Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational

4.8  

Nana Mohammedamin

Inspirational

શું ફેર પડે ?

શું ફેર પડે ?

1 min
414


હોય હકીકત કે કલ્પના શું ફેર પડે ?

વિચાર સારો હોય તો શું ફેર પડે ?


એનાં હોવાનાં પુરાવા હોય કે ના હોય,

માત્ર હોય આભાસ તોય શું ફેર પડે ?


બધું બંધ બેસે તમારા મન મુજબ, 

ન બેસે અગર તો શું ફેર પડે ?


બંધ આંખે જોયાં છે સ્વપ્નો ઘણાં,

બધા ન બને હકીક્ત તોય શું ફેર પડે ?


ઈબાદત કરવી હોય અગર ક્યાં કશું નડે,

ઈશાનો વખત કે અડધી રાત તો શું ફેર પડે ?


ખુદા સામે હાથ ઊઠાવી માંગી લઈએ, 

જગતનાં લોકોથી "નાના"ને શો ફેર પડે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational