Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Classics Inspirational

3  

Gopal Dhakan

Classics Inspirational

ઘેલડી

ઘેલડી

1 min
484


વરસવાનું હોય તો વાદળી થાશું 'ને પાંગરવાનું થાશે તો વેલડી...!

અમે તો ગમે તે કરીશું તો'યે, દુનિયા તો ગણશે ઘેલડી...!


ભાગ્યની રેખા વાંચશે ઘણી પણ, નહીં વાંચે આંખની રતાંશુ.

સામે પ્રવાહે અમે ચાલીશું એકધારા, નહીં માંગીએ મોકળાશું.

નાચવાના મોકે અમે મન ભરીને નાચીશું, નાચે વર્ષામાં જેમ ઢેલડી.

૦........દુનિયા તો ગણશે ઘેલડી...!


આકાશ તો મોકળું મેદાન અમારે' ને, નથી કોઈ ધરણીનો છેડો.

ખખડતાં ખિસ્સા હોય નહી તો'ય ભલે, રોજે 'ય ખેડીશું નવો કેડો.

છાંયડો ભલે કોઈને આપી ન શકીએ તો, મધ મીઠી બનીશું શેરડી.

૦......દુનિયા તો ગણશે ઘેલડી...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics