યાદી આપની
યાદી આપની
કાળા વાદળ,
ભીનો પવન; તીવ્ર
યાદી આપની
---------------
નદી કિનારે
ઢળતી સાંજ; શીઘ્ર
યાદી આપની
----------------
ભર બપોરે
બરફગોળા; મોંઘી
યાદી આપની
---------------
અેક રજાઈ,
ઠંડી ગુલાબી; મીઠી
યાદી આપની
--------------
ભૂલવી નથી,
દિલ ચાહે- કાયમ
યાદી આપની
-------------
જીવનપથ-
વિકટ રાહ; સીધી
યાદી આપની
--------------
કોના ર્હદયમાં,
જીવીત રહી- કહો
યાદી આપની
--------------
કોના કરમો,
કોને સજા; પૂછતી
યાદી આપની
--------------
રોજ મનનાં
મંદિરમાં: પૂજાય
યાદી આપની
--------------
નજર સામે
હરપળે; દેખાય
યાદી આપની
--------------
એક સહારો
છે જીવનનો: તે છે
યાદી આપની
--------------