STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

પાલવડો

પાલવડો

1 min
382

કદમ્બની છાયા કે, કાનુડાનું બાળપણ ના જોઈએ,

મને તો બસ મારી માંનો, પાલવડો જોઈએ,


વ્યથામાં જીવતી ને, સઘળું મનમાં ભંડારતી,

ના કહીને પણ ઘણું સાચવતી, મમતા જોઈએ,


ગોળ વિના મોળો કંસાર, આખી પંગત જમી લેશે,

પણ મા, વિના સૂનો સંસાર તો, ભગવાન પણ તડપે,


હૃદયથીજ બોલતી ને, અમીના ઝરણાં વહાવતી,

કડવું બોલે તોય, કોયલથી મીઠો માંનો લ્હેકો જોઈએ,


ભૂખ્યા પેટે એ ઓડકાર ખાઈને, તરસે જીવે આયખું,

આટલી મોટપ તો મારી, માવડી સિવાય કોઇ ના રાખે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama