વાત અધૂરી મૂકી.  રેશ્માને રેસ્પિરેટર ઉપર ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. રેશ્માની આંખ ખૂલી….વધુ પહોળી થઈએનો અવાજ હવે આશ્ચર્યજનક સ્પષ્ટ હતો…. "માય ચાઈલ્ડ… સોનલ બ્રિંગ હિમ નિયર મી."

          ડૉક્ટર રોહને કહ્યુંઅરે ડો.મુન્શીઆ સ્થિતિમાં કોઈની પાસે તેના સંતાનની ભૂમિકા ભજવાવીએ તો કેવું રહે હું ચોક્કસ માનું છે કે હાલતમાં કોઈક પેશન્ટને એમ કહે કે હું તમારો દીકરો કે દીકરી છુંતો પેશન્ટ જરૂર શાંતિથી દેહ છોડશે.

    મેં એ પ્રયાસ પણ કરી જોયો હતો. સોનલે કહ્યુંપણ તેનાથી કોઈ ફરક ના પડ્યો.

    શું હું એક વધારે પ્રયત્ન કરી શકું યસયુ કેન ટ્રાય વન મોર ટાઈ. સોનલે રિફ્લેક્શન આપ્યું !

         ડૉક્ટર રોહને તેમનો ઓવરકોટ ઉતાર્યો અને સોફા ઉપર મૂક્યો. હાથમાં રહેલો મોબાઈલ તેણે ડોક્ટર સોનલને આપ્યો. અને ધીમા પગલે તેણે હળવેથી રેશ્માના બૅડ પર ડોક્ટર સોનલની જગ્યા લીધી. એક હાથ રેશ્માના કપાળ પર મૂક્યો. એક હાથમાં તેણે રેશ્માનો હાથ લીધો. ડોક્ટર રોહન એક અગમ્ય લાગણીનો સંચાર અનુભતા હોય તેમ તેમના ચહેરા ઉપરથી લાગતું હતું. ડોક્ટર સોનલ રોહનની ચેસ્ટાને અપલક નજરે નિહાળી રહ્યા હતા.

           "મૉમ. આઈ એમ યોર સન, 'રોહન', . મૉમ લૅસ્ટ ગો હૉમ….પ્લીજ ઓપન યોર આઈસી હું કેઈમ ટુ રિસીવ યુ." 

        રોહન સ્મિથબીજીવારના 'રોહન સ્મિથ'ના પોકારથીએક ક્ષણબે ક્ષણમાં..રેશ્માની આંખ અને શ્વાસની રફતારમાં સંચાર થયો તે નોર્મલ થતાં ગયાજાણે કોઈ સ્ટેરોઈડનો ડોઝ ના લીધો હોય અને બીજી ક્ષણે મોનીટર ઉપરનો ગ્રાફ નોર્મલ થતો જણાયો.                

        ડૉક્ટર રોહનને માટે આ માત્રએક માનવી સાહજિક પ્રયાસ જ હતો. ડૉક્ટર રોહનને પોતાને પણ ક્યાં ખબર હતી કે પોતે મારિયા સ્મિથના પેટમાં નહીં પણ તે કોઈ બીજી માના ગર્ભમાં ઉછર્યો હતો. એના અમેરિકન માતા પિતાએ રોહનને કદીયે વાત ન્હોતી કરી કેતેણે સાડા નવ મહિના માટે વગર ભાડાની રેશ્માની કૂખમાં આશરો લઈ મુંબઈમાં જન્મ લીધો હતો.

        એવામાં ડોકટર રોહનના મોબાઈલની રિંગ એક્ટિવ થઈફોન સાઈલેન્ટ મોડમાં હતો એટલે પહેલા ડોક્ટર સોનલને ખ્યાલ ન રહ્યોપણ ફોન વાઈબ્રેટ થતો હતો તો મોબાઈલના સ્ક્રીન ઉપર સેલફી જોઈ …. હળવેથી સોનલ ઊભી થઈ ને રોહનને ફોન આપ્યો. "રોહન સમ વન ઈ કોલિંગ ફ્રોમ યોર હોમલેન્ડ"  રોહન ફોન લઈને બહાર ગયા.  

        મારિયા - જોહન સાથે રોહનની સેલફી જોઈ તે જાણી ચૂકી હતી કે રોહન રેશ્માના પહેલા ખોળાનું સંતાન હતું. જ્યાં દવા કામ ના કરી ત્યાં દુઆ કામ કરતી જોઈ તે પરમ કૃપાળુનો આભાર માનતી હતી કે ડોક્ટર મુન્શીને રોહનને તેવું સૂઝાડયું. ડોક્ટર સોનલને હૈયે હવે સંતોષ હતો. તે રેશ્માની ઈચ્છા પૂરી કરી શકી હતી. ત્યાં ડોક્ટર મુન્શીએ સોનલને બહાર આવવા ઈશારો કર્યો અને તેઓ રેશ્માને એટેંડ કરવા તેના બેડ પાસે બેઠા.

        બહાર આવીને જુ છે તોડોક્ટર રોહન રડતાં હતા. સોનલે તેના વાંસે હાથ ફેરવતા બોલ્યા"કંટ્રોલ યોર ઈમોશન યંગ બોયડોન્ટ વરીઅવર પેશન્ટ ઈ આઉટ ઓફ ડેંજરશી ઈસ રિકવરિંગ ફાસ્ટ. યુ હેવ ડન વનડરફૂલ જોબ. યુ બીકમ અ રિઝન ફોર સમ વન લાઈફ !"

        "ઓહ નો મેડમઆઈ એમ ડીપલી ગ્રીવડ ડ્યુ ટુ મેસેજ રિસીવ્ડ ફ્રોમ માય ડેડ. ફ્રોમ યુ.એસ. ઈંફોર્મિંગ મી ફોર સેડ ડીમાઈસ ઓફ માય મોમ. શી વોન્ટ મી ટુ સી ઈન હર લાસ્ટ મોમેન્ટ એન્ડ આઈ એમ નોટ અવૈલેબલ ધેર. આઈ વિલ નેવર ફોરગિવ માઈ સેલ્ફ. ડોક્ટર આઈ હેવ ટુ લીવ ઈન્ડિયા જસ્ટ નાવ."

         ડોક્ટર સોનલ દિલના આવેગને થામવા મથતા હતા. આજે અહીં રોહનને તેના રેશ્મા સાથેના લોહીના ખરા સંબંધને માહિતગાર કરવામાં પદવી ગ્રહણ વખતે લીધેલા દર્દીની અંગત વિગતના ગુપ્તતા સોગંદ આડે આવતા હતા. સોનલને ગળે ડૂમો ભરાઈ ચૂક્યો હતો. તેને લાગ્યું પરોપકારી રેશ્માનું જીવન જ દિવ્ય હતું.  જેના થકી આજે તેની મમતા જીતી ગઈ. તેની આખરી ઈચ્છા પૂર થઈ હતી.

        મમતા ક્લિનિકના રૂમ નબર ૪૩૫ની બહાર ડોક્ટર રોહન સાથે ડોક્ટર સોનલ પણ ચોધાર આંસુએ રોતા હતા. હા, પણ બંનેના આસુંના કારણ અલગ હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Drama