STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તહેવાર જેવું લાગે

તહેવાર જેવું લાગે

1 min
280

જો તમે અમથું થોડુંક મલકો તો તહેવાર જેવું લાગે,

જો તમે સજો શણગાર તો પાનખરમાં પણ શૃંગાર જેવું લાગે,


તમારી પ્રશંસામાં અઢળક ગઝલો સર્જી પણ તમે વાચો તો સ્વીકાર જેવું લાગે,

આમ તો મોસમ ખીલી છે પૂરબહારમાં,


જો તમે થોડુંક મલકો તો અવસર જેવું લાગે,

આ ઝરણાં ઝર ઝર વહી રહ્યાં છે,


જો તમે રણકાવો કંગન તો રણકાર જેવું લાગે,

આમ તો ખુશ છું ખૂબ હું તમારા આગમને,


સાથ આપો તો ખુશીઓની વણઝાર જેવું લાગે,

આમ તો તમે દિલથી બની જ ગયા છો મારા,

પણ નજરથી મિલાવો નજર તો હકદાર જેવું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance