Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Inspirational

3.8  

Chetan Gondalia

Inspirational

શું સુજ્યું હશે હરિ ને...

શું સુજ્યું હશે હરિ ને...

1 min
238


શું સુજ્યું હશે ?

હરિને, કે મોકલ્યા

જન વેગળા 

કાળા, પીળા, 'ને કોઈ

ધૂળિયા-રતુમડાં.


કોઈ કરે 'ને ,

કોઈને ફર્જે પડે 

ઉપવાસ 'ને 

કોઈ ઝૂરે અન્નને, 

કોઈ માણે પાન 'રે !


રેલમ-છેલ 

ધનનો કોઈ ગૃહે

ક્યાંક ઓઢાયો 

કાળો કામળો મઢ્યો

અભાવ-અંધકારે.


ઉજવાય નૈં

ખુશી પર્વોની, જોઈ 

રાંક-ચહેરા

જાણે ઝુંટી લીધી મેં

એમનાં ભાગની 'રે ! 


શું સુજ્યું હશે ?

હરિ ને, કે મોકલ્યા

નસીબ સૌનાં

અસમતોલ, ઉણા..

સૃષ્ટિ-મનેખ તણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational