Rahul Makwana

Drama Tragedy

4  

Rahul Makwana

Drama Tragedy

યે રિશ્તા ક્યા કહેલતા હૈ...મારી મનપસંદ ટીવી સિરિયલ

યે રિશ્તા ક્યા કહેલતા હૈ...મારી મનપસંદ ટીવી સિરિયલ

7 mins
98


સમય : સાંજનાં સાત કલાક.

સ્થળ : સીટી હોસ્પિટલ. 

  હોસ્પિટલ આ શબ્દ આપણાં બધાનાં જીવન સાથે ખુબ જ સારી રીતે વર્ણાયેલ છે, પરંતુ જ્યારે આપણાં કોઈ નજીકનાં સ્નેહીજનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે જ આપણે હોસ્પિટલનું મહત્વ સમજાય જાય છે, આથી જ આપણે ત્યાં કહેવત છે કે, "ભગવાન દુશ્મનને પણ દવાખાનું ન બતાવે!" આવું જ એક સંકટ હાલ કાર્તિકનાં પરિવાર પર આવવા માટે આતુર હતું, જેનો કાર્તિક અને નાયરાને સપનામાં પણ ખ્યાલ ન હતો…

  કાર્તિક પોતાની ઓફિસમાં બેસેલ હતો, હાલ કાર્તિકએ બાબતથી ખુબજ સારી રીતે પરિચિત હતો કે જો આજે પોતાનું પ્રેઝન્ટેશન સમયસર નહીં બનાવે, તો આવતીકાલે જે કંપની કોન્ટ્રાકટ કરવાં માટે આવનાર છે, તેમની સામે પોતાની કંપનીની છાપ ખરાબ પડશે, આથી પ્રેઝન્ટેશન પૂરું કરવાં માટે કાર્તિક તનતોડ મહેનત કરી રહ્યો હતો.

  બરાબર આ જ સમયે ટેબલ પર લેપટોપની બાજુમાં રહેલ કાર્તિકનો ફોન રણકી ઊઠે છે, આથી કાર્તિક મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર ઉતાવળ સાથે નજર કરે છે, જેમાં લખેલ હતું…"નાયરા" - આથી કાર્તિક કોલ ડિસ્કનેક્ટ કરી દે છે, લગભગ પાંચ દસ મિનિટ બાદ ફરીવાર કોલ આવે છે.

"નાયરા ! હું તારા કોલ ડિસ્કનેક્ટ કરી રહ્યો છું, તો તને એ બાબતનો જરાય ખ્યાલ નથી આવતો કે હું કોઈ કામમાં વ્યસ્ત હોવ…શાં માટે વારંવાર કોલ કરે છે...હું ફ્રી પડીશ ત્યારે તને કોલબેક કરીશ…!" - કાર્તિક ગુસ્સા સાથે બોલે છે.

"સોરી…હું નાયરા નથી...હું સીટી હોસ્પિટલમાંથી ડૉ. અભય વાત કરી રહ્યો છું...તમારી નાયરા…!" - થોડુંક ખચકાતા અવાજે ડૉ. અભય બોલે છે.

"શું….થયું….મારી….નાયરાને…?" - કાર્તિક દુઃખી અવાજે ડૉ. અભયને પૂછે છે.

"જી ! નાયરાનું એક્સિડન્ટ થયેલ હોવાથી તેમને હાલ સીટી હોસ્પિટલનાં આઈ.સી.યુ માં દાખલ કરેલ છે..!" - ડૉ. અભય કાર્તિકને વધુ માહિતી આપતાં જણાવે છે.

  આ સાંભળતાની સાથે જ કાર્તિકનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય, તેવું અનુભવી રહ્યો હતો, હૃદયમાં એક ધ્રાસકો પડ્યો હતો, નાયરાની આવી હાલત વિશે સાંભળીને ચિંતાઓને લીધે કાર્તિકનાં હૃદયનાં ધબકાર વધી ગયેલાં હતાં, તેનો શ્વાસ ફૂલી ગયેલ હતો, આથી કાર્તિક પોતાનાં બધાં જ અગત્યનાં કામો પડતાં મૂકીને પોતાની કાર લઈને સીટી હોસ્પિટલ જવાં માટે પુરઝડપે રવાના થાય છે.

  થોડીવારમાં કાર્તિક સીટી હોસ્પિટલે પહોંચી જાય છે, અને ડૉ. અભયને મળે છે, અને ત્યારબાદ ડૉ. અભય અને કાર્તિક આઈ. સી.યુ તરફ જાય છે, આઈ.સી.યુ માં જઈને કાર્તિક જોવે છે કે પોતે જેને પોતાની જાત કરતાં પણ વધુ પ્રેમ કરી રહ્યો છે, એ નાયરા બેભાન હાલતમાં આઈ.સી.યુ માં સૂતેલ હતી.

"સાહેબ ! મારી નાયરાને અહીં કોણ લઈને આવ્યું હતું…?" - કાર્તિક ડૉ.અભયની સામે જોઇને પૂછે છે.

"જી ! તમારી નાયરાને સામે બાંકડા પર બેસલે વ્યક્તિ લઈને આવેલ છે…!" - બાંકડા પર બેસેલ વ્યક્તિ તરફ ઈશારો કરતાં ડૉ. અભય બોલે છે.

"તમારો ખૂબ ખૂબ આભાર…તમારું નામ !" - કાર્તિક પેલાં વ્યક્તિ સામે બે હાથ જોડીને આભાર વ્યક્ત કરતાં પૂછે છે.

"જી મારું નામ રાકેશ ઓઝા છે, અને હું તમારી નાયરાને અહીં હોસ્પિટલ લઈને આવ્યો એમાં આભાર શેનો….મેં મારું કામ જ કરેલ છે...નાયરબેનનો મારા પર એક ઉપકાર હતો એ આજે ચૂકવાય ગયો…!" - રાકેશ ઓઝા કાર્તિકની સામે જોઇને બોલે છે.

"તમારા પર..નાયરાનો ઉપકાર…?" - કાર્તિક હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

"જી ! આજથી બે વર્ષ પહેલાં મારો દીકરો તેની સ્કૂલ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનો પણ આવો જ અકસ્માત થયેલ હતો, અને તેની આજુબાજુમાં ઊભેલાં આજનાં માણસો 108 કે પોલીસને કોલ કરવાને બદલે મારા જીવથી લાડકા પુત્ર આયુષનાં પોતાનાં મોબાઈલમાં ફોટાઓ પાડવામાં વ્યસ્ત હતાં, બરાબર એ જ સમયે એક યુવતી આયુષની નજીક આવી, અને મોબાઈલમાં ફોટા પાડી રહેલાં બધાં જ લોકોને ઝાટકી નાખ્યા, અને તે લોકોની ભાન ઠેકાણે લાવી, ત્યારબાદ એ યુવતીને મારી કે મારા પુત્ર આયુષ સાથે કોઈ અંગત સંબધ ના હોવા છતાંપણ તે આયુષને આ હોસ્પિટલે લઈને આવેલ હતી…!" - રાકેશ ઓઝા વધુ માહિતી આપતાં કાર્તિકને જણાવે છે.

"તો કોણ હતી એ યુવતી…?" - કાર્તિક આતુરતા સાથે પૂછે છે.

"જી ! એ યુવતી બીજું કોઈ નહીં પરંતુ તમારી નાયરા જ હતી...આજે હું મારી કંપનીથી સાંજે પરત ફરી રહ્યો હતો, ત્યારે મેં નાયરાનું એક્સિડન્ટ થયેલ જોયું, આથી મેં તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને તેને અહીં દાખલ કરી દીધી…!" - રાકેશ ઓઝા કાર્તિકને જણાવતાં બોલે છે.

"પણ...તમારે આવવામાં કેમ મોડું થયું…?" - રાકેશ ઓઝા કાર્તિકને પૂછે છે.

"જી ! મારી કંપનીની આવતી કાલે માર્શલ કંપનીનાં સી.ઈ.ઓ સાથે મિટિંગ અને પ્રેઝન્ટેશન છે, માટે હું મારું પ્રેઝન્ટેશન બનાવવામાં વ્યસ્ત હતો..!" - કાર્તિક સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"ઓકે..સારું હાલ તમારા અંગતને સાચવો, જો તમારું અંગત તમારી સાથે હશે તો બધું જ ઠીક થઈ જશે…!" - રાકેશ ઓઝા મનમાં કંઈક લાંબો વિચાર કર્યા બાદ બોલે છે.

  ત્યારબાદ રાકેશ ઓઝા પોતાનાં ઘરે પરત ફરવાં માટે હોસ્પિટલેથી રવાનાં થાય છે, જ્યારે આ બાજુ કાર્તિક નાયરાનાં પલંગની નજીક એક ટેબલ લઈને બેસે છે..અને નાયરના ચહેરા પર ખૂબ જ વ્હાલભર્યો હાથ ફેરવવા માંડે છે, નાયરનાં ચહેરા પર હાથ ફેરવતાં ફેરવતાં કાર્તિકનું મન વિચારોનાં ચક્રવાતે ચડે છે.

"શું થયું હશે મારી નાયરા સાથે..? કેવી રીતે અકસ્માતની ઘટનાં બની હશે..? કોણે નાયરાને આવી રીતે હડફેટે લીધેલ હશે..? મારી નાયરા ક્યારે ફરી પાછી ભાનમાં આવશે..? ફરી ક્યારે મને નાયરાનો એ નિખાલસ કલબલાટ સાંભળવા મળશે..? નાયરા હાલ બેભાન છે તો જાણે મારી સમગ્ર દુનિયા જ મૂંગી થઈ ગઈ હોય તેવું મને લાગે છે ! " - આમ વિચરતાં - વિચારતા અને નાયરાનાં ચહેરા પર હાથ ફેરવતાં ફેરવતાં કાર્તિક કયારે ઊંઘી જાય છે, એ તેને જરાપણ ખ્યાલ નથી રહેતો…!

***

બીજે દિવસે સવારે

સ્થળ : સીટી હોસ્પિટલ

સમય : સવારનાં 8 કલાક.

  કાર્તિક આઈ.સી.યુ માં નાયરાના પલંગની બાજુમાં રહેલ ટેબલ પર બેસેલ હતો તેનો એક હાથ નાયરાનાં માથા પર હતો, અને બીજા હાથ પર પોતાનું માથું ટેકવી ને નાયરાના પલંગ સુતેલ હતો....આજુબાજુમાંથી મલ્ટીપેરા મોનિટરનાં અવાજ સંભળાય રહ્યાં હતાં.

"બેટા ! કાર્તિક…!" - કોઈ હેતભર્યા અવાજે કાર્તિકનાં ખભે હાથ મુકતા બોલે છે.

  આ આવાજ સાંભળીને કાર્તિક એક ઝટકા સાથે ગભરાઈને ઊંઘમાંથી સફાળો જાગી જાય છે, કાર્તિક ફરીને જોવે છે, તો તેનાં માતા પિતા હતાં, પોતાનાં માતાપિતાને જોઈને કાર્તિકનો જીવ હેઠો બેઠો.

"જયશ્રી ક્રિષ્ના..!" - કાર્તિક પોતાનાં માતાપિતા સામે જોઇને બોલે છે.

"જયશ્રી ક્રિષ્ના..બેટા..!" - કાર્તિકનાં માતાપિતા પ્રેમપૂર્વક બોલે છે.

"મમ્મી પપ્પા ! તમે આટલાં વહેલાં…!" - કાર્તિક આશ્ચર્ય સાથે પૂછે છે.

"બેટા ! આલોકે ગઈકાલે અમને જણાવ્યુ હતું કે તારી આજે માર્શલ કંપનીના સી.ઈ.ઓ સાથે એક અગત્યની મિટિંગ છે, માટે અમે એવું વિચાર્યું કે હું અને તારા પપ્પા નાયરા પાસે રોકાઈશું અને તું આજે તારી મિટિંગ એટેન્ડ કરી લે..!" - કાર્તિકનાં મમ્મી વધુ વિગત જણાવતાં બોલે છે.

"પણ...મમ્મી… મને આવી રીતે નાયરાને છોડીને જવાની ઈચ્છા નહીં થતી…!" - કાર્તિક આંખોમાં દુઃખ સાથે બોલે છે.

"જો...બેટા…તું એની ચિંતા ના કર, નાયરાનું ધ્યાન રાખવા માટે અહીં હું અને તારી મમ્મી છીએ...માટે તું અહીંની કંઈપણ ચિંતા કર્યા વગર શાંતિથી તારી મિટિંગ એટેન્ડ કરી આવ…!" - કાર્તિકનાં પિતા કાર્તિકને સમજાવતાં બોલે છે.

"ઓકે ! પપ્પા !" - આટલું બોલી નાયરાના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવીને કાર્તિક આઈ.સી.યુ ની બહાર નીકળે છે, અને પોતાનાં ઘરે જવાં માટે હોસ્પિટલેથી રવાનાં થાય છે.


એજ દિવસે

સમય : સવારનાં દસ કલાક

સ્થળ : માર્શલ કંપનીનાં સી.ઈ.ઓ. ની ઓફીસ.

   કાર્તિક ઉતાવળે માર્શલ કંપનીએ પહોંચે છે, અને સી.ઈ.ઓ ની ઓફીસ પાસે પહોંચે છે, સી.ઈ.ઓ ઓફિસની બહાર બેસેલ રીસેપનિસ્ટને પોતાની કંપનીનું વિઝીટિંગ કાર્ડ બતાવતાં કાર્તિક કહે છે.કે..

"ગુડ મોર્નિંગ..! મારે આજે 10 વાગ્યે તમારી કંપનીનાં સી.ઈ.ઓ સાથે મિટિંગ છે, તો હું તેમને મળવા જઈ શકું છું…?" - કાર્તિક સવિનય પૂછે છે.

"જી…! હું અમારા સરને પૂછી જોઉં..!" - આટલું બોલી રીસેપ્શનિસ્ટ પોતાની સામેનાં ટેબલ પર રહેલ ઇન્ટરકોમ ફોનનું રીસીવર ઉપાડતા કહે છે.

  સી.ઈ.ઓ સાથે વાત કર્યા બાદ રીસેપનિસ્ટ કાર્તિકને ઓફિસમાં જવાં માટે જણાવે છે, આથી કાર્તિક થોડી ગભરાહટ સાથે સી.ઈ.ઓની ઓફિસમાં પ્રવેશે છે, સી.ઈ.ઓ ને જોઈને કાર્તિકનાં આશ્ચર્યનો કોઈ જ પાર ના રહ્યો કારણ કે માર્શલ કંપનીનાં સી.ઈ.ઓ બીજું કોઈ નહીં...પરંતુ ખુદ રાકેશ ઓઝા હતાં, કે જેમને કાર્તિક સીટી હોસ્પિટલમાં મળેલ હતો.

"મેં..તમને કહ્યું હતું ને કે હાલ તમે તમારા અંગતનો ખ્યાલ રાખો..બાકી બધું આપમેળે જ થઈ જશે..!" - રાકેશ ઓઝા કાર્તિકને પોતાની સામે રહેલ ચેર પર બેસવા માટે ઈશારો કરતાં બોલે છે.

"બટ… સર..આ પ્રોજેકટ મારા માટે ખૂબ જ અગત્યનો છે…!" - કાર્તિક આજીજી કરતાં જણાવે છે.

"મેં ! આ પ્રોજેકટ ઓલરેડી તમારી કંપનીને આપી દીધેલ છે…!" - કોન્ટ્રાકટ પેપર કાર્તિકનાં હાથમાં મૂકતાં મૂકતા રાકેશ ઓઝા જણાવે છે.

"થેન્ક યુ વેરી મચ સર...આઈ વિલ ડુ માય બેસ્ટ..!" - કાર્તિક રાકેશ ઓઝાનો આભાર વ્યક્ત કરતાં કરતાં આત્મવિશ્વાસ સાથે બોલે છે.

  બરાબર એ જ સમયે કાર્તિકનો ફોન રણકી ઊઠે છે, આથી કાર્તિક પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢે છે, ડિસ્પ્લે પર લખેલ હતું.."પાપા" આથી કાર્તિક થોડા ડર અને ગભરાહટ સાથે કોલ રિસીવ કરે છે.

"બેટા ! નાયરા ! ભાનમાં આવી ગઈ…!" - કાર્તિકનાં પિતા ખુશ થતાં થતાં જણાવે છે.

"હા ! પપ્પા ! મને પણ માર્શલ કંપનીનો કોન્ટ્રાકટ મળી ગયો છે, હું થોડી જ વારમાં ત્યાં હોસ્પિટલે પહોંચું છું, પછી કાર્તિક આ ખુશખબરી રાકેશ ઓઝાને જણાવે છે, આ સમાચાર સાંભળીને રાકેશ ઓઝા પણ ખુબ જ ખુશ થઈ જાય છે, અને પોતે પણ નાયરાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારબાદ કાર્તિક અને રાકેશ ઓઝા સીટી હોસ્પિટલે જવાં માટે રવાનાં થાય છે, જયારે આ બાજુ કાર્તિક મનોમન ભગવાન, રાકેશ ઓઝા, અને નાયરાનો ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે આ કોન્ટ્રાકટ મળવા પાછળ આમ જોઈએ તો નાયરાનો સિંહ ફાળો ગણી શકાય, અને એ બાબત પણ સારી રીતે સમજાય ગઈ હતી કે સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળે છે, અને ખરાબ કર્મોનું ફળ હંમેશા ખરાબ જ મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama