Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શિક્ષક
શિક્ષક
★★★★★

© Chaitanya Joshi

Inspirational Others

1 Minutes   12.9K    14


Content Ranking

ચણતર જીવનનું કરે છે શિક્ષક,

ભણતર જીવનમાં ભરે છે શિક્ષક.


સવાયા શિષ્યની હો અભિલાષા,

સિદ્ધાંતોને સદાએ વરે છે શિક્ષક.


સંસ્કારોને સિંચે એ જીવનમાં,

કેટલી ધીરજને એ ધરે છે શિક્ષક.


વિવેકના વાવેતરને કરનારો છે,

તારી બીજાને પોતે તરે છે શિક્ષક.


જ્ઞાનસુધા અવિરત એ પાનારો,

સત્યને નિરંતર સંઘરે છે શિક્ષક.


સાચું સન્મુખ સદાય કહેનારો,

ક્યાં કોઈનાથી એ ડરે છે શિક્ષક.


હોય હયાત કે પછી દિવંગત,

સૌ કોઈને એ સાંભરે છે શિક્ષક.

કવિતા શિક્ષક ચારિત્ર અભિલાષા સિધ્ધાંત ભણતર જીવન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..