Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

હોય છે

હોય છે

1 min
13.3K


દરેક સમસ્યાના રસ્તા હોય છે.

બુદ્ધિ જીવી કૈં અમસ્તા હોય છે ?


નગર ન હોય માત્ર પ્રપંચીઓનું,

કોઈ ખૂણે માનવ વસતા હોય છે.


સુખમાં સૌ રહેતા આસપાસમાં,

આફત ભાળીને ખસતા હોય છે.


ક્રોધ ભૂલાવે ભાન સારાસારનું ,

થૈને માનવ વળી ભસતા હોય છે.


સન્મુખ કરતા હોય જે સરાહના,

પીઠ પાછળ એ હસતા હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational