જીવનની રમત
જીવનની રમત
રમત રમતમાં એવું થાય,
જીવનનો હવે આરંભ થાય,
નાના ની નાની રમત,
ગેલ મસ્તીમાં કરે રમત,
થોડાં ગંભીર મોટા થાય,
રમતમાં એ મજબૂત થાય,
કોની સાથે કેવી રમત!
અંગત સ્વાર્થ દેખાતો જાય,
જીવનની થાય કેવી રમત,
ના સુખ ના આનંદ થાય,
અંતે કર્મ રમતો થાય,
જેવા કર્મો એવા ફલ ખાય !
