Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Drama Thriller

2.3  

Mukesh Jogi

Drama Thriller

ગઝલ- ક્ષિતિજનું ભારણ

ગઝલ- ક્ષિતિજનું ભારણ

1 min
13.7K

સામસામું આપણું મળવું અકારણ લાગતું,

આમ જુઓ તો ભલા એમાંય કારણ લાગતું,

આજ મારામાં જ ડૂબાડી દીધો તો સૂર્યને,

એટલે હળવું ક્ષિતિજને એનું ભારણ લાગતું,

ગાલના ખંજન માં ડૂબ્યાં તો ડૂબ્યાં એવાં અમે,

તો ય એની આંખમાં અમને તો તારણ લાગતું,

હું ય લાગું છું ખીલ્યો ખીલ્યો હવે વરસાદમાં,

કો'અષાઢી સાંજ ના હરિયાળુ સાસણ લાગતું,

ના રમા, ના મેનકા, ના ઉર્વશી, રંભા નથી,

આ કલમનું તો ય મનને કેવું કામણ લાગતું,

રોજ ઈચ્છા ના ચઢે છે, ઝેર તો કોને કહું,

મારવી ઈચ્છા જ મારે એજ મારણ લાગતું,

જીંદગી જીવ્યો છે "જોગી" દોસ્તો એ શાનથી,

એટલે આ મોત જેવું મોત હારણ લાગતું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama