Harshida Dipak

Tragedy


3  

Harshida Dipak

Tragedy


તિખારો નથી રહ્યો ----

તિખારો નથી રહ્યો ----

1 min 6.8K 1 min 6.8K

દરિયાને દેખું કોઈ કિનારો નથી રહ્યો 

નાજુક આ નાવડીને સહારો નથી રહ્યો 

ચારે દિશાઓમાં અહીં પાણી જ છે બધે

મોજનો કોઈ એક ઈશારો નથી રહ્યો 

સુવર્ણમયી હોય છે રહેવાસના નગર 

મર્મભેદી કોઈ સિતારો નથી રહ્યો 

પ્રેમપાશની બધાને ક્યાં પડે ખબર 

બુદ્ધ , ઇશ , સાંઈનો નારો નથી રહ્યો 

ગોખલામાં બંધ છે આ જ્યોત ઝગારા 

તે પછી તો કોઈ  તિખારો નથી રહ્યો 


Rate this content
Originality
Flow
Language
Cover Design