Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રીતનો વિચાર
પ્રીતનો વિચાર
★★★★★

© Prakruti Shah

Romance

1 Minutes   6.8K    7


Content Ranking

ઉગતી પ્રભાત અને મનમાં ઉગ્યો એક વિચાર,

તારા સથવારે હોય એક સુંદર સવાર.

તારૂં મધુરું સ્મિત અને પાપણનો પલકાર,

તારા સ્મિતમાં છલકાય પ્રેમનો રણકાર.

તારા હૈયામાં છલકતો સાગર અફાટ,

તારી આગોશમાં ઓગળવાનો અનેરો થનગનાટ.

મારા રૂદનને પડકારતું તારું મોહક સ્મિત,

મારી ઉદાસીને મહેકાવતું તારું પ્રેમ ગીત.

તારા આગંણમાં ઢળતી એક સુંદર સાંજ,

પ્રતિક્ષા જોતી બેઠી રહું તારે કાજ.

તારા આગમનથી ઉછળતું મારું મન,

તારા સ્પર્શની ઉષ્માથી તરવરતું મારું તન.

તારા સહવાસમાં ઉતરતો નિશાનો અંધકાર,

આપણા સંબંધમાં 'પ્રીત'નો એક ઝબકાર.

તું હોય મુજમાં ને હું હોવું તુજમાં,

ના હોય કોઈ અંતર આપણા બંનેમાં.

ચાહવાનો ઉન્માદ તારા કણે કણને,

જીવી લેવું છે આ જીવન તારી સાથે પળે પળે.

મારા એકલવાયા જીવનનો તું જ માત્ર આધાર,

'પ્રીત'ના આ વિચાર પર, કરી લેજો જરા વિચાર.

કવિતા આધાર પ્રીત સ્મિત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..