Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
માનવ બનીને આવજે
માનવ બનીને આવજે
★★★★★

© Chaitanya Joshi

Inspirational

1 Minutes   12.9K    8


Content Ranking

સમજવા માનવને હરિ તું માનવ બનીને આવજે,

આ તો છે મૃત્યુલોક એટલું સ્મરણ મનમાં લાવજે.

તારે વસવું નિરંતર ક્ષીરસાગરે કે ભક્તના ઉરમાં, 

કલિપ્રભાવી મનુજને તું માનવના ગજથી માપજે.

અહીં તો છે હરિ આધિ વ્યાધિને ઉપાધિ સદાએ, 

બની શકે તો મૂંઝાતા માનવીને હિંમત તું આપજે. 

તારી અપેક્ષા મુજબ ના જીવનારા હોય માનવી,

કાવાદાવાની દુનિયામાં તું એની મર્યાદા સ્વીકારજે.

ના દ્રષ્ટિપાત કરીશ હરિ એની બૂરાઈઓ તરફ,

એકાદ સદગુણ પરખીને તું હરિવર સરાહજે.

હરિ સ્મરણ મૃત્યુલોક માનવ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..