Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

કારણ આપો...

કારણ આપો...

1 min
360


મને પણ ખીલવાનો એક અનેરો અવસર આપો,

મુરઝાઈને જીવવાનો મોકો એક નવતર આપો,


મહેક બનીને રહું વહેતી હવાઓમાં અદ્રશ્ય,

મારી બેજાન ખલીશોને ખુશ્બૂ જેવું જીવતર આપો,


ઉદગમથી અંત સુધી તને જ પામવાની ખેવના,

તારી તલાશ રહે અંતહીન એવી એક સફર આપો,


અભિવ્યક્ત થાવ મુસ્કુરાહટ થઈને હર શાખે,

કરું કોરા રણને લીલાછમ એવા તરુવર આપો,


અકારણ પ્રેમ થઈ જવાનું એકાદ કારણ આપો,

હવે યાદોની ઔષધિ આપી એકાંતનું મારણ આપો,


એક વિશ્વાસનું પ્રસ્ફૂટન થયું રૂદિયાની ધરામાં,

ખુદ ફૂલોની મહેક બની એક હૈયાધારણ આપો,


આ આયખાના "પરમ" સફરમાં ક્યાં છે આખરી મંઝિલ,

ને આ તડપતી "પાગલ" ઝંખનાઓના કારણ આપો!


Rate this content
Log in

Similar gujarati poem from Drama