યથાર્થ ગીતા -૧૯
યથાર્થ ગીતા -૧૯


स घोषो धार्तराष्ट्राणां हदयानि व्यादारयत्। नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्।।१९।।
અનુવાદ-પૃથ્વી અને આકાશને ગજવી મૂકતા આ ભયંકર નાદે કૌરવોના હૃદયને જાણે ચીરી નાંખ્યા. સેના તો પાંડવ બાજુ પણ હતી, પરંતુ હૃદય કૌરવના વિદીર્ણ થયા. વસ્તુતઃ પાંચ જન્ય, દૈવી શક્તિ પર આધિપત્ય, અનંત પર વિજય, અશુભનું શમન, શુભની ઘોષણા પ્રસારવા લાગે એટલે સ્વાભાવિકપણે કુરુક્ષેત્ર, આસુરી સંપત્તિ, બહિર્મુખી પ્રવૃત્તિઓનું હૃદય વિદીર્ણ થઈ જ જાય છે. એની શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા માંડે છે. સંપૂર્ણ સફળતા મળતા મોહમયી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે.