STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

શિક્ષક બનવું પડે

શિક્ષક બનવું પડે

1 min
378

શિક્ષક બનતાં પહેલાં પોતે વિદ્યાર્થી બનવું પડે,

શિક્ષક બનતાં પહેલાં પોતે શિસ્તબદ્ધ બનવું પડે.

ભેદભાવ છોડીને આચરણ સદા શુધ્ધ રાખીને,

શિક્ષક બનતાં પહેલાં સમદ્રષ્ટિ કેળવવી જ પડે.

નિયમિતતા અને સ્વચ્છતાનું આચરણ કેળવીને,

શિક્ષક બનતાં પહેલાં નિતિમત્તા જાળવવી પડે.

બાળકનું ઘડતર અને ચણતર બંને ધ્યાનમાં લઈ,

નીત-નવાં પડકારો ઝીલતાં પણ શીખવવું જ પડે.

થાકયાં વિના શિષ્યને જ્ઞાનથી સજ્જ કરવા માટે,

નવી ટેકનોલોજી સાથે ડગ માંડતાં શીખવવું પડે.


સત્યનો માર્ગ અપનાવી પડકારો ઝીલતાં ઝીલતાં,

બદલાતાં જીવનપ્રવાહ સાથે ચાલતાં શીખવવું પડે.

વિચારશીલ બની વિશ્વમાં અડીખમ ઉભાં રહેવા,

વસુદેવ કુટુંમ્બકમનાં વિચારોનું સિંચન કરવું પડે.

શ્રેષ્ઠ શિક્ષક હોય ઉચ્ચતમ્ આદર્શોથી કટિબદ્ધ,

શિષ્યનાં ઉત્થાન માટે સંકલ્પ લઈ ચાલવું પડે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational