Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કવિ થયો છું
કવિ થયો છું
★★★★★

© Piyush Solanki

Inspirational Romance Tragedy

1 Minutes   12.9K    4


Content Ranking

લાગણીને સજાવવા કવિ થયો છું,

શબ્દોને શણગારવા કવિ થયો છું.

એકલતાથી સતત પીડાતો રહું છું, 

એટલે મનને મનાવવા કવિ થયો છું. 

પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ;

બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.

હર રોજ સંસ્કારોના પતન વચ્ચે, 

સંસ્કૃતિને બચાવવા કવિ થયો છું.

ઘાવો પ્રણયના સહન કરી પિયુષ, 

અશ્રુને છુપાવવા  કવિ થયો છું.

પ્રેમ હર્ષ શોક કવિ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..