Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2.1  

Shaurya Parmar

Inspirational

શું નથી તારી પાસે ?

શું નથી તારી પાસે ?

1 min
433


શું નથી તારી પાસે ? 


શું નથી તારી પાસે ? 

કહેજો મને 

કેમ ઉદાસ છે ? 


શું નથી તારી પાસે ? 

નીચે ધરતી, 

ઉપર આકાશ છે' 


શું નથી તારી પાસે ? 

આવતા જતા, 

મજાના શ્વાસ છે, 


શું નથી તારી પાસે, 

હાથ,પગ,માથું,આંખ,કાન,નાક, 

બધુંજ ખાસ છે, 


શું નથી તારી પાસે ? 

ઊંઘવાને અંધારું, 

જોવાને ઉજાસ છે, 


શું નથી તારી પાસે ? 

લીલાંછમ ખેતરો, 

એમાં લીલેરા ઘાસ છે, 


શું નથી તારી પાસે ? 

સુખ દુઃખ,દુઃખ સુખ, 

જીંદગી પ્રવાસ છે, 


શું નથી તારી પાસે ? 

નથી કોઈપણ એકલું, 

ઈશ્વર આસપાસ છે, 


શું નથી તારી પાસે ? 

બધુંજ નાશવંત, 

ટૂંકો આભાસ છે, 


શું નથી તારી પાસે ? 

જીવી લે જલસાથી, 

થોડો નિવાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational