યથાર્થ ગીતા - ૪૭
યથાર્થ ગીતા - ૪૭


संजय उवाच :
एवमुक्त्वार्जुन संख्ये रथोपस्थे उपाविशत्। विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः।।४७।।
અનુવાદ- સંજયે કહ્યું: આ પ્રમાણે કહીને શોકથી વ્યગ્ર બનેલો અર્જુન રણભૂમિમાં ધનુષ્યબાણ છોડી દઈને રથના પાછળના ભાગમાં બેસી ગયો અર્થાત ક્ષેત્ર -ક્ષેત્રજ્ઞ સંઘર્ષમાં ભાગ લેવા માટે પીછેહઠ કરી ગયો.
: પ્રથમ અધ્યાય
નિષ્કર્ષ
ગીતા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના યુદ્ધનું નિરૂપણ છે. આ ઈશ્વરીય વિભૂતિઓથી સંપન્ન ભગવત સ્વરૂપને બતાવનાર ગીત છે. આ ગીત જે ક્ષેત્રમાં થાય છે તે યુદ્ધક્ષેત્રશરીર. જેમાં બે પ્રવૃતિઓ છે-ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. સૈન્યના આ સ્વરૂપ અને બળનો આધાર બતાવ્યો અને શંખધ્વનિથી તેના પરાક્રમની જાણકારી મળી. તે ઉપરાંત જે સેનાની સામે લડવાનું છે તેનું નિરીક્ષણ થયું. જેની ગણના અઢાર અક્ષૌહિણી (લગભગ સાડા છ અબજ) કહેવાય છે. પરંતુ હકીકતમાં તે અનંત છે. પ્રકૃતિના દ્રષ્ટિકોણ બે છે-એક ઇષ્ટ તરફી પ્રવૃત્તિ-દૈવી સંપત્તિ-બીજી બહિર્મુખી પ્રવૃત્તિ-આસુરી સંપત્તિ: બંને પ્રકૃતિ છે. એક ઈષ્ટનીતરફ ધકેલે છે. પરમધર્મ પરમાત્માની તરફ લઈ જાય છે અને બીજી પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે પહેલા દૈવી સંપત્તિને સાધીને આસુરી સંપત્તિનો અંત લાવવામાં આવે છે. પછી શાશ્વત સના…
ૐ
श्री परमात्मने नमः
અધ્યાય બીજો
ગીતાનો પહેલો અધ્યાય એટલી ગીતાની પ્રવેશિકા. એના પ્રારંભમાં પથિકને પ્રતીત થનારી મૂંઝવણો નું ચિત્રણ છે. લડવા વાળા તો બધા કૌરવો અને પાંડવો બંને હતા, પણ સંશય માત્ર અર્જુનને જ થાય છે. અનુરાગ એટલે જ અર્જુન. ઈષ્ટ ને અનુરૂપ રાગ જ પથિકને ક્ષેત્ર- ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ પ્રેરે છે. અનુરાગ એટલે પ્રેમ જે પ્રારંભની કક્ષાએ છે. પૂજ્ય મહારાજજી કહેતા સદ્ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમમાં રહેતાં રહેતાં ગ્લાનિ ઉદભવે, અશ્રુપાત થવા લાગે, કંઠ રુંધાશે જાય તો સમજી લેવું ત્યાં હવે ભજન નો પ્રારંભ થઈ ગયો પ્રેમમાં-અનુરાગમાં આ બધું આવી જાય છે. તેમાં ધર્મ, નિયમ, સત્સંગ, ભાવ બધું જ હશે.
ભક્તિ એટલે કે અનુરાગના પ્રથમ ચરણમાં સ્વજનો તરફ નો મોહ બાધક થાય છે. પહેલા સૌ કોઈ ઈચ્છે છે કે એ પરમ સત્યને પ્રાપ્ત કરી લઈએ, પરંતુ આગળ વધતા સૌને દેખાય છે કે આ બધા મીઠા સંબંધોનો ત્યાગ કરવો પડશે ત્યારે સૌ હતાશ થાય છે. પહેલા પોતે જેને ધર્મ, કર્મ માનીને કરતો હતો એટલા માં જ સંતોષ માનવા લાગે છે. પોતાના મોહના સમર્થન માટે તે પ્રચલિત રૂઢીઓનું પ્રમાણ પણ રજૂ કરે છે, જેમ અર્જુને કહ્યું કે કુલ ધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મનો લોપ થશે, કુળક્ષય થશે, સ્વચ્છંદાચાર ફેલાશે. આ અર્જુનનો ઉત્તર ન હતો, પરંતુ સદગુરુ મળ્યા પૂર્વ અપનાવાયેલી ખોટી રીત માત્ર હતી.
આવી જ ખોટી પદ્ધતિમાં ફસાઈને માનવી જુદા જુદા ધર્મ, અનેક સંપ્રદાય, નાના-મોટા જુથો અને અસંખ્ય જાતિઓ ની રચના કરી લે છે. કોઈના દબાવે છે, તો કોઈ કાન વિંધે છે, કોઈ અડવા માત્રથી ધર્મ નષ્ટ થઈ જાય છે, તો ક્યાંક રોટી પાણીથી ધર્મ નષ્ટ થઈ જાય છે. તો શું અડવું-આભડવું એ દોષ છે? કદાપિ નહીં. દોષ આપણા આ ભ્રમ ફેલાવનારાઓ છે. ધર્મના નામે આપણે કુરીતિઓ, કુરિવાજો નો ભોગ થયા છીએ, તેથી દોષ આપણો છે.
મહાત્મા બુદ્ધના સમયમાં કેશ- કંબલ નામનો એક સંપ્રદાય હતો, જેમાં કેશને વધારી, તેનો કામળા ની માફક ઉપયોગ કરવો તેને પૂર્ણતા નો માપદંડ માનવામાં આવતો. કોઈ ગોવ્રતિક (ગાયની જેમ રહેનારો) હતો, તો કોઈ 'કુક્કુરવ્રતિક' (કૂતરાની જેમ ખાનાર, પિનાર કે રહેનાર) હતો. બ્રહ્મવિદ્યા ને આ કશા સાથે સંબંધ નથી. સંપ્રદાયો અને કુરિવાજો-રૂઢીઓ પહેલાં પણ હતા, આજ પણ છે. ઠીક તે જ પ્રમાણે કૃષ્ણ કાળમાં પણ સંપ્રદાયો હતા . તેણે ચાર તર્ક રજૂ કર્યા
૧-યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે
૨-વર્ણસંકર પ્રજા પેદા થશે
૩-પિંડોદક ક્રિયાનો લાભ થશે
૪ અમે લોકો કુલક્ષય દ્વારા મહાન પાપ કરવા તત્પર થયા છીએ.