યુવાનીમાં છૂટાછેડા
યુવાનીમાં છૂટાછેડા


આ મોડલ જૂનું થઈ ગયું પાંચ લાખ આપો અને છૂટાછેડા લઈ લો. અલા તમારે છૂટાછેડા જ કરવા તો લગ્ન શા માટે કરીયા.
એની જોડે મને ફાવતું નથી. સાહેબ શરૂવાતમાં થોડી તકલીફ પડે. તમે નવી ગાડી લાવો અને કયારેય તમે ચલાવી જ ન હોઈ અને ગાડીની શીટ પર બેસી ચલાવા લાગો તો તમારે અને ગાડીને છૂટાછેડા લેવાનો જ વારો આવે. એવું જીવનમાં પણ છે.
મનીષાના હજુ નવા નવા લગ્ન થયા હતા. લગ્નને બે જ મહિના થયા હતા. એ પહેલાં કોલેજમાં બંનેને પ્રેમ થયો હતો. બંને એ જીવનની ઘણી પળો એકબીજાની સાથે વિતાવી હતી. લગ્ન પહેલાનો પ્રેમ અને લગ્ન પછીનો પ્રેમ બંને અલગ અલગ હોઈ છે. લગ્ન પહેલા બંને વચ્ચે વિજાતીય આકર્ષણ હોઈ છે. અને લગ્ન પછી એ ધીમે ધીમે ઘટતું જાય છે. હું તો એમ કવ લગ્ન પહેલાના પ્રેમ કરતા લગ્ન પછીના પ્રેમની મજા જ કંઈક અલગ હોઈ છે. લગ્ન પહેલા એવું વિચારીયે છીએ કે એ મારી સાથે જ રહે,અને લગ્ન પછી દરરોજ તમે એકબીજાની સાથે હોઈ તો પણ જીવનમાં પ્રોબ્લમ આવું કેમ?
વિશાલ તું ટુવાલ ત્યાં ન મુક. વિશાલ તું આખો દિવસ શું કરે છે. મારી જોડે વાત કરવાનો પણ તને સમય નથી. આજ જમવામાં ફરી વાર ભીંડાનું શાક નહીં મનીષા તને ખબર છે, મને ભીંડાનું શાક ભાવતું નથી તો શું કામને તું બનાવે છે. બંને વાત નાની છે પણ તેને તમે મોટી કરો તો છૂટાછેડા સુધી પણ જઈ શકે છે. તેના બદલે તમે તેને કહી દો મનીષા હું કાલ ટુવાલ દોરી પર મુકીશ ઓકે આજે મારે ભૂલાય ગયું. આજે ઓફિસ જવા માટે થોડી ઉતાવળ હતી. આજે વિશાલ ઘરે કોઈ બીજું શાક નોહતું માટે મેં આ શાક બનાવ્યું કાલે તારા માટે તને ભાવતો ગાજરનો હલવો બનાવી આપીશ. આ પ્રશ્નનું ઉકેલ છે. પણ તમે તેની સામે પડશો તેમની સાથે જીભા જોડી કરશો તો તેનો ઉકેલ કયારેય નહી આવે. જીવનમાં નાના મોટા પ્રોબ્લમ આવે તમારે એકને આવે એવું નથી બધાને આવતા જ હોઈ છે.
જેવો પ્રેમ તમે ભાઈને કરો છો તેવો જ પ્રેમ પત્નીને કરો જેવો પ્રેમ તમે બહેનને કરો છો તેવો જ પ્રેમ તમારી પત્નીને કરો. જેવો પ્રેમ તમારા માં-બાપને કરો છો તેવો જ પ્રેમ તમે તમારી પત્નીને કરો. કરી જોવો એકવાર પ્રેમ હું પણ જોવ છું કોણ તમને છૂટાછેડા આપવાની વાત કરે છે.
હું એવું માનું છું કે જેમ ભાઈને કયારેય બદલાઈ નહીં જેમ બહેનને કયારેય બદલાય નહીં જેમ માં-બાપને કયારેય બદલાય નહિ તેમ પત્નીને પણ તમે કયારેય બદલી ન શકો.