Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થતું હોય જાણે !
થતું હોય જાણે !
★★★★★

© Gunvant Upadhyay

Inspirational Classics

1 Minutes   13.4K    6


Content Ranking

શાન્ત વિસ્તારમાં એમ આવી ચઢ્યા ઘાસ અંકુરિત થતું હોય જાણે;

પળવિપળમાં રૂપાન્તર થતું ફૂલનું ફળમાં વિકસિત થતું હોય જાણે!

એકમાં તો હતાં તોય અગણિત હતાં ભાન ને સાનના ભેદ ભ્રમમાં;

પર્ણ લીલાં-પીળાં સર્વ ખરતાં થતાં એક અગણિત થતું હોય જાણે!

સપ્તરંગો વડે આંખ પણ દેખતી; પેખતી; રોકતી; દંગ થાતી;

સૂર્યના કિરણની ભીતરે પહોંચતાં સર્વ કાલાતીત થતું હોય જાણે!

નિશ્ચિત-અનિશ્ચિત હતાં તોય મધ્યે હતાં મધ્યમાર્ગે વહી જાણતી કો' નદી-

મધ્યના પ્રવાહમાં તાણ-ઊંડાણમાં હોવું અંકિત થતું હોય જાણે!

કોઈ ચોક્કસ સમય પૂરતું છો મળ્યું માપવા પળ પુનિત પળ વડે જો-

ખંડ-અખંડના ખ્યાલ ખરતા થતા નિત્ય નવનીત થતું હોય જાણે!

સ્થળ વિશેષ - ઝૂલણાં

અંકુરિત પળ વિપળ ઝૂલણાં ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..