Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Shukla

Tragedy

2  

Smita Shukla

Tragedy

હું અને તમે

હું અને તમે

1 min
6.8K


ધર્મ- અર્થ -કામ-મોક્ષ ચોરીના ચાર ફેરા,

સપતપદીના સાત સાત વચનોથી બંધાયા,

  પાણી ગ્રહ્યું હાથમાં હાથ લઈ

     અગ્નિસાક્ષીઅે

ત્રણ ફેરા તમે આગળ ને ચોથાઅે હું 

પિયરની પાલખી માયા મમતા સાથ સંગાથ પ્રેમ

   સખી સહિયરો મિત્રોનો

હોમાયા જવ-તલ સાથે અગ્નિમાં

    માંડવાની સાક્ષીઅે 

અતુટ બંધન વિશ્રવાસ શ્રદ્ધા

 પ્રથમ પગલું ભર્યું 

       પણ

હું વીસની તમે સતાવીસના

સાત સાત વર્ષનો તફાવત 

હુંં ચંચલ તમે ધીર ગંભીર 

હું બિંદાસ તમે સંકુચિત મનના

પ્રથમ રાત્રિ અંધકાર ને

આશા અરમાન કુંવારા સપના સાથેનું 

     પ્રથમ મિલન

અેક જ વાકય ને સપનાનો મહેલ

પતાના મહેલની જેમ તુટયો !

    ને તમે અેમ જ ધીર ગંભીર 

લડાઈ ઝગડા નફરત બદલાની ભાવના

      છતાં 

વેરાન બાગમાં પુષ્પો ખીલ્યા,

      ને ત્યાથી

તમે સમાધાનનું વૃક્ષ ને હું સમાધાનની વેલી 

આજે પાંત્રીસ વર્ષની સફર તો પણ

અે જ લડાઈ ઝઘડા નફરત બદલાની ભાવના

    છતાં

અેક જ છત નીચે સપતપદીના વચનોથી 

  બંધાયેલા આપણે

સમાધાનના વૃક્ષ ને વેલી 

    હું અને તમે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy