Mukesh Jogi

Drama Thriller Tragedy


Mukesh Jogi

Drama Thriller Tragedy


ગઝલ- પ્રકાશ

ગઝલ- પ્રકાશ

1 min 13.5K 1 min 13.5K


સવાલ હોય તો જવાબો છે,

જવાબ નામે બસ સવાલો છે,


કદીક પાસ બેસ આવીને,

એ બાંકડો છે એ ખયાલો છે,


બધીય વાત એમની સાચી,

વિચિત્ર પ્રેમની કિતાબો છે,


વગાડ ધૂન ભાઈચારાની,

પસંદ એને તો ફસાદો છે,


ગયો વિફળ ખુદાને આ ઈશ્વર,

ને કામિયાબ આ દલાલો છે,


એ શખ્સ જે હતો અરીસામાં,

મને જ કયાં એ ઓળખાયો છે,


હતું સમાન પ્યાજને જીવન,

ઉકેલ નામે ફોતરાંઓ છે,


ખરા હતાં તમે, ખરો હું પણ,

એ ચશ્મદીદ આ રિવાજો છે,


સવાર થઈને આગિયો થાક્યો,

ગઝલમાં રાતભર પ્રકાશ્યો છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design