STORYMIRROR

Nirali Shah

Romance Others

4  

Nirali Shah

Romance Others

પ્રેમ

પ્રેમ

1 min
323

દિલની વાતો એ કોણે જાણી છે ?

અમે તો નજરોની મહેક માણી છે.


દુનિયા ભલે બદનામ કરે અમને,

અમે તો પ્રેમની પરિભાષા જાણી છે,


નથી વાંચ્યા અમે પ્રેમનાં પુસ્તકો,

એમની વાણીમાંથી અમે પ્રેમની કવિતા સાંભળી છે,


પ્રેમને અહેસાસ માન્યો છે અમે,

વાતોની વાકપટુતા અમેે ક્યાં જાણી છે ?


પ્રેમની રાહની ખબર નથી અમને,

પરંંતુ, પ્રેમની મંઝિલ નક્કી અમે કરી છે,


ભલે ન હોઈએ જન્મ જન્મના સાથી અમે,

પણ આ ભવની જીવન સંગિની એમને માની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance