STORYMIRROR

Shanti bamaniya

Romance

4  

Shanti bamaniya

Romance

એ બસ આમ જ મળે છે

એ બસ આમ જ મળે છે

1 min
308

રાતની એકલતામા એ મને મળે છે,

એની યાદોની એમાં સુગંધ ભળે છે !


એના હોવાનો અહેસાસ જડે છે,

સ્વપ્નમાં આવી તે રોજ રડે છે !


મિલન કાજ તે આંખોથી લડે છે,

જ્યારે લાગણીઓનું પૂર વહે છે !


દુનિયાના પ્રતિઘાત થી ડરે છે,

ઊંઘ ઉડતા વાત અધૂરી રહે છે !


નિસ્વાર્થ એ મને પ્રેમ કરે છે,

એ મને બસ આમ જ મળે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance